Gujarat CM Oath-Taking: શપથવિધિ પહેલાની રવિવારની રાત્રે કેટલાક MLAને મંત્રીપદ માટે ફોન આવ્યો હતો. જેમાં ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, જગદીશ પંચાલને ફોન આવ્યો હતો.
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે, સોમવારે (12 ડિસેમ્બર, 2022) ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડમાં બપોરે 2.00 વાગે શપથવિધિ સમારોહ યોજાશે. ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 22થી 25 મંત્રીઓ હોઈ શકે છે. જોકે, રાતે કેટલાક ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન પણ આવી ગયા હતા.
આ ધારાસભ્યોને આવ્યા ફોન
રવિવારની રાત્રે કેટલાક MLAને મંત્રીપદ માટે ફોન આવ્યો હતો. જેમાં ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, જગદીશ પંચાલને ફોન આવ્યો હતો. આ ઉપરાંત બચુભાઈ ખાબડ, કુબેર ડિંડોર, પરુષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, મુળુભાઈ બેરા, ભીખુસિંહ પરમાર, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી બાવળિયાને મંત્રી પદ માટે રાત્રે ફોન આવ્યો હતો.
જોકે, મળતી માહિતી પ્રમાણે ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળ માટે હજી અન્ય મંત્રીઓને પણ ફોન આવી શકે છે. માનવામાં આવી રહ્યુ હતુ કે, જ્ઞાતિવાદી સમીકરણો ધ્યાનમાં રાખીને આ મંત્રીમંડળ તૈયાર થયું હોય શકે છે.
જેમાં 7 પાટીદાર અને 3 મહિલા ચહેરાને સ્થાન મળી શકે છે. જેમાં ત્રણ SC, ચાર ST તેમજ છ OBC સમુદાયનું મંત્રીમંડળ રચાય તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી હતી. એક બ્રાહ્મણ ,એક ક્ષત્રિય અને એક જૈન ધારાસભ્યનો મંત્રી મડળમાં સમાવેશ થઇ શકે છે.
ગુજરાત સરકારની શપથ વિધિ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અને અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીને આમંત્રણ આપવાામં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે. પી. નડ્ડા, સ્મૃતિ ઈરાની, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મધ્યપ્રદેશ, સિક્કિમ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડનનાં મુખ્યમંત્રી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, ઓમ માથુર સહિતના નેતાઓ શપશ વિધિ સમારોહમાં હાજર રહી શકે તેવી શક્યતા છે.