Home /News /gandhinagar /અમિત શાહ પ્રથમ ચૂંટણી કલાસ મોનિટરની લડ્યા હતા, જાણો તેમની સંપૂર્ણ રાજકીય સફર

અમિત શાહ પ્રથમ ચૂંટણી કલાસ મોનિટરની લડ્યા હતા, જાણો તેમની સંપૂર્ણ રાજકીય સફર

અમિત શાહ પ્રથમ ચૂંટણી કલાસ મોનિટરની લડ્યા હતા

Amit Shah political journey: પ્રાથમિક શિક્ષણ માણસમાં લીધા બાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી અને આજે દુનિયાની સૌથી મોટી લોકશાહીના ગૃહમંત્રી બન્યા છે. અંગ્રેજોના શાસન દરમ્યાન માણસ સ્ટેટના નગર શેઠ તરીકે ભાજપ રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહના દાદા ગુલાબચંદ ગોકળદાસ શાહ કામ કરતા હતા. દેશના ગૃહ મંત્રી તરીકે કાશ્મીરમાં કલમ 370 દૂર કરવામાં તેમનો મોટો ફાળો ગણવામાં આવે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
Amit Shah: ગુજરાતના પાટનગર ગાંધીનગરથી માત્ર 20 કિલોમીટર અંતરે આવેલા માણસ નગરના શાહ પરિવારમાં 22 ઓક્ટોબર 1964ના રોજ ભાજપ રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહનો જન્મ થયો હતો. અનિલ ચંદ્ર શાહને ત્યાં ચાર દીકરીઓ બાદ પૂનમની તિથિએ દીકરાનો જન્મ થતા દીકરાનું ભૂલામણુ નામ પૂનમ રાખવામાં આવ્યું હતું. પોતાનું પ્રાથમિક શિક્ષણ માણસમાં લીધા બાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી અને આજે દુનિયાની સૌથી મોટા લોકશાહીના ગૃહમંત્રી બન્યા છે. અંગ્રેજોના શાસન દરમ્યાન માણસ સ્ટેટના નગર શેઠ તરીકે ભાજપ રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહના દાદા ગુલાબચંદ ગોકળદાસ શાહ કામ કરતા હતા. ગુલાબચંદની વહીવટી કુશળતાના કારણે તે રાજવી પરિવારના નિકટતમ સભ્યોમાંના એક સભ્ય હતા.

આ પણ વાંચો: વધારે પગારની લાલચ ભારે પડી, ખેડામાં બોગસ CCC પ્રમાણપત્ર મામલે શિક્ષકોને નોટિસ

ગુલાબચંદ શાહના દીકરા અનિલ શાહ શેર બજારનો વ્યવસાય કરતા હતા. શેરબજારના આ વ્યવસાયનો વ્યાપ વધારવા અનિલભાઈએ મુંબઈ ખાતે રહેવા જતા રહ્યા. અમિત શાહે બાલમંદિરથી ધોરણ 8 સુધીનો અભ્યાસ માણસામાં જ કર્યો હતો. અમિત શાહ ચાર બહેનો વચ્ચે એક ભાઈ હોવાથી ખુબ લાડ પ્રેમ સાથે મોટા થયા હતા. 1970-71ના વર્ષમાં અમિત શાહને વિઠલ દાસ ગુલાબચંદ નાગરદાસ બાલમંદિરમાં અભ્યાસ માટે મુકવામાં આવ્યા હતા. વિઠલ દાસ ગુલાબચંદ નાગરદાસ બાલમંદિરમાં ધોરણ 4નો અભ્યાસ પૂર્ણ કરી અમિત શાહે ધોરણ 5 ના અભ્યાસ માટે આરડીએલડી શાળામાં અભ્યાસ કર્યો હતો. પોતાના જીવની પહેલી ચૂંટણી અરબીએલડી સ્કૂલમાં લડ્યા હતા. મોનિટરની ચૂંટણીમાં અમિત શાહે 50 વિધાર્થીમાંથી 35 મત મેળવી વિજય થયા હતા.

