Home /News /gandhinagar /લ્યો બોલો…હવે મતદાન જાગૃત્તિ માટે આ રીતે પણ અપાશે સંદેશ, ચૂંટણી પંચનો અનોખો પ્રયોગ

લ્યો બોલો…હવે મતદાન જાગૃત્તિ માટે આ રીતે પણ અપાશે સંદેશ, ચૂંટણી પંચનો અનોખો પ્રયોગ

જનજાગૃત્તિના વિવિધ કાર્યક્રમો

Election Commission: ચૂંટણી પંચ દ્વારા શરુ કરવામાં આવેલ જન જાગૃતિ કેમ્પેઇનના ભાગરુપે હવે ગાંધીનગર જિલ્લામાં દૂઘની થેલી પર મતદાન જાગૃત્તિ અર્થે વિવિધ સ્લોગનો લખીને ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત એક અનોખા કેમ્પેઇનની શરુઆત કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક ઉત્સવની જેમ ઉજવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જનજાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
અત્યાર સુધીમાં જન જાગૃતિના ભાગ રુપે સેંકડો કાર્યક્રમો યોજાયા છે. જેમ કે, રંગોળી પૂરવી, પોસ્ટર લગાવવા, ચોપાનિયા વહેંચવા, માઇક વાળી રીક્ષાઓ ફેરવવી જેવા કાર્યક્રમ યોજાતા હતા.

દૂધની થેલી પર જાગૃતિ કેમ્પેઇન


હવે સમય બદલાવા લાગ્યો છે. અત્યાર સુધીના ઇતિહાસમા કદાચ પ્રથમ વખત એવુ બન્યું છે કે, રોજ બરોજની જિંદગીમાં સૌથી મહત્વની ગણાતી અને દરેદ ધરોમાં વપરાતી દૂધની થેલીનો હવે જાગૃતિ કેમ્પેઇનમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા શરુ કરવામાં આવેલ જન જાગૃતિ કેમ્પેઇનના ભાગરુપે હવે ગાંધીનગર જિલ્લામાં દૂઘની થેલી પર મતદાન જાગૃત્તિ અર્થે વિવિધ સ્લોગનો લખીને ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત એક અનોખા કેમ્પેઇનની શરુઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો:  રાજ્યમાં ચૂંરણીનો મહોત્સવ પરંતુ અહીં લાગ્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો

મતદારોને મતદાન જાગૃત્તિનો સંદેશ


હવે દૂઘની થેલી પણ મતદાન જાગૃત્તિનું માધ્યમ બનશે. ગાંધીનગર જિલ્લામાં અમૂલ દૂઘની થેલી પર ‘અવસર લોકશાહીનો’ સૂત્ર લોગો સાથે પ્રિન્ટ કરવામાં આવી રહી છે. તેની સાથે દૂઘની થેલી પર ગુજરાત વિધાનસભા ચૂંટણીને ઉલ્લેખીને‘ચાલો સંકલ્પ લઇએ, અવશ્ય મતદાન કરીએ’ અને ‘આપનો કિંમતી મત આપી લોકશાહીના અવસરને દીપાવશો’તેવાં સૂત્રો લખી મતદારોને મતદાન જાગૃત્તિનો સંદેશ આપવામાં આવશે.

આ પણ વાંચો: ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ કહ્યું - ‘રવિન્દ્ર જાડેજા મારા માટે બુસ્ટર ડોઝ છે’

મતદાન જાગૃતિનો નવો અને અનોખો પ્રયાસ


ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતવિભાગમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ હાલ સ્વીપની કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, દૂધની થેલી થકી મતદાન જાગૃતિનો આ પ્રયાસ નવો અને અનોખો છે. આગામી ચૂંટણીને લઈને લોકોમાં જાગૃતિ લાવવામાં માટે અનોખી રીતે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ લોકો મત આપવા માટે જાય તેના માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election 2022, Election 2022, Election commission, Gujarat Assembly Election 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन