Home /News /gandhinagar /અમિત શાહે કર્યા બિનનિવાસી ગુજરાતીઓના વખાણ, કહ્યું ભાજપની વારંવારની જીતમાં તેમની મોટી ભૂમિકા

અમિત શાહે કર્યા બિનનિવાસી ગુજરાતીઓના વખાણ, કહ્યું ભાજપની વારંવારની જીતમાં તેમની મોટી ભૂમિકા

અમિત શાહે કર્યા બિનનિવાસી ગુજરાતનીઓના વખાણ (ફાઈત તસવીર)

Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વારંવારની જીતમાં બિનનિવાસી ગુજરાતીઓએ મોટી ભૂમિકા ભજવી છે. તેમને રાજ્યના ગામડાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંદેશવાહક બનવાની અપીલ કરી છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Gandhinagar, India
  ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વારંવારની જીતમાં બિનનિવાસી ગુજરાતીઓએ મોટી ભૂમિકા ભજવી છે. તેમને પાર્ટી અને વડાપ્રધાનનો સંદેશ ફેલાવવા માટે અપીલ કરી છે. રાજ્યના ગામડાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંદેશવાહક બનવાની અપીલ કરી છે. ત્રણ દિવસીય 'પ્રવાસી ગુજરાતી પર્વ 2022' ની શરૂઆત પર NRG ની સભાને ડિજિટલ રીતે સંબોધિત કરતા શાહે કહ્યું કે જ્યાં પણ ગુજરાતીઓ સ્થાયી થયા છે, તેઓએ તે રાષ્ટ્રોને ગૌરવ અપાવ્યું છે અને માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વિકાસમાં યોગદાન આપ્યું છે.

  અમિત શાહે કર્યા બિનનિવાસી ગુજરાતનીઓના વખાણ


  અમિત શાહે પોતાના વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, 1990થી જ્યારે પણ ચૂંટણી થઈ છે, ત્યારે ગુજરાતની જનતાએ ભાજપને જીત આપાવી છે. આ જીતમાં NRGની પણ મોટી ભૂમિકા રહી છે. હું જાણું છું કે તમારા ગામમાં તમારા સંદેશનું ઘણું મહત્વ છે." અમિત શાહે વધુમાં કહ્યું કે , "ભાજપ સરકારે ગુજરાતના વિકાસ માટે કામ કર્યું છે, નરેન્દ્રભાઈએ ગુજરાતને વૈશ્વિક ઓળખ અપાવી છે. તો ચાલો આપણે બધા આ યાત્રા ચાલુ રાખીએ અને 2022ની ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્રભાઈનો સંદેશો અને ગામડાઓમાં ભાજપના સંદેશવાહક બની દેશના વિકાસનો સંદેશ ફેલાવવા માટે હુ તમને અપીલ કરું છું.

  આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ વર્ષ પહેલા કોંગ્રેસે કરેલી ભૂલ AAPએ દોહરાવી, કેજરીવાલને થશે મોટુ નુકશાન

  પીએમ મોદીના વારંવાર કર્યા વખાણ


  અમિત શાહે પોતાની સંદેશમાં આગલ કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીએ વિકાસને નવી દિશા આપી છે, અને સાથે સાથે વંશવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણના બુરાઈયો વિના ચૂંટણીનું રાજકારણ શક્ય છે એવી માન્યતા જગાડવાનું કામ કર્યું. પ્રધાનમંત્રી મોદીએ બતાવ્યું કે કટોકટીને કેવી રીતે તકમાં રૂપાંતરિત કરી શકાય છે, કાયદો અને વ્યવસ્થા કેવી રીતે સુધારી શકાય છે અને આતંકવાદ પ્રત્યે 'ઝીરો ટોલરન્સ' સાથે રાજ્યને કર્ફ્યુમુક્ત કેવી રીતે બનાવવું અને વિશ્વ સમક્ષ તેની સાંસ્કૃતિક વારસાને કોઈ ખચકાટ વિના રજૂ કરવાનું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે દેશના મોટા ભાગનો લોકશાહી પરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો હતો. ઘણા વિસ્તારો અવિકસિત રહી ગયા, અને ઘણાને લાગ્યું કે લોકશાહી વ્યવસ્થા તેમના માટે નથી.

  અમિત શાહનો બિનનિવાસી ગુજરાતનીઓને રિજવાનો પ્રયાસ


  નરેન્દ્ર મોદીએ આપણા બંધારણના ઘડવૈયાઓએ જે કલ્યાણકારી રાજ્યનું સપનું જોયુ હતું તેને સાકાર કર્યું છે ,મોદી સમજતા હતા કે રાજ્ય બધાના કલ્યાણ માટે હોવું જોઈએ, ખાસ કરીને સૌથી વધારે ગરીબ લોકો માટે, તેમણે તેના માટે કામ કર્યું. તેમણે વડાપ્રધાનની સિદ્ધિઓમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન બધા માટે રસીકરણ અને ગરીબોને મફત અનાજ પહોચાડ્યુ છે. તેનો પોતાની વાતમાં શાહે જોગવાઈની ખાતરી કરવાનો ઉલ્લેખ કર્યો હતો. આજે તમામ વંશવાદી પક્ષો ભાજપ સામે હારી રહ્યા છે. જ્ઞાતિવાદ પણ દૂર થયો અને ઉત્તર પ્રદેશમાં બીજેપીની બીજી વખત જીત સાથે તે સ્પષ્ટ થયું.

  આ પણ વાંચો: ગુજરાતમાં આગામી સપ્તાહમાં વરસાદની શક્યતા, શું વરસાદ દિવાળી બગાડશે?

  2024 પહેલા રામ મંદિરને જોઈ શકાશે: અમિત શાહે


  ગુજરાતને આતંકવાદ પ્રત્યે "શૂન્ય સહિષ્ણુતા" નું સૌથી મોટું ઉદાહરણ ગણાવતા અમિત શાહે રાજ્યની સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન ન કરવા બદલ કોંગ્રેસ અને અન્ય "કહેવાતા બિનસાંપ્રદાયિક પક્ષો" પર પણ પ્રહારો કર્યા હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતુ કે, “મોદીએ તેમને મળવા આવેલા વિશ્વના નેતાઓને ગીતાજી ભેટમાં આપ્યા છે. તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું કે રામજન્મભૂમિ વિવાદનો શાંતિપૂર્ણ, બંધારણીય અને કોઈપણ હિંસા વિના ઉકેલ આવ્યા હતો. 2024 પહેલા, આપણે બધા એક વિશાળ રામ મંદિર જોઈશું." તેમણે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે ભારતના વડાપ્રધાનની પ્રશંસા કરતા કહ્યું હતુ કે, " આજે આપણે આપણી અર્થવ્યવસ્થાને બનાવા વાળા બ્રિટન કરતા પણ મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aamit shah, Amit Shah news, Bjp gujarat, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन