Home /News /gandhinagar /વિધાનસભા અધ્યક્ષ શંકર ચોધરીએ કેમ જાહેર મંચ પરથી માફી માંગી? જાણો હકીકત
વિધાનસભા અધ્યક્ષ શંકર ચોધરીએ કેમ જાહેર મંચ પરથી માફી માંગી? જાણો હકીકત
વિધાનસભા અધ્યક્ષ શંકર ચોધરી
Shankar Chaudhary: ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકાના સોલૈયા ખાતે વિશ્વ આંજણા ચૌધરી સમાજનું મહા સંમેલન આયોજન કરાયું હતું. આ મહા સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી , ચૌધરી સમાજના ધારાસભ્ય, સાસંદો અને સમગ્ર વિશ્વ ભરમાંથી ચૌધરી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકાના સોલૈયા ખાતે વિશ્વ આંજણા ચૌધરી સમાજનું મહા સંમેલન આયોજન કરાયું હતું. આ મહા સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી , ચૌધરી સમાજના ધારાસભ્ય, સાસંદો અને સમગ્ર વિશ્વ ભરમાંથી ચૌધરી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ઘણા લાંબા સમય બાદ ચૌધરી સમાજનું મહા સંમેલન મળ્યું હતું. એન.આર.આઇ અને સોલૈયા ગામના વતની રમણભાઇ ચૌધરીના દ્વારા મહા સંમેલનનું આયોજન કરાયું હતું. તેમજ ચૌધરી સમાજના આગેવાન વિપુલ ચૌધરી પણ મંચ પર જોવા મળ્યા હતા.
જાહેર મંચ પરથી શંકર ચૌધરનું મોટુ નિવદેન
ચૌધરી સમાજના મહા સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષ અને રાજકિય રીતે ચૌધરી સમાજનું મોટું નામ એવા શંકર ચૌધરી પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જાહેર મંચ પરથી શંકર ચૌધરીએ મોટુ નિવદેન આપી પોતાના વિરોધીઓને જાહેરમાં ચેતવણી પણ આપી હતી. અને સાથે સાથે સમાજની માફી પણ માંગી હતી. શંકરભાઇ ચૌધરીના નિવેદન પરથી રાજકિય ગરમાવો આવી ગયો છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘આજે સમાજની અહીં હાજર છે. સૌ કોઇ મને જીતાડવા પ્રાર્થના કરી છે તેમજ મદદ કરી છે, સૌ કોઇ સમાજના લોકોનો હું આભાર માની રહ્યો છું. તમામ ચૌધરી સમાજનો એક એક વ્યક્તિ કહેતો હતો કે મારો શંકર ચૌધરી ચૂંટણી જીતવો જોઇએ. આજે જાહેરમાં મહેસાણા જનતાને માફી માંગવી છે. કારણ કે, વિધાનસભા ચૂંટણીમાં મહેસાણાથી કોઇ આવ્યું હતું. પૈસા લઇને મને હરાવવા માટે, પણ મહેસાણા વાળાઓને પૈસા સાથે મારા યુવાન કાર્યકર્તાઓ પુરી દીધા હતા. તે ઘટના યાદ કરી શંકરૃ ચૌધરીએ પોતાના વિરોધીઓ પર વરસ્યા હતા. સૌ કોઇ મહેસાણા વાળાઓની હું માફી માંગું છું. અમારા લોકો માનતા હતા કે શંકર જીતે એટલે યુવાઓએ આ પગલું લીધી હતું. કોઇ બહારથી આવે અને દુર પ્રચાર કરતા હતા.’
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, ‘હવે સમાજ એક થયો છે. તો વળી હવે જય અર્બુદા કહી ભાગલા ના પાડતા, ભાગલા પડ્યા તેથી જ દિયોદર અને ધાનેરામાં આપણી હાર થઈ છે, હવે એવું હવે ના કરતા.’ આ કહી શંકરભાઇ સમાજને પણ કટાક્ષમાં ટોણો માર્યો હતો. ગાંધીનગરના માણસાના તાલુકાના સોલૈયા ખાતે આ મહા સંમેલન યોજાયું હતું , જેમાં ચૌધરી સમાજના તમામ આગેવાનો હાજર જોવા મળ્યા હતા.