આપણ વાંચો: ગઢડાની 200 વિઘા જમીનમાં ઉજવાશે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ

બાળપણથી જ તેમને ક્રિકેટ રમવાનો ખુબ શોખ હતો. માણસા ખાતે પોતાની હવેલીના આંગણામાં મિત્રો સાથે ક્રિકેટ અને લખોટીની રમત રમતા હતા. અમિત શાહ જયારે ધોરણ 8માં માણસાની એલડીઆરપી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ત્યારે સ્કૂલના તમામ વિધાર્થીઓની સાયકલમાંથી હવા નીકાળી દેતા જેથી તેમને શિક્ષક દ્વારા ખુબ માર મારવામાં આવ્યો હતો. ધોરણ 9થી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદ રહેવા આવી ગયા પરંતુ બાળપણ થી જ માણસના પુસ્તકાલયમાં મહાપુરુષોના જીવન ચરિત્રના વાંચન મન હોવાથી અમદાવાદમાં 1980ના વર્ષેથી 16 વર્ષેની ઉંમરે રાષ્ટીય સવયં સેવક સંઘની શાખા સાથે જોડાયા હતા. જયારે 1982માં અખિલ ભારતીય વિદ્યા પરિષદ સાથે જોડાયા.

ભાજપની વિધાર્થી શાખામાં સામીલ થયા બાદ માત્ર 5 વર્ષના સમયગાળામાં અમિત શાહ 1987માં ભાજપના યુવા મોરચામાં સામીલ થયા હતા. જયારે માત્ર 2 જ વર્ષેમાં અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક મેળવી હતી. આ જ સમયગાળા દરમ્યાન અમિત શાહે માણસા ખાતે એક પીવીસી પાઇપની કંપની પણ ચાલુ કરી હતી. ભાજપના યુવા મોરચામાં જોડાયા બાદ અમિત શાહ ગુજરાતના અનેક વિસતારોમાં ભાજપના સંગઠનને વિસ્તારવા માટે કામ કરતા હતા. તેમણે સાબરકાંઠામાં 20 વર્ષના ભાડાપટે જમીન લઈ ટપક સિંચાઈ પદ્ધતિ માટેની સિસ્ટમનું ઉત્પાદન અને તેનો વ્યવસાય પણ શરૂ કરવામાં આવ્યો હતો.અમિત શાહ દેશમાં ચાલેલા રામ જન્મભૂમિ આંદોલન અને એકતાયાત્રા દરમ્યાન જયારે લાલ કૃષ્ણ અડવાણી ગાંધીનગર લોકસભાની ચૂંટણી લડવા આવ્યા ત્યારે તેમની તમામ જવાબદારી અમિત શાહે ઉઠાવી લીધી હતી. તે દરમ્યાન 1995માં અમિત શાહ ગુજરાત નાણાપંચના પણ અધ્યક્ષ બન્યા હતા. તેઓ રાજકીય જીવન સાથે સાથે ખુબ ધાર્મિક આસ્થા પણ ધરાવતા હતા. માણસના બહુચર માતા મંદિર પર શાહ પરિવારને ખુબ આસ્થા છે. રાજકીય કોઢ઼સુજના પરિણામે અમિત શાહની રાજકીય કારકિર્દીએ ગતિ પકડી હતી. વર્ષે 1997 ભાજપના યુવા મોરચાના રાષ્ટીય ખજાનચીહ્નની સાથે સાથે સરખેજ વિધાનસભાના ધારાસભ્ય પણ બન્યા હતા. અમિત શાહે વર્ષે 2000માં પોતાના પિતાના નામના કમ્યુનિટી હોલ નું નિર્માણ કરાવી માણસા નગર પાલિકાને સુપરત કર્યો હતો.

દેશની રાજનીતિમાં 2014 પછી અમિત શાહની ઓળણ ચાણક્ય તરીકે થવા લાગી છે. ભાજપના રાષ્ટીય અધ્યક્ષ તરીકે તેમણે જવાબદારી સમભાળતાની સાથે પાર્ટીને દેશના જુદા જુદા રાજ્યોમાં સત્તા અપાવાનું મિશન આરંભ્યું હતુ. 2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહે ભાજપના રાષ્ટીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતા પ્રધામંત્રી નરેન્દ્ર મોદીની નેતાગિરી સાથે 2014 કરતા પણ વધુ મતોથી ભાજપ સત્તા મેળવી અને મોદી સરકારમાં ગૃહમંત્રીનો પદભાર સંભાળ્યો. દેશના ગૃહ મંત્રી તરીકે કાશ્મીરમાં કલમ 370 દૂર કરવામાં તેમનો મોટો ફાળો ગણવામાં આવે છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Aamit shah, Bjp gujarat, અમિત શાહ, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन