Home /News /gandhinagar /ગુજરાતમાં અહીં યોજાશે 'આયુષ મેળો,' જાણો કેવી કેવી મળશે સુવિધા

ગુજરાતમાં અહીં યોજાશે 'આયુષ મેળો,' જાણો કેવી કેવી મળશે સુવિધા

જિલ્લા કક્ષાનો આયુષ મેળો તારીખ 07 જાન્યુઆરીના યોજાશે.

જિલ્લા કક્ષાનો આયુષ મેળો તારીખ 07 જાન્યુઆરીના યોજાશે. અગ્નિકર્મ, રક્તમોક્ષણ, મર્મ ચિકિત્સા, દંતોત્પટન, પંચકર્મ, ગર્ભ સંસ્કાર, ચામડીના રોગો, સ્ત્રી રોગો, બાલરોગો, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર જેવા રોગોની નિષ્ણાતો દ્વારા સારવાર અપાશે. 

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: આયુર્વેદ કોલેજ અને કોલવડા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આગામી સાતમી જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાના આયુષ મેળાનું આયોજન કલોલના ભારત માતા ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું છે.
આ મેળાનો આરંભ સવારના ૮.૦૦ કલાકે થશે.  આ મેળાના આરંભે સવારે ૦૮:૦૦ થી ૦૮:૪૫ કલાકે યોગ શિબિર , ૦૮:૩૦ થી ૦૯:૧૫ દરમ્યાન પ્રભાત ફેરી તથા સાંજે ૪:૦૦ થી ૬:૦૦ દરમ્યાન આયુષ થીમ પર ભવાઈ, ડાયરો, નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળામાં ખાસ આકર્ષણોમાં આયુષ થીમ પર ફુડ સ્ટોલ , આયુર્વેદિક ઔષધિય પીણા અને વાનગીના સ્ટોલ પણ ઉભા કરાયા છે. કેમ્પમાં પ્રથમ ૧૦૦ દર્દીઓનું નાડી પરીક્ષણ નિષ્ણાત નાડી વૈધ રાકેશ ભટ્ટ , વૈધ દેવાનદ પંડિત , વૈધ મીના ઠાકર દ્વારા કરવામાં આવશે.
જેના માટે https://forms.gle/L17iep8VD1kLu1V9  પર રજીસ્ટ્રેશન કરાવવુ જરુરી છે.
આ પણ વાંચો: પતિના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત

સાંધાના દુખાવા, ગઠિયો વા, કમરનો દુખાવામાં પંચધાતુ શલાકા દ્વારા સારવાર,
રક્તમોક્ષણ, ચામડીના રોગો, દુખાવો, લોહીનો બગાડ,  સાંધાનો દુખાવો , માથાનો દુખાવો જેવી તકલીફોમાં એક્યુપંક્ચરની સોંયથી સારવાર,
અસાધ્ય રોગોમાં શરીરના ખાશ પોઈંટ(મર્મ) ને અંગુઠા આંગળીથી દબાવી કોઈ પણ જાતની દવા વગર ઈલાજ કરવામા આવશે.

પંચકર્મ- નિષ્ણાત દ્વારા આયુર્વેદ અનુસાર શુદ્ધિ માટેની પ્રક્રિયાઓ વમન,વિરેચન, અનુવાસન, બસ્તિ,આસ્થાપન બસ્તિ, નસ્ય વગેરે અંગે માર્ગદર્શન  અપાશે.

આ પણ વાંચો: ગુજરાત કેડરના IPS બન્યા

દંપતીને સ્વસ્થ બાળક માટે ગર્ભધાન પહેલાં તથા ગર્ભાવસ્થા દરમિયાન ખાસ આયુર્વેદિક દવાઓ અને જીવન શૈલી વિશે માર્ગદર્શન આપવામાં આવશે.
ચામડીના રોગો,સ્ત્રી રોગો , બાલરોગો, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર જેવા તમામ રોગોની નિષ્ણાતો દ્વારા સારવાર આપવામાં આવશે.

પ્રક્રૃતિ પરિક્ષણ – તમામ શરિરની તસીર ‌, કોઠા પ્રકૃતિને જાણી આહાર વિહાર અંગે માર્ગદર્શન , શરિરની રોગ પ્રતિરોધક શક્તિ વધારવા હર્બલ ટી વિતણ , સુગર અને બ્લડ પ્રેશર ચેક અપ , બાળકોની બુધ્ધિ શક્તિ અને રોગપ્રતિકારકતા વધારવા માટે સુવર્ણ પ્રાસન જેવી સુવિધાઓ આ શિબિરમાં ઉપલબ્ધ થશે.શિબિર દરમ્યાન હોમિયોપેથીને જાણો ‌વિષય પર વક્તવ્ય પણ અપાશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: કલોલ, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन