Home /News /gandhinagar /Gandhinagar: મિલાપ ટાટારીઆ અનોખી રીતે કરશે જન્મદિવસની ઉજવણી, આઠ દિવસ નિઃશુલ્ક સેવા કેમ્પનું કરશે આયોજન

Gandhinagar: મિલાપ ટાટારીઆ અનોખી રીતે કરશે જન્મદિવસની ઉજવણી, આઠ દિવસ નિઃશુલ્ક સેવા કેમ્પનું કરશે આયોજન

તા.

તા. 01 થી 08 સપ્ટેમ્બર દરમ્યાન વિવિધ સેવા કેમ્પ નિઃશુલ્ક યોજાશે

ગાંધીનગરનો એક યુવક દ્વારા પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરશે. મિલાપ ટાટારીઆ દ્વારા નિઃશુલ્ક આઠ દિવસ અલગ અલગ પ્રકારના સેવા કેમ્પ કરવામાં આવશે.

    Abhishek Barad, Gandhinagar: ગાંધીનગરનો એક યુવક દ્વારા પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરશે. મિલાપ ટાટારીઆ દ્વારા નિઃશુલ્ક આઠ દિવસ અલગ અલગ પ્રકારના સેવા કેમ્પ કરવામાં આવશે.

    શહેરના નવ યુવાનો પોતાના જન્મદિવસેહજારો રૂપિયાનો ખર્ચ કરીને પરિવાર અને મિત્રો સાથે ઉજવે છે. ત્યારે ગાંધીનગરનો એક યુવક પોતાનો જન્મદિવસ આઠ દિવસ નિઃશુલ્ક સેવા કરીને ઉજવશે.ગાંધીનગરના સેકટર 25 માં રહેતા મિલાપ ટાટારીઆ ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાના સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળે છે. ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થા અને ડૉ. નિધિ ફિઝિયો વર્લ્ડ દ્વારા આયોજિત મિલાપ ટાટારિઆ નાં જન્મદિનન નિમિત્તે તા. 01/09/2022 & 02/09/2022 ( ગુરુવાર અને શુક્રવાર) સાંજે 6:00 થી 7:30 કલાક દરમિયાન સ્વ-બચાવ અને સલામતી જાગૃતિનો સેમિનાર યોજાશે.

    તા. 03/09/2022 & 04/09/2022 ( શનિવાર અને રવિવાર) સવારે 8:00 થી 12:00 કલાક દરમિયાન ફ્રીડમ ક્રોમ ડાયાબિટીસ કેમ્પ અને પેઇન કેમ્પ યોજાશે તથા ફ્રી બ્લડ સુગર ચેકઅપ કેમ્પ સાથે ડાઇટ અને ન્યૂટ્રીશન નું કાઉન્સિલીંગ કરવામાં આવશે. તા. 05/09/2022 & 06/09/2022 ( સોમવાર અને મંગળવાર) સાંજે 4:00 થી 7:00 કલાક દરમિયાન ફ્રીડમ ફ્રોમ લાઇફ સ્ટાઇલ ડીસઓર્ડર નિદાન કેમ્પ યોજાશે અને બીજા બ્લડ ટેસ્ટ રાહતદરે આપવામાં આવશે.

    આ પણ વાંચો: કોરોનાના હેલ્થ ઈન્શયોરન્સ બાબતે ગ્રાહક સુરક્ષા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

    ડાઇટ અને ન્યૂટ્રીશન નું કાઉન્સિલીંગ કરવામાં આવશે. તા. 07/09/2022 & 08/09/2022 ( બુધવાર અને ગુરુવાર) વર્લ્ડ ફિઝિયોથેરાપી દિન નિમિત્તે સવારે 10:00 થી 5:00 કલાક દરમિયાન ફ્રીડમ ફ્રોમ પેઇન કેમ્પમાં તમામ પ્રકારના સાંધાના દુઃખાવા અને ઘસારો, રમત-ગમતમાં થતી ઈજાઓનું નિદાન તથા પ્રેક્ટીકલી સારવાર અધતન મશીનોની મદદથી આપવામાં આવશે. આ સેવા કેમ્પમાં સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટનાં જાણીતાં નિષ્ણાંત ડૉ. નિધિ લેકિનવાલા, ડૉ. હિમાની પટેલ અને સ્ત્રીરોગનાં જાણીતા નિષ્ણાંત ડૉ. ક્રુતિ સુથાર સાથે ડૉ. નવનીત ઝાલા અને ડૉ. મેધાવી પટેલ પણ સેવા આપશે

    આ સમગ્ર આયોજન તા. 01 થી 08 સપ્ટેમ્બર સુધી સમય મુજબ ડૉ. નિધિ ફિઝિયોવર્લ્ડ, સેક્ટર-21 ખાતે નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે : 91-8160065627, 91-7575024232 સંપર્ક કરી શકાય છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Birthday Celebration, Birthday Special

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन