Home /News /gandhinagar /Gujarat Elections: આ બેઠકો પર ભાજપને નથી મળી ક્યારેય જીત, શું આ વખતે 'ગૌરવ યાત્રા' સફળ થશે!

Gujarat Elections: આ બેઠકો પર ભાજપને નથી મળી ક્યારેય જીત, શું આ વખતે 'ગૌરવ યાત્રા' સફળ થશે!

શું આ વખતે 'ગૌરવ યાત્રા' સફળ થશે!

Gujarat Elections 2022: ગુજરાતમાં વિધાનસભાની એક ડઝન બેઠકો એવી છે, જ્યા ભાજપ આટલા વર્ષોથી શાસનમાં હોવા છતા પણ જીત મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. જો કે, રાજ્યમાં લગભગ ચાર ડઝન બેઠકો એવી પણ છે, જ્યાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ જીતની રાહ જોઈ રહી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયેલુ છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભાજપ કોંગ્રેસન વચ્ચે જ ચૂંટણી થતી આવી છે. જ્યારે ગુજરાતમાં ઘણી એવી બેઠકો છે, કે જ્યા ભાજપ કે કોંગ્રેસ જીત નથી મળવી શકી. ગુજરાતમાં વિધાનસભાની એક ડઝન જેટલી બેઠકો એવી છે જ્યા છેલ્લા ઘણા સમયથી ભાજપ સત્તામાં હોવા છતા પણ જીત નથી મેળવી શક્યું. જો કે, આ જ સમયગાળામાં રાજ્યમાં લગભગ ચાર ડઝન બેઠકો એવી છે જ્યાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ જીતની રાહ જોઈ રહી છે.

આ બેઠકો પર ભાજપને ક્યારેય જીત નથી મળી


ચૂંટણીપંચની વેબસાઈટ પરથી મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 1998 થી 2017 સુધી યોજાયેલી પાંચ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જે બેઠકોને જીતી નથી શકી. તેમાં બનાસકાંઠા જિલ્લાની દાંતા, સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, અરવલ્લીમાં ભિલોડા, રાજકોટની જસદણ અને ધોરાજી, ખેડા જિલ્લાની મહુધા, આણંદની બોરસદ, ભરૂચની ઝઘડિયા અને તાપી જિલ્લાની વ્યારા બેઠકનો સમાવેશ થાય છે. જેમાંથી દાંતા, ખેડબ્રહ્મા, ઝગડિયા અને વ્યારા અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો છે, જ્યારે જસદણ, ધોરાજી, મહુધા અને બોરસદ સામાન્ય કેટેગરીમાં આવે છે.

આ પણ વાંચો: માધવસિંહ સોલંકીનો 149 સીટોનો રેકોર્ડ તોડવા ભાજપની તાબડતોડ તૈયારી

કપરાડામાં કોંગ્રેસથી લગાતાર હાર્યુ ભાજપ


વલસાડ જિલ્લાની કપરાડા પણ એક આવી જ અનામત 'અનુસૂચિત જનજાતિ'ની બેઠક છે, જ્યા 1998 પછી યોજાયેલી એકપણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતી થઈ શકી નથી. આ બેઠક 2008ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસના જીતુભાઈ હરીભાઈ ચૌધરી જીત્યા હતા. સીમાંકન પહેલા આ બેઠક મોટા પોંઢાના નામે જાણીતી હતી. કપરાડા બેઠક 2008માં તેના મોટા ભાગના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને 1998થી આ બેઠક પર કોંગ્રેસનો કબજો યથાવત રહ્યો છે.

એસસી/એસટી બેઠક જીતવા ભાજપ નબળું રહ્યું


ભાજપ જે બેઠકો જીતી શક્યું નથી તેમાંથી મોટાભાગની બેઠકો અનુસૂચિત જનજાતિ વર્ગ માટેની અનામત બેઠકો છે. ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ માટે 27 અને અનુસૂચિત જાતિ માટે 13 બેઠકો અનામત રાખવામા આવેલી છે. આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાવવા આતુર, કહ્યુ - સોનિયા અને રાહુલ મને બોલાવશે...

આ બેઠકો પર કોંગ્રેસ હંમેશા કમજોર સાબિત થયું


ગુજરાતમાં નેવુના દાયકાથી ભાજપનો દબદબો યથાવત છે. અને 1995 પછીથી આજ સુધી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન 2017ને છોડીને ખુબ જ ખરાબ રહ્યું છે. આ દરમિયાન ચાર ડઝન બેઠકો એવી છે, જ્યા તે ક્યારેય જીતી શક્યું નથી. જેમાં મુખ્ય અમદાવાદ જિલ્લાની દસક્રોઈ, સાબરમતી, એલિસ બ્રિજ, અસારવા, મણીનગર અને નરોડા; સુરત જિલ્લાની માંડવી, માંગરોલ, ઓલપાડ, મહુવા અને સુરત ઉત્તર; વડોદરા જિલ્લાની વડોદરા, રાવપુર અને વાધોડિયા; નવસારી જિલ્લાની નવસારી, જલાલપુર અને ગણદેવી; ભરૂચ જિલ્લાની અંકલેશ્વર; ખેડા જિલ્લાની નડિયાદ, પંચમહાલની સહેરા, સાબરકાંઠાની ઈડર, મહેસાણાની વિસનગર, બોટાદ જિલ્લાની બોટાદ, જુનાગઢ જિલ્લાની કેશોદ, પોરબંદર જિલ્લાની કુતિયાના, રાજકોટ જિલ્લાની ગોંડલ અને સુરેન્દ્રનગર જિલ્લાની વઢલવાણ બેઠક મુખ્ય છે.

2017માં કોંગ્રેસે ભાજપને આ બેઠકો પર જોરદાર ટક્કર આપી હતી


આટલા લાંબા સમયથી સત્તામાં હોવા છતાં જે રીતે ભાજપ ગુજરાતના મોટાભાગના શહેરી વિસ્તારોમાં એકતરફી જીત મેળવી રહ્યું છે. તેવા જ પ્રકારે રાજ્યની અનામત બેઠકો પર જીત મેળવામાં સફળતા નથી મેળવી શક્યું. જ્યારે કોંગ્રેસે સત્તાથી દૂર હોવા છતાં પણ ભાજપને આ બેઠકો પર જોરદાર ટક્કર આપી છે. અને કદાચ આ જ કારણ હોઈ શકે કે ભાજપે જે પાંચ જિલ્લામાં 'ગુજરાત ગૌરવ યાત્રા'ના રૂટની પસંદગી કરી છે. તેમાં આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 'ભાજપની ભરોસાની ભેંસે ભય, ભુખ અને ભ્રષ્ટાચારનો પાડો જણ્યો છે': કોંગ્રેસ

'ખામ' રીતથી કોંગ્રેસે 1985માં 149 બેઠકો પર જીત મેળવી હતી


1985માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 149 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસની આ સફળતાનું કારણ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમોને એકસાથે લાવવાની 'ખામ' રીત કામ લાગી હોવાનું માનવામાં આવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કુલ 99 બેઠકો પરથી જીત મળી હતી. જેમાં નવ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને સાત બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો પર જીત મેળવી હતી. જેમાંથી 15 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને પાંચ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત હતી.
First published:

Tags: Assembly Election, BJP Vs Congress, Gujarat Assembly Election, Gujarat Assembly Elections 2022, Gujarat Elections