Home /News /gandhinagar /અમિત શાહ ગુજરાતના મહેમાનઃ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી, ગાંધીનગર ક્ષેત્રના વિકાસકાર્યો અંગે કરશે ચર્ચા

અમિત શાહ ગુજરાતના મહેમાનઃ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી, ગાંધીનગર ક્ષેત્રના વિકાસકાર્યો અંગે કરશે ચર્ચા

અમિત શાહ ગુજરાતના મહેમાન બન્યા

Amit Shah Gujarat: અઠવાડિયા પહેલા વર્ચ્યુઅલ રીતે જોડાઈને ઔડા-AMCને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતના મહેમાન બન્યા છે. આ દરમિયાન તેઓ ગાંધીનગર, વડોદરા, જૂનાગઢના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે.

વધુ જુઓ ...
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતના મહેમાન બન્યા છે. નોંધનીય છે કે પાછલા અઠવાડિયે જ સનાથલ બ્રિજનું ઉદ્ઘાટન સહિતના ઓનલાઈન લોકાર્પણ સહિતના વિકાસકાર્યોના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી. જોકે, હવે તેઓ ગુજરાના મહેમાન બન્યા છે ત્યારે પણ વિવિધ વિકાસકાર્યો સહિતના મુદ્દા પર ધ્યાન આપવાના છે. અમિત શાહ પોતાના ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે પણ મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

ગાંધીનગરમાં ઈન્ડિયન ડેરી એસોસિએશન સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી છે. જે બાદ અમિત શાહનો સર્કિટ હાઉસમાં બેઠકનો કાર્યક્રમ ગોઠવાયેલો છે. જેમાં તેઓ પોતાના લોકસભા ક્ષેત્ર અંગે વિકાસના મુદ્દે ચર્ચા વિચારણા કરવાના છે. આ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે.

શાહનો ગાંધીનગર સિવિલનો કાર્યક્રમ


અમિત શાહ બપોરે 2 વાગ્યે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ભોજન અભિયાનનો આરંભ કરાવવાના છે. જેનાથી અહીં ગાંધીનગર શહેર તથા તેની આસપાસના ગામોમાંથી આવતા ગરીબ દર્દીઓને લાભ થશે. આ કાર્યક્રમ બાદ અમિત શાહ 5 વાગ્યે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આયોજિત પદવિદાન સમારોહમાં હાજરી આપવાના છે. જેમાં શાહ મુખ્ય મહેમાન છે.


બે દિવસના ગુજરાત પ્રવાસ પર કેન્દ્રીય ગૃહમંત્રી


અમિત શાહના ગાંધીનગર અને વડોદરામાં આજના વિવિધ કાર્યક્રમો છે, જ્યારે 19મી માર્ચે તેઓ જૂનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. અહીં તેઓ જૂનાગઢ APMC ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપશે.

નોંધનીય છે કે, તારીખ 10મી માર્ચે અમિત શાહે વર્ચ્યુઅલ રીતે AMC-ઔડાના 154 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ પ્રસંગે તેમણે સનાથલ બ્રિજ, શેલાની ડ્રેનેજ સિસ્ટમ, નવી શિક્ષણ નીતિ, મુખ્યમંત્રી આવાસ યોજના સહિતના મુદ્દે વાત કરી હતી.
First published:

Tags: Amit shah, Gandhinagar News, Gujarati news

विज्ञापन