Home /News /gandhinagar /રાજ્યના ઇન્ચાર્જ DGP તરીકે વિકાસ સહાયની નિમણૂક, 10 દિવસ બાદ DGPની જાહેરાત થશે
રાજ્યના ઇન્ચાર્જ DGP તરીકે વિકાસ સહાયની નિમણૂક, 10 દિવસ બાદ DGPની જાહેરાત થશે
વિકાસ સહાય - ફાઇલ તસવીર
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાનો આજે 31મી જાન્યુઆરીએ કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે. ત્યારે વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યાં છે. જ્યારે નવા ડીજીપીની જાહેરાત આગામી દસ દિવસમાં કરવામાં આવશે.
ગાંધીનગરઃ રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાનો આજે 31મી જાન્યુઆરીએ કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે. ત્યારે નવા ડીજીપીને લઈ અનેક અટકળો ચાલી રહી છે. જો કે, ફાઇનલી ગુજરાતને આજે નવા ડીજીપી મળશે નહીં. કેમ કે, દિલ્હીમાં મળનારી યુપીએસસી બેઠક મળી નથી. ઇન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયનું નામ ફાઇનલ થઈ ચૂક્યું છે અને તેઓએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અગાઉ રાજ્ય સરકાર દ્વારા નવા ડીજીપી માટે 6 આઈપીએસની પેનલ યુપીએસસીને મોકલવામાં આવી હતી.
1. અતુલ કરવાલઃ ગુજરાત કેડરના 1988 બેચના IPS અને હાલમાં કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર NDRFના DG
6. શમશેર સિંઘ - 1991 બેચના IPS અને હાલમાં વડોદરાના પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે
10 દિવસમાં નવા ડીજીપીની જાહેરાત થશે
ઇન્ચાર્જ ડીજીપીની જાહેરાત થયા બાદ આવનારા 10 દિવસમાં જ્યારે યુપીએસસીની બેઠક મળશે તેમાં નવા ડીજીપીની જાહેરાત કરવામાં આવશે. ત્યારે ગુજરાતને સત્તાવાર નવા કાયમી ડીજીપી મળશે. આ સાથે જ રાજ્યમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સુરત શહેર પોલીસ કમિશનર અને વડોદરા શહેર પોલીસ કમિશનરની પણ બદલી થાય તેવી શક્યતાઓ લાગી રહી છે.