Home /News /gandhinagar /ભુપેન્દ્ર પટેલની નવી ટીમનું વિશ્લેષણ: ચાર પાટીદાર, સાત OBC,બે ST,એક SC મંત્રીનો સમાવેશ
ભુપેન્દ્ર પટેલની નવી ટીમનું વિશ્લેષણ: ચાર પાટીદાર, સાત OBC,બે ST,એક SC મંત્રીનો સમાવેશ
દાદાની દમદાર ટીમ
Gujarat New Cabinet Minister List 2022: ટીમ ભૂપેન્દ્ર પટેલમાં સૌથી યુવાન મંત્રી હર્ષ સંઘવી છે અને માત્ર એક જ મહિલા મંત્રી ભાનુબહેન બાબરિયાને સ્થાન મળ્યું છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે ભુપેન્દ્ર પટેલે બીજીવાર ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં શપથ લીધા છે. ગુજરાતનાં 18માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નવી ટીમમાં 16 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 8 રાજ્યકક્ષાનાં મંત્રીઓ અને 8 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ટીમમાં બે મંત્રીઓ હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.
ચાર પાટીદાર નેતઓનો સમાવેશ
ટીમ ભૂપેન્દ્ર પટેલમાં સૌથી યુવાન મંત્રી હર્ષ સંઘવી છે અને માત્ર એક જ મહિલા મંત્રીને સ્થાન મળ્યું છે. જ્યારે ટીમ ભૂપેન્દ્રમાં સૌથી ઉંમરલાયક મંત્રી કનુભાઈ દેસાઈ છે. કેબિનેટ મંત્રીઓમાં સૌથી વધુ રાજકોટના બે મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જોવામાં આવે તો, મંત્રી મંડળના 17 સભ્યો પૈકી ચાર પાટીદાર મંત્રીઓ છે.
જગદીશ પંચાલ, હર્ષ સંઘવી સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યા છે.
આ સાથે ટીમનું જાતિગત વિશ્લેષણ કરવામાં આવે તો, ત્રણ કડવા પાટીદાર, એક લેઉઆ પાટીદાર મંત્રી, સાત OBC,બે ST,એક SC મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે મંત્રીમંડળમાં એક ક્ષત્રિય, એક જૈન, એક અનાવિલ બ્રાહ્મણને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના પાંચ MLAનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં મધ્ય ગુજરાતના બે MLAનો સમાવેશ થયો છે.
જિલ્લા પ્રમાણેની વાત કરીએ તો, મંત્રીમંડળમાં સૌથી વધુ સુરતના જિલ્લાના ચાર MLA, અમદાવાદ, રાજકોટ જિલ્લાના 2-2 MLAનો સમાવેશ થયો છે. આપને જણાવીએ કે, જૂની સરકારના મંત્રીમંડળમાં 25 મંત્રીઓ હતા.
જેમાંથી માત્ર સાત એમએલએ નવી સરકારમાં ફરીવાર મંત્રી બન્યા છે. એટલે 18 જૂના મંત્રીઓને લીધા નથી. રૂપાણી સરકારમાં માત્ર એક મહિલા સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસ છોડીને આવેલા ચાર મંત્રીઓને નવી ટીમમાં સમાવવામાં આવ્યા છે.