Home /News /gandhinagar /Gandhinagar: GPSC વર્ગ1&2ની તૈયારી કરતા આદિજાતી વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય ચુકવવાની યોજના અમલમાં મુકાઈ; આ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

Gandhinagar: GPSC વર્ગ1&2ની તૈયારી કરતા આદિજાતી વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય ચુકવવાની યોજના અમલમાં મુકાઈ; આ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

રૂ.૨૦૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી બે પૈકી જે ઓછું હોય તે સીધી સહાય મળશે

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં “જી.પી.એસ.સી. વર્ગ-૧ તથા વર્ગ-૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ યોજના" હેઠળ પાત્રતા ધરાવતા આદિજાતિ વિદ્યાર્થીઓને કોચિંગ માટે વિદ્યાર્થીને (Students) સહાય ચુકવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. 

વધુ જુઓ ...
    Abhishek Barad, Gandhinagar: વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં “જી.પી.એસ.સી. વર્ગ-૧ તથા વર્ગ-૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ યોજના" હેઠળ પાત્રતા ધરાવતા આદિજાતિ વિદ્યાર્થીઓનેકોચિંગ માટે વિદ્યાર્થીને (Students) સહાય ચુકવવાની યોજના અમલમાં મુકવામાં આવીછે.

    ડી.બી.ટી.તરીકે વિદ્યાર્થીને સહાય ચુકવવાની યોજના અમલમાં મુકવામાં આવી.

    GPSC વર્ગ-૧ તથા વર્ગ-૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ યોજના" હેઠળ પાત્રતા ધરાવતા આદિજાતિ વિદ્યાર્થીઓને કોચિંગ માટે એમ્પેનલમેન્ટ દ્વારા પસંદ થયેલીએજન્સીઓમાં કોચિંગ મેળવવા માટે વિદ્યાર્થી દીઠ રૂા. ૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે વિદ્યાર્થીને સહાય ચુકવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

    યોજનાનો લાભ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકશે

    આદિજાતિ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ www.dsagsahay.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે. આ અરજી કરવા માટે સંબંધિત VCE (વી.સી.ઇ.), ઇ-ગ્રામ કેન્દ્ર, ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર (CSC), સાયબર કાફે તથા ઇન્ટરનેટ કનેકશન અને સ્કેનર ધરાવતા કોઇ પણ કોમ્પ્યુટર તથા મોબાઇલ ઉપરથી પણ કરી શકો છો. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ ૨૨/૦૮/૨૦૨૨, ૧૫:૦૦ કલાક અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦૯/૨૦૨૨, ૨૪:૦૦ કલાક છે.

    છેલ્લી તારીખ પછી અરજદાર અરજી કરી શકશે નહીં

    “જી.પી.એસ.સી. વર્ગ-૧ તથા વર્ગ-૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ યોજના” નો લાભ આદિજાતિ વિદ્યાર્થીને જે-તે જિલ્લાના લક્ષ્યાંક અન્વયં સ્નાતક કક્ષાના મેરીટના ધોરણે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ પછી અરજદાર અરજી કરી શકશે નહીં. યોજના હેઠળ માત્ર ઓનલાઇન અરજી www.dsagsahay.gujarat.gov.in પર સ્વીકારવામાં આવશે. કોઇપણ કચેરીએથી અરજી ફોર્મ વિતરણ કરવામાં આવનાર નથી. અરજી માટેના આધાર પુરાવા (આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગનું પ્રમાણપત્ર, સ્નાતકની માર્કશીટ, આવકનો દાખલો, બેંકની વિગતો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો) રહેશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Career and Jobs, Goverment job, Gujarat govt, Students, Tribals, ગાંધીનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन