Home /News /gandhinagar /

Gandhinagar: ગુજરાત માલધારી મહાપંચાયતની મળશે મહા મીટિંગ:  જ્ઞાતિનાં આટલા મહત્વનાં મુદ્દાઓ પર થશે ચર્ચા

Gandhinagar: ગુજરાત માલધારી મહાપંચાયતની મળશે મહા મીટિંગ:  જ્ઞાતિનાં આટલા મહત્વનાં મુદ્દાઓ પર થશે ચર્ચા

ગુજરાત માલધારી મહાપંચાયતની મળશે મહા મિંટીંગ

માલધારી સમાજનાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, તાલુકા જીલા પંચાયતનાં સભ્યો, મ્યુનિ. કોર્પોરેટરો, સંતો-મહંતો, સમાજનાં વિવિધ સંગઠનોનાં પ્રમુખો, સામાજીક આગેવાનો અને માલધારી સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

    Abhishek Barad, Gandhinagar: અમદાવાદનાં ચાણક્યપુરી ખાતે માલધારી મહાપંચાયત દ્વારા મહામીટીંગનું આયોજન કરેલું છે. જેમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, તાલુકા જીલા પંચાયતનાં સભ્યો, મ્યુનિ. કોર્પોરેટરો, સંતો-મહંતો, સમાજનાં વિવિધ સંગઠનોનાં પ્રમુખો, સામાજીક આગેવાનો અને માલધારી સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

    ગુજરાતમાં (Gujarat) ચૂંટણીના (elections)ભણકારા વાગી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોની સાથે સાથે દરેક સમાજ પણ કોઈને કોઈ વિષયને લઈને સંમેલન કરી રહ્યા છે. આવા સમયે ગુજરાત માલધારી મહાપંચાયત (Gujarat Maldhari Panchayat) દ્વારા તારીખ 07 ઓગસ્ટ 2022 રવિવારે અમદાવાદ ખાતે મહામીટીંગનું આયોજન કરેલું છે. જેમાં માલધારી સમાજના મહાનુભાવો, આગેવાનો ઉપસ્થિત રહીને સમાજના જુના રિવાજો દૂર કરવા અને લમ્પી રોગચાળા અંગે માલધારી સમાજના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા થશે.



    ગુજરાત માલધારી મહાપંચાયતનાં પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ (Nagjibhai Desai)જણાવ્યું કે અમદાવાદનાં ચાણક્યપુરી ખાતે માલધારી મહાપંચાયત દ્વારા મહામીટીંગનું આયોજન કરેલું છે. જેમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, તાલુકા જીલા પંચાયતનાં સભ્યો, મ્યુનિ. કોર્પોરેટરો, સંતો-મહંતો, સમાજનાં વિવિધ સંગઠનોનાં પ્રમુખો, સામાજીક આગેવાનો અને માલધારી સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ મીટીંગ બે ભાગમાં યોજાશે. જે મુજબ ભાગ-૧ સમય સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ કલાકે અને બીજો ભાગ બપોરે ૧૨:૦૦ થી ૨:૦૦ કલાકે યોજાશે.



    ભાગ-૧માં માલધારીઓની જીવાદોરી સમાન ગાયમાતા (Cow)અને ગૌવંશની ચિંતા કરવી યોગ્ય મદદ મળે તેમજ આર્થિક નુકશાન જે રોગચાળામાં પશુપાલકોને આવી પડ્યુ છે તેની સામે સહાય મળે, બિમાર ગાયમાતા અને ગૌવંશને મેડીકલ સુવિધા વધુ સારી મળે તેની ચર્ચા કરશે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લાવામાં આવેલ ઢોર નિયંત્રણ અંકુશ કાળા કાયદાથી શહેરોમાં રહેતા માલધારીઓ અને ખાસ કરીને ૧૫૬ નગરપાલિકામાં રહેતા માલધારીઓને રોજગારી આ કાયદાથી છિનવાઈ જાય તેમ છે એની ચર્ચા કરશે.માલધારી મહાપંચાયતનાં હોદ્દેદારો તેમજ માલધારી મહાપંચાયતનાં ગુજરાતનાં વિવિધ સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે તેના પ્રમુખો જોડે ચર્ચા-વિચારણા. ગુજરાતમાં આવી પડેલી ગાયમાતા અને ગૌવંશ ઉપર રોગચાળાની ઉપાધી માટે વિવિધ જીલ્લાઓમાં ગુજરાત માલધારી મહાપંચાયતની ટીમો સક્રિય છે તેનાથી પણ વધુમાં વધુ મદદરૂપ થઈ શકાય તે અંગે પણ ચર્ચા થશે.

    આ પણ વાંચો : Bank of Baroda એ એક લોકર ત્રણ વ્યક્તિઓને આપી દીધુ; કેસ કોર્ટમાં જતા આવ્યો આવો ચૂકાદો, લોકર રાખતા લોકોએ વાંચવા જેવો કિસ્સો

    ભાગ-૨ માં માલધારી રબારી સમાજમાં વર્ષો જુના આર્થિક નુકશાન કરતા અને ખોટો સમય વેડફાતા કુ-રિવાજો (Social customs) સદંતર બંધ કરવા, લગ્નો અને મરણોમાં તેમજ નાનાં-નાનાં પ્રસંગોમાં આર્થિક ખર્ચા બંધ કરવા તેમજ સમયનો યોગ્ય ઉપયોગ કરવો તેની ચર્ચા-વિચારણા થશે. માલધારી રબારી સમાજનાં નવા રિત-રિવાજો આ મહામીટીંગમાં જાહેર કરવામાં આવશે. જેનું ગુજરાતનાં તમામ માલધારી સમાજે પાલન કરવા વિનંતી કરવામાં આવશે.સંગઠીત અને શિક્ષણમાં માલધારી સમાજ આગળ વધે તેમજ ગુજરાતનાં તમામ વર્ગ સાથે ધંધા રોજગારમાં પણ ખભે થી ખભા મિલાવીને આગળ વધે તેની પણ ચર્ચા થશે. સમુહલગ્નોમાં (Mass marriages)માલધારી સમાજ આગળ આવે, બ્લડ ડોનેશન (Blood donations)કેમ્પો કરી પ્રજાજનોને ઉપયોગી થાય, મેડીકલ કેમ્પો કરી પ્રજાજનોને ઉપયોગી થવાય તેવી ચર્ચા થશે.

    સરમામું : મહંતશ્રી બળદેવગિરી બાપુ કોમ્યુનિટી હૉલ કારગિલ પેટ્રોલ પંપથી ચાણક્યપુરી રોડ, ગણેશ મેરીડીયનની પાસે, ચાણક્યપુરી, અમદાવાદ. મો. 9687523588
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Maldhari, Meeting, ગાંધીનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन