Home /News /gandhinagar /

Gandhinagar: આઝાદી કા અમૃત મહોત્સવ: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના રંગમાં રંગાશે શહેરીજનો; અહી યોજાશે સંગીત કાર્યક્રમ

Gandhinagar: આઝાદી કા અમૃત મહોત્સવ: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના રંગમાં રંગાશે શહેરીજનો; અહી યોજાશે સંગીત કાર્યક્રમ

14 ઓગસ્ટ સાંજે 7:00 કલાકે સુરીલો સંગીત કાર્યક્રમનું આયોજન

75માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૂરીલા સંગીત કાર્યક્રમનું આયોજન સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે.14 ઓગસ્ટની સાંજે 7:00 વાગ્યે પનઘટ ગૃપના કલાકારો દ્વારા સંગીતમય રીતે ઉજવવામાં આવશે.

વધુ જુઓ ...
  Abhishek Barad, Gandhinagar: ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના અનુસંધાને સમગ્ર દેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવવામાં આવી રહ્યો છે. 75માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૂરીલા સંગીત કાર્યક્રમનું આયોજન સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે.

  75માં સ્વતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સૂરિલા સંગીત કાર્યક્રમનું આયોજન

  સમગ્ર દેશ અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવમાં રંગાયો છે. સરકાર, તંત્ર, વિવિધ સંસ્થાઓથી માંડીને અનેક લોકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. હાલમાં 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશવાસીઓ ઘરે ઘરે તિરંગા લગાવીને ઉજવણી કરવાના છે.  આ મહોત્સવ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 75માં સ્વતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સૂરિલા સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવશે. જેમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે.

  સાંજે 7:00 વાગ્યે પનઘટ ગૃપના કલાકારો દ્વારા સંગીત રજૂ કરવામાં આવશે

  તારીખ 14 ઓગસ્ટની સાંજે 7:00 વાગ્યે પનઘટ ગૃપના કલાકારો દ્વારા આઝાદીના અમૃત મહોત્સવને સંગીતમય રીતે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરહિતેષભાઇ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્થાયી સમિતિના ચેરમેન જશવંતભાઇ પટેલ, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ, તેમજ ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય શંભુજી ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમના ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ વડે સાંસ્કૃતિક કાર્યક્રમનો રસપાન કરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તમામ નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Celebrations, Independence day, ગાંધીનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन