Home /News /gandhinagar /Gujarat Election 2022 : પાંચ રાજ્યોના ભાજપના કાર્યકરો ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરશે

Gujarat Election 2022 : પાંચ રાજ્યોના ભાજપના કાર્યકરો ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરશે

ગુજરાતની ચૂંટણી આવી રહી છે ત્યારે  પાંચ રાજ્યોના ભાજપના કાર્યકરોએ ચૂંટણી પ્રચારમાં આવશે.

રાજેસ્થાન,મધ્યપ્રદેશ,ઝારખંડ, મહારાષ્ટ્ર અને બિહાર ભાજપ ના કાર્યકરો ગુજરાત આવશે.

ગાંધીનગર: ગુજરાતની ચૂંટણી (Gujarat Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો તૈયારીમાં જોતરાઈ રહ્યા છે. દેશમાં કોઈપણ રાજ્યમાં ચૂંટણી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે, બીજા રાજ્યોના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને હોદેદારો ચૂંટણી વ્યવસ્થા અને માઈક્રો પ્લાનિગ માટે મદદરૂપ થવા જતા હોય છે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ પાંચ રાજ્યોના ભાજપના કાર્યકરોએ પ્રચાર પ્રસાર અને ચૂંટણી માઈક્રો પ્લાનિગમાં મદદ કરવા માટે આવશે. ઓગષ્ટ માસના બીજા સપ્તાહમાં આ કાર્યકરોએ ગુજરાત આવી જશે અને બુથ સ્તરની કામગીરી કરવા માટે લાગી જશે. આ કાર્યકરો આવે તે પહેલાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. સમગ્ર પ્રદેશમાં બીજા રાજ્યોમાંથી આવનાર તમામ હોદેદારો અને કાર્યકરો માટે રહેવા જમવાની વ્યવસ્થાનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

ભાજપના આ કાર્યકરોને ઝોન પ્રમાણે જવાબદારીઓ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાત ઝોનની જવાબદારી રાજેસ્થાન ભાજપના કાર્યકરોને આપવામાં આવી છે. રાજેસ્થાનમાં પણ જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ઉત્તર ઝોનના ભાજપના કાર્યકરોએ રાજેસ્થાન જતા હોય છે. તે જ રીતે મધ્ય ગુજરાત ઝોનની જવાબદારી મધ્યપ્રદેશ અને ઝારખંડ ભાજપના કાર્યકરોને આપવામાં આવી છે.

મધ્ય ઝોનમાં મોટા પ્રમાણમાં આદિવાસી વિધાનસભા બેઠકો આવી છે. એટલા માટે જ ભાજપ દ્વારા મધ્યપ્રદેશ અને ઝારખંડ ભાજપના કાર્યકરોને આ જવાબદારી આપવામાં આવી છે. તો દક્ષિણ ઝોનની જવાબદારી મહારાષ્ટ્ ભાજપને આપવામાં આવી છે. મહારાષ્ટ્ર ભાજપના કાર્યકરો દક્ષિણ ગુજરાતની વિધાનસભા બેઠકો પર ચૂંટણીલક્ષી કામગીરી કરશે. તો સૌરાષ્ટ્ ઝોનની જવાબદારી બિહાર ભાજપના કાર્યકરોને આપવામાં આવી છે. બિહાર ભાજપના સંગઠન મહામંત્રી વર્તમાન સમયમાં ભીખુભાઇ દલસાણીયા છે. ભીખુભાઇ પોતે સૌરાષ્ટ્ના છે અને પાટીદાર સમાજથી આવે છે. એટલા માટે સૌરાષ્ટ્ ની રાજનીતિ ને તેઓ ઝીણવટ પૂર્વક જાણે છે તે જ કારણોસર સૌરાષ્ટ્ ઝોન ની જવાબદારી બિહાર ભાજપ ને આપવામાં આવી છે.

ભાજપની હમેશા પરંપરા રહી છે કે, બીજા રાજ્યની ચૂંટણી આવે એટલે જે રાજ્યોમાં ચૂંટણી ન હોય તે રાજ્યના ભાજપના કાર્યકરો અને નેતાઓ એ ચૂંટણી પ્રચારમાં આવે ગુજરાત ભાજપના કાર્યકરો અને નેતાઓને પણ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજેસ્થાન, મહારાષ્ટ્,ઝારખંડ અને હૈદરાબાદ ની ચૂંટણી કામગીરીમાં જોડાયા હતા હવે જ્યારે ગુજરાતની ચૂંટણી આવી રહી છે ત્યારે  પાંચ રાજ્યોના ભાજપના કાર્યકરોએ ચૂંટણી પ્રચારમાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat BJP, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन
विज्ञापन