Home /News /gandhinagar /

Gandhinagar: Bank of Baroda એ એક લોકર ત્રણ વ્યક્તિઓને આપી દીધુ; કેસ કોર્ટમાં જતા આવ્યો આવો ચૂકાદો, લોકર રાખતા લોકોએ વાંચવા જેવો કિસ્સો

Gandhinagar: Bank of Baroda એ એક લોકર ત્રણ વ્યક્તિઓને આપી દીધુ; કેસ કોર્ટમાં જતા આવ્યો આવો ચૂકાદો, લોકર રાખતા લોકોએ વાંચવા જેવો કિસ્સો

બેંક

બેંક લોકર (પ્રતીકાત્મક તસવીર)

વિધાનસભા શાખામાં વર્ષ 1993થી B 568 નંબરનું બેંક લોકર ધરાવતા હતા અને નિયમિતપણે તેનો ચાર્જ પણ ભરતા હતા. જોકે, વર્ષ 2014માં જ્યારે તેઓ બેંક લોકર ઓપરેટ કરવા ગયા ત્યારે કોઈક ખામીનાં કારણે તેમનું લોકર ખુલ્યું નહોતું.

    Abhishek Barad, Gandhinagar: અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ સોલંકી અને તેમના પત્ની બેંક ઓફ બરોડા (Bank of Baroda), વિધાનસભા શાખામાં વર્ષ 1993થી B 568 નંબરનું બેંક લોકર ધરાવતા હતા અને નિયમિતપણે તેનો ચાર્જ પણ ભરતા હતા. જોકે, વર્ષ 2014માં જ્યારે તેઓ બેંક લોકર ઓપરેટ કરવા ગયા ત્યારે કોઈક ખામીનાં કારણે તેમનું લોકર ખુલ્યું નહોતું. જેની તેમણે બેન્કના અધિકારીને જાણ કરી.

    બેંક ઓફ બરોડા (Bank of Baroda)નાં અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે તેમના લોકરની તપાસ ગોદરેજ કંપનીના ટેકનિશિયન પાસે કરાવવી પડશે. આ પછી ગોદરેજ કંપનીના ટેકનિશિયન આવ્યા અને તેમણે પણ લોકર ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનાથી પણ આ લોકર ખુલ્યું નહીં. અંતે તેમના લોકરને તોડવું પડ્યું.જો કે, જ્યારે તેમણે લોકર તોડીને અંદર જોતા તો જે રોકડ અને ઝવેરાત હતા તે ગૌતમભાઈ સોલંકીના નહોતા. આ પછી તપાસ કરતા ખબર પડી કે, તેમનું લોકર તો કોઈ વિજયભાઈ નામના વ્યક્તિ ઓપરેટ કરે છે.



    આ બાબતની આગળ વધુ તપાસ કરતા ખ્યાલ પડ્યો કે, તેમનું લોકર B 568 અમુક સમય પહેલા 468 લોકર તોડવાને બદલે ભુલથી B 568 રોકડ તોડવામાં આવેલુ હતુ. લોકર નંબર 468 ઓપરેટ કરનાર વ્યક્તિ આ કિંમતી સામાન લઈને નાસી છૂટ્યો હતો. ત્યારબાદ બેંકના અધિકારીઓને આ બાબત ધ્યાનમાં આવેલી નહીં અને આ બાબતની કોઈપણ ફરિયાદ કરવામાં પણ આવેલી નહીં.



    લોકર નંબર B 568 ધરાવનાર વ્યક્તિ ગૌતમભાઈ સોલંકી દ્વારા આ બાબતની ગ્રાહક સુરક્ષા, ગાંધીનગર ખાતે 2020માં કેસ કરવામાં આવ્યો. ત્યારબાદ કોરોનાના કારણે આ કેસની આગળ કાર્યવાહી થઈ શકેલ નહીં.



    આ પણ વાંચો: માતા માટે બે પુત્રો એવા બાખડ્યા કે, કોર્ટે 86 વર્ષની માતાને હાજર રહેવા કર્યો આદેશ

    હાલમાં જ આ કેસનો ચુકાદો ફરિયાદી ગૌતમભાઈ સોલંકીની તરફેણમાં આવ્યો અને કોર્ટે બેંક ઓફ બરોડાને આદેશ કર્યો કે તે ગૌતમભાઈ સોલંકીને 18 લાખ રૂપિયા, માનસિક ત્રાસના 2.5 લાખ રૂપિયા અને ખર્ચ પેટે 25 હજાર રૂપિયા આપે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bank of baroda, Consumer court, ગાંધીનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन