Home /News /gandhinagar /લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, હુકમનો ભંગ કરનાર વિરૂદ્ધ કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી

લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, હુકમનો ભંગ કરનાર વિરૂદ્ધ કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી

હુકમનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી

Election: સમગ્ર ગાંધીનગર જિલ્લા મહેસૂલી વિસ્તારમાં બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. લેખિત ૫૨વાનગી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે, તો તમામ ઉપકરણો જપ્ત કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: સમગ્ર ગાંધીનગર જિલ્લા મહેસૂલી વિસ્તારમાં બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. લેખિત ૫૨વાનગી વગર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે, તો લાઉડ સ્પીકર સહિતનાં તમામ ઉપકરણો જપ્ત કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં સામાન્ય લોકોને પરેશાની ન થાય તે માચે થઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ગાંધીનગર દ્વારા મહત્વનો નિર્ણય


આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી દરમ્યાન ગાંધીનગર શહેર-જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ પેદા ન થાય તેમજ સામાન્ય નાગરિકોની શાંતિમાં ખલેલ ન પહોંચે, તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ગાંધીનગર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ગાંધીનગર દ્વારા જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અલ્પેશ ઠાકોરે કહ્યું - ‘મારી લાગણી છે કે CM ઠાકોર સમાજના બને’

લાઉડ સ્પીકરોના કારણે ધ્વનિ પ્રદૂષણ પેદા થાય છે


આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરત જોષી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આગામી તારીખ 05મી ડિસેમ્બર, 2022ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીયપક્ષોના ઉમેદવારો, કાર્યકર્તાઓ, અપક્ષ ઉમેદવારો, ચૂંટણી એજન્ટો, સમર્થકો દ્વારા ચૂંટણી પ્રચાર ઝૂંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે. પ્રચાર માટે ઊંચા અવાજે લાઉડ સ્પીકરોના ઉપયોગના કારણે ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ પેદા થાય છે. સામાન્ય જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવાનું જરૂરી છે.

તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે


જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા બાદ જ સવારના 06:00 કલાકથી રાતના 10:00 કલાક સુધી કરી શકાશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા મોટર વ્હિકલ એકટ હેઠળના સક્ષમ અધિકારીની નિયમાનુસા૨ની ૫રવાનગી મેળવ્યા સિવાય કોઈપણ પ્રકારના વાહન પર ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર મૂકી શકાશે નહીં. આવી પરવાનગી મેળવેલાં વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે પ્રથમ નિયત નમૂનામાં અરજી કરીને સંબંધિત ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી વાહન પરમીટ લેવાની રહેશે તેમજ વાહન પરમીટના હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, મોહનસિંહ રાઠવા ધારણ કર્યો કેસરિયો

આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે


આ ઉપરાંત, કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે ૫૨વાનગી મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. લેખિત ૫૨વાનગી વગ૨ કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે, તો ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર તથા લાઉડ સ્પીકર મૂકવા માટે ઉપયોગમાં લેવાયેલાં તમામ સાધનો જપ્ત ક૨વામાં આવશે. કોઈપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત ક૨વામાં આવેલ સમયના 48 કલાક પહેલાંના સમયગાળા દરમ્યાન કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો અમલ તારીખ 10/12/2022 સુધી ક૨વાનો રહેશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election 2022, Gujarat Assembly Election 2022, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन