Home /News /gandhinagar /

ગુજરાત પ્રદેશ ભાજપના ધારાસભ્યોને તાબડતોબ ગાંધીનગર બોલાવવામાં આવ્યા, આવું છે કારણ

ગુજરાત પ્રદેશ ભાજપના ધારાસભ્યોને તાબડતોબ ગાંધીનગર બોલાવવામાં આવ્યા, આવું છે કારણ

સી.આર. પાટીલ (ફાઇલ તસવીર)

BJP MLA meet: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યક્રમમાં જોડાયા હતા. તેમના બપોર પછીના કાર્યક્રમો મોકૂફ રખાયા છે. પાટીલ સાંજે ગાંધીનગર ખાતે આ બેઠકમાં સામેલ થશે.

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (Gujarat BJP)એ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભાજપના તમામ ધારાસભ્યો, સરકારના મંત્રીઓ અને હોદ્દેદારોની તાત્કાલિક ગાંધીનગર (Gandhinagar) ખાતે બેઠક બોલાવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિની આવનારી ચૂંટણીમાં મતદાન (President Election voting) અંગે માર્ગદર્શન આપવાનો છે. વર્તમાન સમયમાં રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસનો પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો છે. જે અનુસંધાને રાજ્ય સરકારના તમામ મંત્રીઓ જુદા જુદા જિલ્લામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં જતા રહ્યા હતા પરંતુ આ બેઠકની સૂચના મળતાં તમામ રાજ્ય સરકારના મંત્રીઓએ પ્રવેશોત્સવ કાર્યક્રમ છોડી આજે સાંજે પાંચ વાગ્યે આ બેઠકમાં આવી જશે.

આ જ રીતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ  (C.R. Patil)સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યક્રમમાં જોડાયા હતા. તેમના બપોર પછીના કાર્યક્રમો મોકૂફ રખાયા છે. પાટીલ સાંજે ગાંધીનગર ખાતે આ બેઠકમાં સામેલ થશે. ખાસ કરીને આ બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ પણ હાજર રહેવાના છે.

આ કાર્યક્રમમાં ડૉક્ટર સંતોષ તરફથી તમામ ધારાસભ્યો અને મંત્રીઓને આગામી ચૂંટણીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાત પાસે કેટલા મત છે તેની વાત કરીએ તો રાજ્યમાં કુલ વસ્તી અને MLA-MP સંખ્યા આધારે BJPના 38751 મતો થાય છે. એટલે કે ભાજપના તમામ 38,751 મત દ્રૌપદી મુર્મૂને મળે તે અંગે બેઠકમાં મંથન થશે.

આ પણ વાંચો: ચૂંટણી જીતવા ભાજપનો નવતર પ્રયોગ

રાજ્યના ભાજપનાં 111 MLA, 26 સાંસદ અને 11માંથી 8 રાજ્યસભાના સાંસદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરશે. સાંસદના એક વોટનું મૂલ્ય 700 મતનું સમાન ગણાય છે. જેમાં ધારાસભ્યોની સંખ્યાના આધારે 14,950 મત અને સાંસદોની સંખ્યાના આધારે મત 23,800 થાય છે. આજની બેઠકમાં એક પણ મત રદ ન થાય તે માટે તમામ ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે.





આ માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક મળશે. બેઠકમાં બી.એલ સંતોષ અને તરુણજી ચુગ હાજર રહેશે. બેઠકમાં તમામ મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યને હાજરીમાં બેઠક મળશે.

ગુજરાતના અન્ય અપડેટ્સ:


અમરેલીમાં સવારથી વરસાદની દે ધનાધન


હવામાન વિભાગની આગાહી (Gujarat rain forecast) પ્રમાણે આજે વહેલી સવારથી મેઘરાજા અમરેલી જિલ્લા (Amreli district rain) પર હેત વરસાદી રહ્યા છે. અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. બીજી તરફ સ્થાનિક નદી નાવલી (Navli river) અને ધાતરવડી નદી (Dhatarvadi village)માં પૂર આવ્યું છે. સવારે છથી 10 વાગ્યા સુધીના આંકડા તપાસીએ તો અમરેલીના સાવરકુંડલા અને ખાંભામાં ખૂબ સારો વરસાદ ખાબક્યો છે. હજુ પણ જિલ્લામાં વરસાદી માહોલ હોવાથી સારો એવો વરસાદ પડશે તેવી આશા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

વાદળો સાથે વાતો કરતા ગિરનાર પર્વતની તસવીરો કેમેરામાં કેદ


ગુજરાતમાં ધીમેધીમે ચોમસું ઝડપ પકડી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરમિયાકાંઠાના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ આજે ગુરુવારે ગિરનાર પર્વત પર પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગિરનાર પર વરસાદ દરમિયાન અને વરસાદ બાદના દ્રશ્યો અદભૂત હોય છે. ગિરનારમાં જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે એવું દ્રશ્ય ઊભું થાય કે જાણે વાદળો પર્વત સાથે વાતો કરતા હોય. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: C.R Patil, ગુજરાત, ધારાસભ્ય, ભાજપ

આગામી સમાચાર