Home /News /gandhinagar /Amit Shah: રૂપાલમાં વરદાયિની માતાજીના સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વારને અમિત શાહે ખૂલ્લા મુક્યા

Amit Shah: રૂપાલમાં વરદાયિની માતાજીના સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વારને અમિત શાહે ખૂલ્લા મુક્યા

અમિત શાહ રૂપાલમાં માં વરદાયિનીના દર્શનાર્થે પહોંચ્યા હતા.

Rupal Village: અમિત શાહ રૂપાલમાં માં વરદાયિનીના દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યા તેમણે વરદાયિની માતાજીના સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વારને ખૂલ્લા મુક્યા હતા. ઉપરાંત તેમણે સૌ આગેવાનોની સાથે વરદાયિની માતાજીના દર્શન કર્યા હતા.

  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પોતાના મતવિસ્તાર કલોલમાં નિર્માણ પામનારી ESIC હોસ્પિટલનુ તેમણે ખાતમૂહુર્ત કર્યુ હતું. આ પ્રસંગે અમિત શાહે કલોલ શહેર અને તાલુકાના લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય મળી રહે તે માટે હોસ્પિટલનુ નિર્માણ થઈ રહ્યુ હોવાનુ જણાવ્યુ હતું. વધુમા તેમણે નામ લીધા વગર કોંગ્રેસને આડે હાથ લઈ આકરા પ્રહાર પણ કર્યા. પહેલા માણસાથી અમદાવાદ જવા કલોલ થઈ જવુ પડતુ હોવાનુ પણ જણાવ્યુ હતું. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ સ્વાસ્થ્ય સુવિધાઓમા સુધારો કર્યો તેમજ શ્રમ કામદાર વીમા યોજનાને ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સજીવન કરી હોવાનુ નિવેદન આપ્યુ હતું. નોંધનિય છે કે કલોલ ખાતે 150 પથારીની ESIC હોસ્પિટલ નિર્માણ પામશે.

  બીજી તરફ અમિત શાહ રૂપાલમાં માં વરદાયિનીના દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યા તેમણે વરદાયિની માતાજીના સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વારને ખૂલ્લા મુક્યા હતા. ઉપરાંત તેમણે સૌ આગેવાનોની સાથે વરદાયિની માતાજીના દર્શન કર્યા હતા.

  આ પણ વાંચો- ઉંબરી અને અરણુંવાડા ગામમાં બે સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણમાં 3 લોકોના મોત

  આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારતીય અંર્થતંત્રએ સાધેલા વિકાસ વિશે જણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભારતના પ્રધાનમંત્રી બન્યા ત્યારે ભારતનું અર્થતંત્ર અગિયારમાં નંબરે હતું. તેમના પ્રયાસોથી આજે ભારત વિશ્વનું પાંચમું અર્થતંત્ર બન્યું છે. પીએમ મોદીએ પણ ભારતને પાંચ ટ્રિલીયન ડોલરની અર્થતંત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે જ્યારે આ સિદ્ધિ મળશે ત્યારે ભારત વિશ્વનું ત્રીજું અર્થતંત્ર હશે.

  આ પણ વાંચો- અમદાવાદમાં માતાએ પૈસા ન આપતા કપાતર પુત્રએ વર્તાવ્યો અમાનુષી અત્યાચાર

  આ પછી અમિત શાહ કમલમ પહોંચી બેઠક પણ યોજી હતી. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ સહિતના ગુજરાત ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આગામી વિધાનસભા ચૂંટણીને લઈ બેઠકમા રણનીતિ ઘડવામા આવશે. વિધાનસભા ચૂંટણી નજીક આવતા બેઠકોનો દૌર યથાવત જોવા મળશે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Amit shah, Gandhinagar News, Gujarati news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन