Home /News /gandhinagar /ગાંધીનગર: ચૂંટણી પહેલા કેબિનેટ સભ્યો અને પાર્ટીના ધારાસભ્યો સાથે CM એ ડીનર ડિપ્લોમસી કરી

ગાંધીનગર: ચૂંટણી પહેલા કેબિનેટ સભ્યો અને પાર્ટીના ધારાસભ્યો સાથે CM એ ડીનર ડિપ્લોમસી કરી

વિધાનસભાનું સત્ર હોય એટલે ધારાસભ્યોને સામાન્ય રીતે મુખ્યમંત્રી સાચવતા હોય છે. (ફાઇલ તસવીર)

Diner Diplomacy: સરકારી સરકીટ હાઉસમાં પણ રાજકીય બેઠકો થઇ શકશે નહીં. સરકાર ચૂંટણી પંચના પરમિશન વિના કોઇ બદલી કરી નહીં શકે. વિધાનસભાનું સત્ર હોવાથી તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં રાત્રિ નિવાસ કરવાના હોવાથી મુખ્યમંત્રીએ આ ભોજન સમારોહ રાખ્યો હતો.

વધુ જુઓ ...
વિધાનસભા ગૃહનો આજે પહેલો દિવસ તડાફડી વાળો રહ્યો હતો. કોગ્રેસે વર્તમાન સરકારના છેલ્લા વિધાનસભા સત્રમાં આક્રમક્તા બતાવી હતી. જોકે દિવસના અંતે દૂર-દૂરથી આવેલા ધારાસભ્યો માટે સીએમ યજમાન બન્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મુખ્યમંત્રીએ પાર્ટીના તમામ ધારાસભ્યોને પોતાના બંગલે ડીનર માટે બોલાવ્યા હતા. તેમણે ધારાસભ્યો સાથે ડીનર ડિપ્લોમસી કરી છે. 14મી વિધાનસભાનું છેલ્લું સત્ર અને આવતીકાલે છેલ્લો દિવસ પણ છે. આ પહેલાં મુખ્યમંત્રીએ સ્નેહમિલન ગોઠવ્યું હતું.

ચૂંટણી જાહેર થાય એટલે ભાજપના ધારાસભ્યો ટિકિટ માટે દોડાદોડી કરવાના છે. કોને ટિકીટ મળશે અને કોણ કપાશે તે પહેલાં કેબિનેટના સભ્યો અને પાર્ટીના ધારાસભ્યોએ મુખ્યમંત્રીના બંગલે ભોજનનો સ્વાદ માણ્યો છે. બે દિવસના સત્રનો 22મી સપ્ટેમ્બરે અંતિમ દિવસ છે.

આમ પણ વિધાનસભાનું સત્ર હોય એટલે ધારાસભ્યોને સામાન્યરીતે મુખ્યમંત્રી સાચવતા હોય છે. 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ટિકિટ માટેના વચન તો આપી શકતા નથી પરંતુ સરકારી ભોજન કરાવી શકે છે. ગુજરાતમાં જ્યારે આચાર સંહિતા લાગુ થઇ જશે તે દિવસથી આવા સ્નેહમિલન બંધ થઇ જશે અને જનતાને લોભામણાં વચનો આપવાનું પણ  બંધ કરી દેવાશે.

આ પણ વાંચો- ડી કંપનીનું સુરત કનેક્શન: ફઇમ મચમચનો સાગરીત ફુકરાન સૈયદ પિસ્તોલ સાથે સુરતમાંથી ઝડપાયો

આચાર સંહિતા પછી સરકારી ગાડીઓ પાર્ટીના કામમાં કે ચૂંટણી પ્રચારમાં લઇ જઇ શકાશે નહીં. સરકારી સરકીટ હાઉસમાં પણ રાજકીય બેઠકો થઇ શકશે નહીં. સરકાર ચૂંટણી પંચના પરમિશન વિના કોઇ બદલી કરી નહીં શકે. વિધાનસભાનું સત્ર હોવાથી તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં રાત્રિ નિવાસ કરવાના હોવાથી મુખ્યમંત્રીએ આ ભોજન સમારોહ રાખ્યો હતો.

આ પણ વાંચો- પંચમહાલથી સાઉથ કોરિયા સુધી ફર્યો ગુજરાતની દીકરીનો કીર્તિરથ

મુખ્યમંત્રી ચૂંટણી પહેલાં 18 જેટલા સમાજના સ્નેહમિલન કરી ચૂક્યાં છે અને હવે તેઓએ તેમની પાર્ટીના ધારાસભ્યો સાથે ડીનર ડિપ્લોમસી કરી સ્નેહમિલન કર્યું છે. હવે પછી ભાજપના ક્યા ધારાસભ્ય વિધાનસભામાં હશે ક્યા ધારાસભ્ય ઘેર બેઠાં હશે તે નિશ્ચિત નથી.
Published by:rakesh parmar
First published:

Tags: 2022 Assembly elections, Assembly Election 2022, Assembly elections, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन