Home /News /gandhinagar /Gandhinagar: આ સંસ્થા બાળકોને સાચા અર્થમાં કરે છે સાક્ષર, આટલા બાળકોને કર્યા છે શિક્ષિત

Gandhinagar: આ સંસ્થા બાળકોને સાચા અર્થમાં કરે છે સાક્ષર, આટલા બાળકોને કર્યા છે શિક્ષિત

અત્યાર સુધીમાં અક્ષરજ્ઞાનના 50થી વધારે શિક્ષકોએ 500થી વધારે બાળકોને ભણાવ્યા 

"અક્ષરજ્ઞાન" એટલે અક્ષરનું જ્ઞાન.માત્ર 5 બાળકો અને 3 શિક્ષકોથી શરુ કરેલ અક્ષરજ્ઞાનના વર્ગો મા આજ સુધીમાં 500 થી વધારે બાળકો નિ:શુલ્ક શિક્ષણ મેળવી ચૂક્યા છે અને 50 થી વધુ શિક્ષકો સેવા આપી ચૂક્યા છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Gandhinagar, India
  Abhishek Barad, Gandhinagar: શહેરમાં છૂટક મજૂરી કરીને ઘર ચલાવતા અને ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોના બાળકો માટે સામાજિક સંસ્થાઓ કાર્ય કરતી હોય છે. ગાંધીનગરમાં ગરીબ બાળકોમાં કંઈક સેવાકાર્ય શિક્ષણ, આરોગ્ય, સંસ્કાર- ઘડતર વગેરે જેવા કાર્યો થાય તેવા હેતુ થી તારીખ 13/12/2010 ના રોજ અક્ષરજ્ઞાન વર્ગની શરૂઆત ડૉ. સોમભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

  "અક્ષરજ્ઞાન" એટલે અક્ષરનું જ્ઞાન.માત્ર 5 બાળકો અને 3 શિક્ષકોથી શરુ કરેલ અક્ષરજ્ઞાનના વર્ગો મા આજ સુધીમાં 500થી વધારે બાળકો નિ:શુલ્ક શિક્ષણ મેળવી ચૂક્યા છે અને 50 થી વધુ શિક્ષકો સેવા આપી ચૂક્યા છે.

  અક્ષરજ્ઞાનમાં વર્ષોથી સેવા આપતા અશોકભાઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારો મુખ્ય હેતું છે કે દરેક બાળક શિક્ષિત થાય, તેના અંદર રહેલી કળા ને બહાર લાવીએ, તેનામાં સંસ્કારનું ઘડતર થાય. આ ઉપરાંત જે બાળકો થોડા મોટા છે અને આગળ ભણવા માંગે છે તેમને માટે બેંક ના કામકાજ, RTE, બીજાં નાના મોટા સરકારી લાભોની માહિતી આપવી અને તેમને અને તેમના પરિવારને મદદ કરવી.

  આપણે જ્યારે કોઇક બાળકને ભોજન આપીએ છીએ કે પૈસા આપીએ છીએ તો તે માત્ર તે સમય પૂરતું જ રહે છે પરંતુ જ્યારે આપણે તેને શિક્ષણ આપીએ છીએ તો તેના સાથે જીવનભર રહે છે. અમે માનીએ છીએ કે જો તમે કોઈને કૌશલ્યમાં મદદ કરવા માંગતા હો, તો તેમની પ્રતિભાને વરવી જેથી તેઓ જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ બની શકે. તેથી જો તમે એક બાળકને શિક્ષિત કરો અને તાલીમ આપો તો તેનું આખું કુટુંબ સુખી બની જશે.

  અમારો ઉદ્દેશ્ય તેમના માટે મુખ્યત્વે શિક્ષણ આપવાનો છે. અમે અમારા વર્ગમાં બાળકોને પાયા થી ભણાવવાનું શરુ કરીએ છીએ. તેઓને ગણિત, અંગેજી, વિજ્ઞાન વગેરે જેવા વિષયોને ભણાવીએ છીએ. તેમને લખતા વાંચતા શીખવીએ છીએ. તેમના માટે જુદા જુદા પ્રકારના વર્કશોપ રાખીએ છીએ. દિવા બનાવવા, રાખડી બનાવવી, ચિત્ર સ્પર્ધા, વેસ્ટ માંથી બેસ્ટ, નિબંધ સ્પર્ધા, રમત ગમત, ડાન્સ, સિંગિંગ વગેરે વગેરે.

  જેથી કરીને તેમનામાં રહેલી કળા દુનિયા સમક્ષ લાવી શકાય. દિવાળી, જન્માષ્ટમી , નવરાત્રી, રક્ષાબંધન, હોળી, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી વગેરે તમામ ભારતીય તહેવારોની ઉજવણી તેમના સાથે કરીએ છીએ. દર વર્ષે તેમને એક દિવસીય પિકનિક પર લઈ જવા, કોઇ વિદ્યાર્થી જો સ્કુલ ફી ના ભરી શકે તો તેને મદદ કરવી, જન્મદિવસની ઉજવણી, તેમનાં માટે જરૂરી સ્ટેશનરી, જરૂરી વસ્તુઓ, નાસ્તો વગેરે પણ અક્ષરજ્ઞાન દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત અક્ષરજ્ઞાન ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, અનાથ આશ્રમ વગેરેમાં રક્ષબંધનની ઉજવણી કરવામાં આવે છે. ગરીબ બાળકો માટે "કલોથ ડ્રાઇવ " કરવામાં આવે છે.

  હાલમાં અક્ષરજ્ઞાનના વર્ગો ગાંધીનગરમાં 2 સ્થળોએ ચાલે છે. સૌના સાથ અને સહકારથી અમે વધુમાં વધુ બાળકોને શિક્ષણ આપવા માટે તેમના માટે વર્ગો શરુ કરી શકીશું. અમે આશા રાખીએ છીએ કે વધુમાં વધુ લોકો અક્ષરજ્ઞાન સાથે જોડાય અને બાળકોના શિક્ષણ આપવામાં અને તેમના ઉજ્જવળ ભવિષ્ય ભણવામાં મદદ રૂપ થાય. તમારી અનુકૂળતા પ્રમાણે તમે નીચેના સમય પ્રમાણે સાથ અને સહકાર આપી શકો છો. અમારો પ્રયાસ છે કે એક દીવો શિક્ષણનો આ બાળકો દ્વારા તેમના ઘર પણ પ્રગટે અને જેની રોશની આખા માનવ સમાજ પર થાય.

  વર્ગ સ્થળ- (1) ગ - 6 અને ઘ - 6 સર્કલના વચ્ચે કડી સ્કુલ બાજુ ફૂટપાથ પર સેક્ટર 23 સમય - 6.45 to 8.00 pm (2) ગ્રીન એપલ હોટેલની પાછળ સેકટર 16 સમય - 5.00 to 6.00 pm સંપર્ક નંબર, 9512947153, 9924127415 Social media, https://linktr.ee/akshargyanngo
  Instagram - akshargyan_
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Gandhinagar News, Local 18, NGO, Poor people, Students

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन