કોલવડામાં રામયાગ તથા એકાદશ કુંડીય મહારુદ્ર યાગનું આયોજન
પાટીદાર રામજી મંદિરના 75 વર્ષ પૂરા થતા અમૃત મહોત્સવ નિમિત્તે વિશ્વ જન કલ્યાણના હેતુસર તા. 31/10/2022 થી તા. 02/11/2022 સુધી ત્રણ દિવસીય ભવ્યાતિભવ્ય શ્રી રામયાગ તથા એકાદશ કુંડીય મહારુદ્ર યાગનું આયોજન કરવામાં આવેલ છે.
Abhishek Barad, Gandhinagar: ગાંધીનગરના કોલવડા ગામના પાટીદાર રામજી મંદિરના 75 વર્ષ પૂરા થતા અમૃત મહોત્સવ નિમિત્તે વિશ્વ જન કલ્યાણના હેતુસર તા. 31/10/2022 થી તા. 02/11/2022 સુધી ત્રણ દિવસીય ભવ્યાતિભવ્ય શ્રી રામયાગ તથા એકાદશ કુંડીય મહારુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરના કોલવડા ગામના પાટીદાર રામજી મંદિર અમૃત મહોત્સવ નિમિત્તે શ્રી રામ યાગ તથા એકાદશ કુંડિય મહારુદ્ર માટે સુંદર કલાત્મક વાસની ભવ્યાતિભવ્ય યાગ કુટીર બનાવવામાં આવેલુંછે જેને આકર્ષક રીતે શણગારવામાં આવેલ છે. આ યાગમાં કુલ 22 યજમાન કપલ આ પૂજામાં ભાગ લેશે. વેદ શાસ્ત્ર સંપન્ન સાહિતાચાર્યા એવા આશરે 75 જેટલા વેદોના પ્રચંડ પંડિતો દ્વારા વેદિક મંત્રોચાર તેમજ એક લાખ આહુતિ સાથે આ યાગ ત્રણ દિવસ સુધી કાર્યરત રહેશે. આ યાગમાં 220 કિલો કાળા તલ, 40 કિલો સફેદ તલ, 150 કિલો શુદ્ધ ગાયનું ઘી તથા સમિધ સહિત અનેક જરૂરી હવન સામગ્રીનો હોમ થનાર છે.
આ મહોત્સવ દરમ્યાન ધાર્મિક ભાવના ઉજાગર કરવાના હેતુસર ડાયરો , ધર્મસભા, રાસગરબા વિગેરે સુંદર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુંછે. આ મહોત્સવમાં અનેકવિધ સંતો મહંતો, સમાજશ્રેષ્ઠિઓ તથા રાજસ્વી મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ મહોત્સવ માટે 30 હજાર ચોરસ ફિટ દેદીપ્યમાન મંડપ, આકર્ષક ગેટ, સુંદર બેનરો સાથે યાગ સ્થળ તથા ગામને શણગારવામાં આવેલ છે. યાગ સ્થળે 25 ફુટ ઊંચાઈ અને 20 ફુટ લંબાઈ વાળી દેદીપ્યમાન રામ પરિવારની પ્રતિમા દર્શનાર્થે મૂકવામાં આવેલ છે. આ મહોત્સવમાં પર્યાવરણ જાગૃતિ,પાણી બચાવો,બેટી બચાવો,સ્વચ્છતા,રોડ સેકટી વિગેરે જન ઉપયોગી સ્લોગનો દ્વારા સંદેશ પાઠવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવેલ છે. આ મહોત્સવને દિપાવવા આખું કોલવડા ગામ રોશની અને ધજા પતાકાથી શણગારવામાં આવેલો છે.
આ યોગમાં પાટીદાર સમાજની તમામ બહેન-દીકરીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યુંછે તથા દરેકને યાગ નિમિત્તે ભગવાન રામ પરિવારની ચાંદીની સમૃતિભેટ આપવામાં આવશે. આ મહોત્સવમાં ત્રણેય દિવસો દરમ્યાન ગાયોને ઘાસચારો , સાકાર મિશ્રિત પાણી તથા પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરી જનહિત હેતુ ઉત્તમ પુણ્ય કાર્ય કરવામાં આવનાર છે. આ મહોત્સવના ત્રણ દિવસ દરમ્યાન આશરે 35,000થી વધુ ભાવિક ભક્તો દર્શનનો તથા પ્રસાદનો લાભ લેશે. આ યાગનો પ્રસાદ કોલવડા ગામના તમામ રહીશોના ઘરે ઘરે પહોચાડવાનું આયોજકો દ્વારા વિચારવામાં આવ્યુંછે. તા 01/12/2022 ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રામાં તમામ બહેનો, બાળકો તથા ભાઈઓ એકજ કલરના ડ્રેસકોડ સાથે આવે તેવું આયોજન કરવામાં આવ્યુંછે.