Home /News /gandhinagar /Gujarat Politics: ગુજરાત સરકારમાં મોટો ફેરબદલ, બે કેબિનેટ મંત્રી પાસેથી ખાતા છીનવાયા

Gujarat Politics: ગુજરાત સરકારમાં મોટો ફેરબદલ, બે કેબિનેટ મંત્રી પાસેથી ખાતા છીનવાયા

ગુજરાત વિધાનસભા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આજે મક્કમતાથી નિર્ણય લેવામાં આવ્યો છે જેમા રાજ્યના બે સિનિયર મંત્રીઓ પાસેથી તેમના મંત્રાલય આંચકી લેવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા જ રાજ્યના રાજકારણ (Gujarat Politics)માં મોટી ઉથલપાથલ થઇ છે. ભુપેન્દ્ર સરકાર દ્વારા આજે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મક્કમ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મક્કમ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) પાસેથી મહેસુલ વિભાગ પરત લેવાયુ છે ત્યાં જ આરએનબી વિભાગ પૂર્ણેશ મોદી (purnesh modi) પાસેથી પરત લેવાયુ છે. જોકે કેબિનેટ મંત્રાલય સીએમ પાસે જ રહેશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આજે મક્કમતાએ નિર્ણય લેવામાં આવ્યો છે જેમા રાજ્યના બે સિનિયર મંત્રીઓ પાસેથી તેમના મંત્રાલય આંચકી લેવામાં આવ્યા છે. જોકે વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રકારના નિર્ણય શામાટે લેવામાં આવ્યા તે અંગે કોઇ માહિતી સામે આવી નથી. પરંતુ આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં ફરીથી ગરમાવો આવી ગયો છે.



વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારમાં આ પ્રકારના ફેરબદલ ખુબ જ મહત્ત્વનાં માનવામાં આવી રહ્યા છે. જોકે રાજ્ય સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી ક્યાં કારણોસર કાર્યલય છીનવી લેવાયુ તે અંગે કોઇ માહિતી સામે આવી નથી. પરંતુ એવી અટકળો છે કે તેમના વિરૂદ્ધ પાર્ટીમાં ઘણી ફરિયાદો સામે આવી રહી હતી. ત્યાં જ સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી રહી છે કે મહેસુલ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંધવીને જવાબદારી સોંપાઇ શકે છે.

આ પણ વાંચો- ગુજરાતમાં આજે કોરોના ત્રણ લોકોને ભરખી ગયો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

આમ વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. આરએનબીના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જગદીશ પંચાલને જવાબદારી સોંપવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, ગુજરાતના ઇતિહાસમા પહેલીવાર કોઇ મુખ્યમંત્રીએ પહેલીવાર બબ્બે કેબિનેટ મંત્રીઓના ખાતા પાછા લીધા હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ઉલ્લેખનિય છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઇ છે. આવતી કાલે કમલમમાં બેઠકનો દોર જામવાનો છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવી રહ્યા છે. આવતી કાલે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક જામશે તે પહેલા જ પાર્ટીની આગામી વ્યૂહરચનાને લઇ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
First published:

Tags: Gujarat Government, UP Assembly Elections, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन