Home /News /gandhinagar /

AHEMDABAD: ગુજરાતની યુવતીએ આપી સિયાચીનમાં રહેતા સૈનિકોને ભેટ, કપરી સ્થિતિમાં સૈનિકોની કરશે રક્ષા

AHEMDABAD: ગુજરાતની યુવતીએ આપી સિયાચીનમાં રહેતા સૈનિકોને ભેટ, કપરી સ્થિતિમાં સૈનિકોની કરશે રક્ષા

ડિઝાઇનને

ડિઝાઇનને લીધે જેકેટ નું વજન 2 kg કરતાં ઓછું

કલ્પના કરો કે લદ્દાખનો (Ladakh) સંવેદનશીલ સિયાચીન (Siachen) વિસ્તારમાં સ્પેશિયલ ગિયર સાથે -10 થી -45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પેટ્રોલિંગ માટે ખાસ હેડગિયરથી લઈને જેકેટ, થર્મલ વેર અને બૂટ સુધી જેનું વજન લગભગ 10 કિલો સામાન સાથે લઈ જવાનું છે.

વધુ જુઓ ...
    અમદાવાદ:  કલ્પના કરો કે લદ્દાખનો (Ladakh) સંવેદનશીલ સિયાચીન (Siachen) વિસ્તારમાં સ્પેશિયલ ગિયર સાથે -10 થી -45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પેટ્રોલિંગ માટે ખાસ હેડગિયરથી લઈને જેકેટ, થર્મલ વેર અને બૂટ સુધી જેનું વજન લગભગ 10 કિલો સામાન સાથે લઈ જવાનું છે.પેટ્રોલિંગ (Patrolling) કરી રહેલા ભારતીય સૈનિકો માટે આ વાસ્તવિકતા છે. કારણ કે તેઓને રાશન, શસ્ત્રો અને દારૂગોળો પણ લઈ જવો પડે છે. જો આ માટે તેમનું જેકેટ (Jacket) સાત સ્તરો સાથે કેટલાક કિલોગ્રામ વજન ધરાવે છે. તેને હળવા અને વધુ કાર્યક્ષમ બનાવી શકાય કે કેમ ?

    પ્રોજેક્ટ હેક્સાગોન માટે ટીમ સૈન્યના જેકેટ પર કામ કરી રહી હતી

    આ બાબત માટે ખુશ્બુ પટેલ નામની યુવતી માટે આ વિચારવાની પ્રક્રિયાની શરૂઆત હતી. NIDમાંથી પાસ આઉટ થયા પછી ખુશ્બુ પટેલે અન્ય ત્રણ મિત્રો સાથે મળીને ટેટ્રેલ (Tetrel) ઈનોવેશનની સ્થાપના કરી હતી. જેમાં પ્રોજેક્ટ હેક્સાગોન (Project Hexagon) માટે ટીમ સૈન્યના જેકેટ પર કામ કરી રહી હતી.

    હાલમાં લેવાતા જેકેટના ચાર સ્તરોને ઘટાડીને ભારે તાપમાનનો સામનો કરી શકે છે.

    ખુશ્બુ પટેલે જણાવ્યું હતું કે તે તેમનો ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ હતો. જે NID ખાતે ટેક્સટાઇલ ડિઝાઇનના સહયોગી સિનિયર ફેકલ્ટી ડૉ. કેતનકુમાર વડોદરિયા અને અબોધ ફાઉન્ડેશનના સ્થાપક રવિન વ્યાસના માર્ગદર્શનથી શરૂ થયો હતો. ડો. વડોદરિયાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અન્ય સોલ્યુશન્સની તુલનામાં અનન્ય છે. તે હાલમાં સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવાતા જેકેટના ચાર સ્તરોને ઘટાડે છે. તે ગ્રેફીન (Grafin) આધારિત સંયુક્ત સામગ્રી છે જે મજબૂત છે અને ભારે તાપમાનનો સામનો કરી શકે છે.

    યુએસપી (USP) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો (AI) ઉપયોગ છે.જ્યારે અન્ય ઇન્સ્યુલેટેડ (Insulated) જેકેટ્સ શૈક્ષણિક અને વ્યાપારી બંને સંસ્થાઓ દ્વારા વર્ષોથી વિકસાવવામાં આવ્યા છે. તેમાં સમગ્ર ફેબ્રિકમાં કોપર કોઇલ (Copper Coil) હોય છે. જે ગરમ થાય છે અને પહેરનારને હૂંફ આપે છે. જ્યારે તે વારંવાર ચાલુ રહેતા ખૂબ ગરમ થાય છે અથવા તેને બંધ કરવાની જરૂર પડે છે ત્યારે સમસ્યા ઉભી થાય છે.

    આ પણ વાંચો: મિત્રોને દારૂ પીવડાવવો ભારે પડ્યો, વરરાજા સહિત મિત્રને ખાવી પડી લોકઅપની હવા

    ડિઝાઇનને લીધે તેનું વજન 2 kg કરતાં ઓછું,શેલ્ફ લાઇફ ધરાવતી 3D પ્રિન્ટેડ બેટરીનોસમાવેશ.

    ટીમના સભ્યોએ કહ્યું કે પહેરનારને બે અઠવાડિયા માટે તાપમાનને એડજસ્ટ (Adjust) કરવું પડશે. ડિઝાઇનને (Design) લીધે તેનું વજન 2 kg કરતાં ઓછું છે. જેમાં પરંપરાગત કરતાં વધુ શેલ્ફ લાઇફ (Self Life) ધરાવતી 3D પ્રિન્ટેડ બેટરીનો (Printed Battery) સમાવેશ થાય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad news, અમદાવાદ

    આગામી સમાચાર