Gandhinagar News: ગાંઘીનગર ખાતે આંજણા (ચૌઘરી) સમાજનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. અંજણા સમાજના વર્ષ 2019થી 2022ના તેજસ્વી વિઘાર્થીઓ, વર્ગ-1ના અધિકારીઓ, ર્ડાકટરો અને ખાસ એવોર્ડ વિજેતાઓનું વિઘાનસભાના અધ્યક્ષ શંકર ચૌઘરીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર: આંજણા (ચૌઘરી) સેવા મંડળ, ગાંધીનગરનો સ્નેહ મિલન સમારંભ ગુજરાત વિઘાનસભાના અધ્યક્ષ શંકર ચૌઘરીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરના શાહપુર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ ચૌઘરી, માણસાના પૂર્વ ઘારાસભ્ય અમિત ચૌઘરી, વિજાપુર એપીએમસીના વાયસ ચેરમેન અને પ્રમુખ ગ્રૃપના કનુ ચૌઘરી, ગાંધીનગર જિલ્લા પંચાયતના સદસ્ય શનાભાઇ ચૌઘરી, અર્બુદા બચત મંડળના પ્રમુખ જીતુ ચૌઘરી ઉપસ્થિત રહ્યા હતા.
શંકર ચૌઘરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો
આ સ્નેહમિલન સમારંભમાં સમાજના વર્ષ-2019થી 2022ના તેજસ્વી વિઘાર્થીઓ, વર્ગ-1ના અધિકારીઓ ર્ડાકટરો અને ખાસ એવોર્ડ વિજેતાઓનું સન્માન વિઘાનસભાના અઘ્યક્ષ શંકર ચૌઘરી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. સમાજના ભાઇ-બહેનો એકબીજાને મળે તે ખૂબ આનંદની વાત છે, તેવું કહી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સમય અનુસાર સમાજમાં પરિવર્તન આવું ખૂબ જરૂરી છે.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘આવનારો સમય સોફ પાવરનો છે, આ સોફપાવર રાજકીય, ધાર્મિક, સામાજિક જેવી અનેક ક્ષત્રોમાં અગ્રેસર બનશે.
તેમણે આગળ જણાવ્યું કે, ‘સોફ પાવર એટલે કે, આપણે એકબીજાને હસતા હસતા મળીએ, પોતાના નજીકના માણસોને મળીએ ત્યારે તેનું માન સન્માન કરીએ, કર્મચારીઓ સાથે પણ હસતા હસતા મળીએ ત્યારે આપની તાકાતમાં અને સન્માનમાં વધારો થશે. આજે સોફપાવર થકી જ આપણે સમાજને આગળ લઈ જઈ શકીશું.’ સમાજનું અહિત થાય તેવું કાર્ય સમાજના કોઈપણ બંધુએ ના કરવું જોઈએ, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, સમાજની એકતા અને સંગઠન મજબૂત હોવું જેટલું જરૂરી છે, તેટલું જ મહત્વનું સમાજમાં શિક્ષણ સહિત અનેક બાબતોનો વિકાસ કરી શકાય તેવી બાબતોને પ્રાઘાન્ય આપવું પણ જરૂરી છે.
ધોરણ 01થી 12મા સારા માર્ક મેળવીને સમાજનું સન્માન મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પદ્મશ્રી અને જાણીતા લેખક દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓને આજે અહીં ઇનામ મળ્યું નથી. તેમણે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે, 40% મેળવનાર વ્યક્તિ 90 ટકા મેળવનાર વ્યક્તિને નોકરી રાખી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીજીએ પણ એસ.એસ.સી.માં 40 ટકા મેળવ્યા હતા, તો પણ દેશના રાષ્ટ્રપિતાનું સન્માન મેળવ્યું છે. અમિતાભ બચ્ચન આજે પોતાના અવાજથી જે રીતે ખ્યાતિ મેળવી શક્યા છે, તેમનો આ અવાજ પણ એક સમયે નાપાસ થયો હતો, આવા અનેક વ્યક્તિઓના દષ્ટાંત આપી ઇનામ ન મેળવનાર વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત કર્યું હતું.