Home /News /gandhinagar /ગાંધીનગરમાં ઢોર પકડવા ગયેલી ટીમ સાથે મહિલાની દાદાગીરી, હાથમાં દાતરડું લઇ ઢોરને મુક્ત કરાવી દીધા

ગાંધીનગરમાં ઢોર પકડવા ગયેલી ટીમ સાથે મહિલાની દાદાગીરી, હાથમાં દાતરડું લઇ ઢોરને મુક્ત કરાવી દીધા

આજે સવારે ગાંધીનગરમાં ઢોર પકડવા ગયેલી ટીમ સાથે મહિલાએ રીતસરની દાદાગીરી કરી હતી.

ગાંધીનગરમાં બનેલી આ ઘટનામાં દાતરડાથી દોરડું કાપીને ગાય છૂટી કરી દે છે. જોકે દોરડું તૂટતા જ ગાય પોલીસ જવાનની પાછળ દોટ મુકી છે. આ જવાન માંડ કરીને પોતાનો જીવ બચાવીને ભાગે છે.

    રાજ્યભરમાં ઢોરના ત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને ટકોર કરતા વેધક સવાલો પૂછ્યા હતા. જે બાદ ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા અને નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા માટે રાજયની 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં રખડતા ઢોરને શહેરી વિસ્તારમાં પકડવા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત આજે ગાંધીનગરમાં મનપા દ્વારા ખાસ ઝંબેશ હાથ ધરી રોડ પર રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આ દરમિયાન માલધારી મહિલાએ આ કાર્યવાહીમાં દખલગીરી કરી પશુઓને મુક્ત કરાવી દીધા હતા.

    ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરી દરમિયાન એક મહિલાએ દાદાગીરી કરી હતી અને હાથમાં દાતરડું લઇ રખડતી ગાયને મુક્ત કરાવી દીધી હતી. ખરેખરમાં ગાંધીનગરના ખ-3 સર્કલ પાસે રખડતા પશુઓ પર મનપાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામા આવી રહી હતી. ઢોર પકડવા ગયેલી ટીમ સાથે કરેલા આ વર્તન બદલ ગાંધીનગર મહાનગરપાલિકાએ ફરિયાદ નોંધાવી છે. તંત્ર જો ઢોર પકડી જાય તો તેને છોડાવવા હવે નવી જ મોડસ ઓપરેન્ડી અપનાવે છે અને મહિલાઓ દાતરડા લઈને આવે છે અને પકડેલા ઢોરને જબરદસ્તી છોડાવી જાય છે.



    આજે સવારે ગાંધીનગરમાં ઢોર પકડવા ગયેલી ટીમ સાથે મહિલાએ રીતસરની દાદાગીરી કરી હતી મહિલાએ હાથમાં દાતરડું લઈને ટીમ સાથે દાદાગીરી પણ કરી હતી અને હાથમાં દાતરડું લઇ તંત્રએ પકડીને બાંધેલી ગાય તરફ ધસી ગઇ હતી અને દાતરડાથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. એક સમયે મહિલાએ એટલું આક્રમક રુપ ધારણ કર્યું કે દાતરડું બતાવીને હુમલાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસના પ્રયત્નો છતાં મહિલાએ જાણે કે કોઈને ડર જ ન હોય એમ જબરદસ્તીથી ગાયને છોડાવી દીધી હતી.

    આ પણ વાંચો- તેલના સતત વધતા ભાવની અસર, ચોર હવે દુકાનમાંથી તેલના ડબ્બાની ઉઠાંતરી કરવા લાગ્યા

    ગાંધીનગરમાં બનેલી આ ઘટનામાં દાતરડાથી દોરડું કાપીને ગાય છૂટી કરી દે છે. જોકે દોરડું તૂટતા જ ગાય પોલીસ જવાનની પાછળ દોટ મુકી છે. આ જવાન માંડ કરીને પોતાનો જીવ બચાવીને ભાગે છે. ગાંધીનગરના ખ-3 સર્કલ પાસેની આ ઘટના છે.

    આ પણ વાંચો- ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યો 'તંદુરસ્ત નાગરિક-તંદુરસ્ત રાજ્ય' સંકલ્પપત્ર

    તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. અગાઉ સુરતના ગોડાદરા વિસ્તારમાં સુરત મનપાની દબાણખાતાની ટીમ પર ઢોર માલિકો અને મહિલાઓએ મળીને હિંસક હુમલો કર્યો હતો. મનપાની ટીમ જ્યારે ઢોર પકડવા ગઈ હતી તે દરમિયાન મનપાના કર્મચારીઓ પર હથિયારો વડે હુમલો કરતા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ હુમલામાં મહિલાઓ પણ હાથમાં હથિયારો લઇને મનપાની ટીમના કર્મચારીઓ પર તુટી પડી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cattle seized, Gandhinagar News, Stray Cattle, ગાંધીનગર પાલિકા, ગાંધીનગર મનપા

    विज्ञापन
    विज्ञापन