દરમિયાન ભારત બંધ અંતર્ગત ખેડૂતો સાંજે ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે જઈ રહ્યા છે. અમિત શાહ સાથે થોડી જ વારમાં 13 ખેડૂત નેતાઓ મુલાકાત કરશે.
18:27 (IST)
ભારત બંધના અનુસંધાનમાં કૉંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારને આડે હાથે લેતા ટ્વીટ કર્યુ હતુું. ધાનાણીએ લખ્યું આ કાયદો કોરોના કરતા પણ ખતરનાક
18:26 (IST)
16:12 (IST)
આજે સાંજે સાત વાગ્યે દેશના ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી બોર્ડર પર વિરોધ કરતા ખેડૂતોને મળશે. ખેડૂતો સાથે શાહની મંત્રણાને ખૂબ અગત્યની માનવામાં આવે છે. કિસાન નેતા ટિકેતે હાલમાં ગાજીપુર બોર્ડર શરૂકરાવી છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ એ દાવો કર્યો છે કે હરિયાણાની ભાજપ જજપા સરકાર જનતાના સમર્થન અને વિધાનસભા અંદર બહુમતી ગુમાચી ચૂકી છે. વહે ત્યાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ.
કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલાં આંદોલનનો આજે 13મો દિવસ છે. ખેડૂતોએ 8મી ડિસેમ્બરે, એટલે આજે ભારત બંધ રાખવાનું એલાન કર્યું છે. જેને ગુજરાતમાં પણ કંઇક અંશે સમર્થન મળ્યું છે. જેમા ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. બંધના પગલે રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન કોૃંગ્રેસના નેતાઓની અટકાયતોનો દોર ચાલતો રહ્યો હતો. અમરેલીમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોલીસને એક કલાક ગામ આખામાં દોડાવી એ દૃશ્યો સમગ્ર દિવસ દરમિયાન છવાયેલા રહ્યા હતા.