Home /News /gandhinagar /ગુજરાત ચૂંટણી: ભાજપે જાહેર કરી ઉમેદવારોની વધુ એક યાદી, હજી માંજલપુર બેઠકનું કોકડું ગુંચવાયેલું

ગુજરાત ચૂંટણી: ભાજપે જાહેર કરી ઉમેદવારોની વધુ એક યાદી, હજી માંજલપુર બેઠકનું કોકડું ગુંચવાયેલું

ભાજપની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે.

BJP candidates Election: આ એક બેઠક પર પણ ઉમેદવારોનું નામ આજ રાત સુધીમાં જાહેર થઇ શકે છે. નોંધનીય છે કે, ભાજપ દ્વારા 182માંથી 181 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  અમદાવાદ: ગુજરાત ચૂંટણી પહેલા ભાજપે વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હજી, એક માંજલરપુર બેઠક પરનું કોકડું ગુંચવાયેલું છે. મળતી માહિતી પ્રમાણે, આ એક બેઠક પર પણ ઉમેદવારોનું નામ આજ રાત સુધીમાં જાહેર થઇ શકે છે. નોંધનીય છે કે, ભાજપ દ્વારા 182માંથી 181 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

  ભાજપે ત્રણ ઉમેદવારોનાં નામ જાહેર


  ભાજપે ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે ખેરાલુથી સરદારભાઈ ચૌધરી, માણસાથી જયંતિભાઈ પટેલ અને ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપવામાં આવી છે.
  બેઠકઉમેદવારનું નામ
  ખેરાલુસરદારભાઈ ચૌધરી
  માણસાજયંતિભાઈ પટેલ
  ગરબાડામહેન્દ્ર ભાભોર

  આ પણ વાંચો: હાર્દિક પટેલ પાસે માત્ર 61 લાખ

  1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


  ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

  ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


  ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन