ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ મોટાભાગે સ્પષ્ટ થઇ ગયું છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ભુપેન્દ્ર પટેલ કમલમમાં આવીને મીડિયા સાથે પ્રેસ વાર્તા કરી છે. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ ઉપરાંત તેમણે કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમની પણ વાત કરી હતી.
જેમાં સી.આર પાટીલે જણાવ્ચુ હતુ કે, ગુજરાતની જનતાનાં આશીર્વાદથી ભાજપનો વિજય થયો છે. પ્રદેશમાં પ્રચંડ બહુમતથી રાજ્યમાં ફરીથી સરકાર બનાવવાનો સંકલ્પ સિદ્ધ થયો છે. પીએમ મોદી આ વિજયનાં શિલ્પકાર છે. તેમણે ન માત્ર જનસભા કરી પરંતુ સાથે ભવ્ય રોડ શો પણ કર્યો છે. આ સાથે સી.એમ પટેલનો પણ આભાર માનું છું.
આ સાથે તેમણે જણાવ્યુ કે, અન્ય પક્ષોએ પણ ગુજરાતમાં આવીને મોટા મોટા વાયદા કર્યા કારણ કે તેમને ખબર છે કે, અહીં તેઓ જીતવાનાં નથી.