Home /News /gandhinagar /ગાંધીનગરમાં કુપોષણ દૂર કરવા અનોખો પ્રોજેકટ શરૂ, મગસના લાડુનું કરાશે વિતરણ
ગાંધીનગરમાં કુપોષણ દૂર કરવા અનોખો પ્રોજેકટ શરૂ, મગસના લાડુનું કરાશે વિતરણ
કુપોષણ દૂર કરવા અનોખો પ્રોજેકટ શરૂ કરાયો
Gandhinagar Lok Sabha: ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભાને દેશની સર્વશ્રેષ્ઠ લોકસભા બનાવવા માટે દરેક ક્ષેત્રે કામગીરી હાથ ધરી છે. કેન્દ્રીય ગ્રહમંત્રી દ્રારા પોતાની લોકસભા વિસ્તારમાં કુપોષણનો પ્રશ્ન સંપૂર્ણપણે નાબૂદ થાય તે માટે ગર્ભવતી મહિલાઓને મહિનામાં 15 દિવસ મગસના લાડુ મળી રહે તે માટે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
Amit Shah: ગુજરાતના પાટનગર એવા ગાંધીનગર લોકસભાના સાંસદ અને દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પોતાના લોકસભા વિસ્તારમાં કુપોષણ સામે જંગ છેડવામાં આવી છે. કુપોષિત માતા અને બાળક બંને કુપોષણમાંથી બહાર નીકળે તે માટે મગસના લાડુનો ખાસ પ્રકારનો પ્રોજેક્ટ ઉત્તમ ડેરીના સહયોગથી ચાલુ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગ્રહમંત્રીના પરિવારના સભ્યો ખુદ આ પ્રોજેક્ટનું મોનિટરિંગ કરી રહ્યા છે.
કુપોષણ દૂર કરવા માટે પ્રોજેક્ટ હાથ ધરાયો
ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભાને દેશની સર્વશ્રેષ્ઠ લોકસભા બનાવવા માટે દરેક ક્ષેત્રે કામગીરી હાથ ધરી છે. ખાસ કરીને બાળકોમાં કુપોષણ દૂર થાય તે માટે ખાસ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગ્રહમંત્રી દ્રારા પોતાની લોકસભા વિસ્તારમાં કુપોષણનો પ્રશ્ન સંપૂર્ણપણે નાબૂદ થાય તે માટે ગર્ભવતી મહિલાઓને મહિનામાં 15 દિવસ મગસના લાડુ મળી રહે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. મગસના આ લાડુ અલગ અલગ પોષણ તત્વોથી ભરપૂર હોય છે અને ગર્ભવતી મહિલાને મહિનામાં 15 દિવસ આ પોષણયુક્ત લાડુ મળી રહે તે માટેના પ્રોજેક્ટ એ પ્રારંભ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહનો પરિવાર આ પ્રોજેક્ટનું સમયાંતરે નિરીક્ષણ કરતો હોય છે. ગ્રહમંત્રી અમિત શાહના પુત્રવધુ રીશીતા ગાંધીનગર લોકસભાના જુદા જુદા ગ્રામીણ વિસ્તારની મુલાકાત લઈ ગર્ભવતી મહિલાઓને આ લાડુ વિતરણ કરતા હોય છે. મગજના લાડુના પ્રોજેક્ટમાં અમદાવાદની ઉત્તમ ડેરીના સહયોગથી દર મહિને 1 લાખ લાડુનું વિતરણ ગાંધીનગર લોકસભામાં થાય તે માટેની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
દર મહિને એક લાખ લાડુનું વિતરણ કરવામાં આવશે
ઉત્તમ ડેરી દ્વારા શુદ્ધ ઘીમાં આ મગજના લાડુ તૈયાર કરવામાં આવે છે. ઉત્તમ ડેરીના સભાસદો દ્વારા આ લાડુનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવી રહેલો છે. આ સાથે દર મહિને 1,00,000 લાડુ તૈયાર કરી અમદાવાદ અને ગાંધીનગર કલેકટર સાથે સંકલન કરી આ વિતરણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુપોષણના આંકડા જોતા આ પ્રોજેક્ટ ખુબ જ જરૂરી છે. કારણ કે, મહિલાઓ અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધવા લાગ્યું છે. સમયાંતરે તેના પર અંકુશ મેળવો ખુબ જ અનિવાર્ય છે.