Home /News /gandhinagar /Gandhinagar: વન્યજીવો પર આધારીત ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજાયું; આ ફોટો બન્યા આકર્ષણનું કેન્દ્ર

Gandhinagar: વન્યજીવો પર આધારીત ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજાયું; આ ફોટો બન્યા આકર્ષણનું કેન્દ્ર

X
ગાંધીનગરમાં

ગાંધીનગરમાં ગીર ફાઉન્ડેશન દ્વારા Wild life photography & painting exhibition યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં ગીર ફાઉન્ડેશન દ્વારા Wild life photography & painting exhibition યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

    Abhishek Barad, Gandhinagar: દેશના અલગ અલગ શહેરોમાં વન્યજીવ સપ્તાહ- 2022ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં ગીર ફાઉન્ડેશ ન દ્વારા Wild life photography & painting exhibition યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.

    ગીર ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર (E. E.) રૂપક સોલંકી સાથે વાત કરતા જણાવ્યું કે વાઈલ્ડ લાઈફ સપ્તાહ અંતર્ગત કલરવ સંકુલ, ઈન્દ્રોડા નેચર પાર્ક, ગીર ફાઉન્ડેશન ખાતે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી અને પેઈન્ટીંગ એકઝીબીશન યોજવામાં આવી રહ્યું છે.



    આ પ્રદર્શનમાં ગુજરાતની વાઈલ્ડ લાઈફને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમાં ગુજરાતના જ ફોટોગ્રાફર અને ગુજરાતના જ વન્ય જીવ સૃષ્ટિના ફોટો અને ચિત્રો સામેલ કરવામાં આવે છે.



    આ પ્રદર્શનમાં મુખ્ય 5 શ્રેણીના જેમકે પક્ષી, પ્રાણી, સરીસૃપ, દરીયાઈ જીવ અને લેન્ડસ્કેપ ફોટો અને ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.



    આ પ્રદર્શન એસોય એક્સપલોલર સંસ્થા દ્વારા યોજવામાં આવે રહ્યું છે જેના પ્રમુખ ચંદ્રવિજય સિંહ રાણા છે. આ સંસ્થા 2010 થી કાર્યરત છે. જે મુખ્યત્વે પ્રાકૃતિક ચિત્ર સ્પર્ધા યોજે છે.



    અત્યાર સુધીમાં જિલ્લા સ્તરથી શરૂઆત કરીને ઝોન સ્તર અને રાજ્ય સ્તરની સ્પર્ધા યોજે છે. તેઓ રાજ્યની દરેક શાળામાં પરિપત્ર  મોકલે છે અને ચિત્રો મંગાવે છે. દર વખતે શાળામાંથી સંસ્થાને 3000 થી 4000 ચિત્રો મળે છે.



    આ સંસ્થા દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળે પ્રદર્શન કરવામાં આવે છે, અત્યાર સુધીમાં 44 પ્રદર્શન કરી ચુક્યા છે. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.5000 દ્વિતીય વિજેતાને રૂ.3000, તૃતીય વિજેતાને રૂ.2000 પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે અને ભાગ લેનારને પણ ઇનામો આપવામાં આવે છે. સંસ્થાને મુખ્ય આર્થિક સહકાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત ટુરિઝમ, UPL- અંકેશ્વર દ્વારા કરવામાં આવે છે.
    First published:

    Tags: Art exhibitions, Gandhinagar News, Photography, Wild Life

    विज्ञापन