Home /News /gandhinagar /Gujarat BJP: ભાજપ પૂર્વ મીડિયા કન્વેનર કિશનસિંહ સોલંકી 6 વર્ષ માટે સસ્પેન્ડ, ભગવંતમાન સાથે ફોટો કર્યો હતો શેર

Gujarat BJP: ભાજપ પૂર્વ મીડિયા કન્વેનર કિશનસિંહ સોલંકી 6 વર્ષ માટે સસ્પેન્ડ, ભગવંતમાન સાથે ફોટો કર્યો હતો શેર

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચનાથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અમદાવાદ જીલ્લાના કિશનસિંહ સોલંકીને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચનાથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અમદાવાદ જીલ્લાના કિશનસિંહ સોલંકીને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

    ગાંધીનગર: ભાજપના પૂર્વ મીડિયા કન્વેનર કિશનસિંહ સોલંકીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  ભાજપ દ્વારા જણાવાયેલા કારણ પ્રમાણે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, તેમણે પંજાબના સીએમ ભગવંત માન સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

    અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચનાથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અમદાવાદ જીલ્લાના કિશનસિંહ સોલંકીને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.


    ગુજરાતના અન્ય સમાચાર


    વડાદરાની યુવતીનો વીડિયો વાયરલ


    રાજ્યભરમાં હાલ નવરાત્રીની મોસમ જામી છે. યુવાનથી માંડીને મોટી ઉંમરના લોકો ગરબાના રંગમાં રંગાયા છે. ત્યારે વડોદરાનું યુનાઇટેડ વે ફરીથી વિવાદમાં સપડાયું છે. યુનાઇટેડ વેના ગરબા આખા વિશ્વમાં જાણીતા છે. ત્યારે ત્યાંની નવરાત્રીનો એક વીડિયો હાલ વાયરલ થયો છે જેમાં એક યુવતી મોંમાંથી ધુમાડો ઉડાવતી દેખાય છે. આ વીડિયો વાયરલ થતા લોકોનો રોષ સામે આવ્યો છે. ચર્ચા થઇ રહી છે કે, ગરબા રમતી વખતે ઇ - સિગારેટથી ધુમ્રપાન કર્યુ છે. નવરાત્રીની શરૂઆતમાં વડોદરાનાં પ્રખ્યાત યુનાઇટેડ વેના ગ્રાઉન્ડ પર પથ્થરોના કારણે વિવાદ સર્જાયો હતો. જે માંડ માંડ શાંત થયો છે ત્યારે નવા વિવાદે જન્મ લીધો છે. ગરબા રમતી વખતે યુવતીના ધુમાડા કાઢતો વીડિયો સામે આવતા ગરબાનાં આયોજકો અને યુવતી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. અમે ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયોની પુષ્ટી નથી કરતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat BJP, ગાંધીનગર, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन