Home /News /gandhinagar /Navratri 2022: ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિમાં મા અંબાના સાક્ષાત જ્યોત સ્વરૂપે થશે દર્શન

Navratri 2022: ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિમાં મા અંબાના સાક્ષાત જ્યોત સ્વરૂપે થશે દર્શન

9000

9000 ગરબા રમી શકે અને 30,000 કરતા વધારે લોકો જોઈ શકે તેવું મેદાન તૈયાર કરાયું છે

કલ્ચરલ ફોરમનો વિશાળ ડસ્ટ-ફ્રી ગ્રાઉન્ડમાં 9000 કરતા વધારે ખેલૈયાઓ રમી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. જીસીએફ ગરબા ગ્રાઉન્ડમાં યાત્રાધામ અંબાજીથી આવેલી અખંડ જ્યોત પ્રજ્વલિત રહેશે, મુખ્ય મંચ પર માતાજીની ૧૨ ફૂટ ઉંચી મૂર્તિની સ્થાપના કરાશે

વધુ જુઓ ...
  Abhishek Barad, Gandhinagar: ગાંધીનગરમાં વર્ષોથી કલ્ચરલ ફોરમ દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 25મી ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, સેક્ટર - 11માં વિશાળ ડસ્ટ-ફ્રી ગ્રાઉન્ડમાં 9000 કરતા વધારે ખેલૈયાઓ રમી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. જીસીએફ ગરબા ગ્રાઉન્ડમાં યાત્રાધામ અંબાજીથી આવેલી અખંડ જ્યોત પ્રજ્વલિત રહેશે, મુખ્ય મંચ પર માતાજીની ૧૨ ફૂટ ઉંચી મૂર્તિની સ્થાપના કરાશે.

  આવનારી પેઢીમાં પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય એવા ઉદ્દેશ સાથે મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ-નવરાત્રી મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઊજવવા ગાંધીનગર કલ્ચરલ ફોરમે ગાંધીનગરની મધ્યમાં-સેન્ટ્રલ વિસ્ટા પાસે, LIC ઑફિસ સામે, સેક્ટર-11ના વિશાળ મેદાનમાં દિવ્ય અને ભવ્ય આયોજન કર્યું છે. નવરાત્રી મહોત્સવના વિશિષ્ટ આયોજનથી – ગરબાથી વિશ્વગગનમાં ગાંધીનગરની આગવી ઓળખ ઊભી કરવા ગાંધીનગર કલ્ચરલ ફોરમ પ્રયત્નશીલ છે. કોરોનાકાળના બે વર્ષ પછી નવરાત્રીના ગરબા યોજાઈ રહ્યા છે એટલે નાગરિકો અને ખેલૈયાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છલકાઈ રહ્યો છે.

  ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ નવલી નવરાત્રી- 2022ના વિશિષ્ટ આયોજન અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવના આયોજનમાં ભવ્યતાની સાથે સાથે દિવ્યતા માટે વિશેષ પ્રયત્નો થઈ રહ્યા છે. ખેલૈયાઓ મોકળારાથી પરંપરાગત રીતે ગરબે રમી શકે એ માટે 3 લાખ ચો.ફૂટનું વિશાળ મેદાન સજાવાઈ રહ્યું છે. એકી સાથે 9000 કરતા વધારે ખેલૈયાઓ ગરબા રમી શકે એવું વિશાળ ડસ્ટ ફ્રી ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે. છેલ્લા 34 વર્ષથી ગાંધીનગરથી પગપાળા અંબાજી જતા જય અંબે પરિવારના સભ્યો પવિત્ર યાત્રાધામ અંબાજીથી જ્યોતિ સ્વરૂપ મા અંબાજીને ગાંધીનગર લાવે છે.માતાજીની આ જ્યોતની ભવ્ય શોભાયાત્રા નવરાત્રી મેદાનમાં પહોંચશે અને ત્યાં માતાજીની જ્યોતનું પવિત્રતાપૂર્વક સ્થાપન કરાશે.

  ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાથી વિશ્વગગનમાં ગાંધીનગરે આગવી ઓળખ ઊભી કરી છે. ગાંધીનગર ઉપરાંત અન્ય શહેરોના યુવાનો અને વ્યવસાયિક કે કૌટુંબિક રીતે ગાંધીનગરની બહાર સ્થાયી થયેલા મૂળ ગાંધીનગરના પરિવારો પણ નવરાત્રી દરમિયાન ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા ગાંધીનગર આવી જાય છે.આવા તમામ ગરબા ખેલૈયાઓને યોગ્ય પ્રાંગણ પૂરું પાડવા ગાંધીનગર કલ્ચરલ ફોરમ સતત પ્રયત્નશીલ છે. યુવાન ગરબા ખેલૈયાઓ પણ નવરાત્રીની ઊજવણી પાછળનું શાસ્ત્રોક્ત માહાત્મ્ય સમજે અને આદ્યશક્તિની આરાધનાના આ પર્વને યોગ્ય રીતે ઊજવે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાના પ્રવેશદ્વારમાં ગરબા અને ચાકડાથી ગામઠી સજાવટ કરવામાં આવી છે. મુખ્ય મંચ પર મા જગદમ્બાની ૧૨ ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાશે. સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવવા વિશેષ પ્રયત્નો હાથ ધરાયા છે. નવરાત્રીના લોકમહોત્સવને નાગરિકો પરિવાર સાથે મનભરીને માણી શકે તે માટે વિવિધ વાનગીઓ ના ૨૬ જેટલા ફૂડસ્ટોલ્સ આકાર લઈ રહ્યા છે. ગુજરાતના પારંગત ગરબા ગાયકો પરંપરાગત ગરબાથી કલ્ચરલ ફોરમનું આંગણું ગજવશે અને દશેરાએ મેગા ફાઈનલ યોજાશે.

  ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવમાં ઉમંગ અને ઉત્સાહથી છલકતા-થનગનતા યુવાનો મોજમસ્તીથી ગરબે રમવા આવે છે, તો લોકગીતો અને શાસ્ત્રીય રાગો પર આધારિત ગવાતા ગરબા માણવા વડીલો અને નાગરિકો પણ વિશાળ સંખ્યામાં પધારે છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના મંચ પરથી ખેલૈયાઓને ગરબે રમાડવા આ વર્ષે પહેલા નોરતે (તા. 26 સપ્ટે) સમીર રાવલ-માના રાવલ અને ગાયકવૃંદ, બીજા નોરતે પ્રહર વોરા અને ગૃપ, ત્રીજા નોરતે દિસી દેસાઈ અને અમિત ઠક્કર, ચોથા નોરતે હિમાલી વ્યાસ નાયક અને ગૃપ, પાંચમા નોરતે આશિતા પ્રજાપતિ અને અમિપ પ્રજાપતિ, છઠ્ઠા નોરતે હિમાલી વ્યાસ નાયક અને ગૃપ, સાતમા નોરતે દિપ્તી દેસાઈ અને અમિત ઠક્કર, આઠમા નોરતે ગોલ્ડન ચિયર્સ અને નવમા નોરતે દર્શના ગાંધી અને રિશીન સરૈયા ગાંધીનગર પધારી રહ્યા છે. નવે નવ દિવસના વિજેતા ખેલૈયાઓ વચ્ચે તા.05 સપ્ટેમ્બરને દશેરાના દિવસે મેગા ફાઈનલ સ્પર્ધા યોજાશે. ગાંધીનગરના સર્વશ્રેષ્ઠ ખેલૈયાઓ વચ્ચેની આ મેગા ફાઈનલ સ્પર્ધા પ્રેક્ષણીય બની રહેશે.

  ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાનું ગુજરાત અને સમગ્ર વિશ્વમાં જીવંત પ્રસારણ કરાશે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાનું ગાંધીનગર કલ્ચરલ ફોરમની YouTube ચેનલ (Gandhinagar Cultural Forum) પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા વિશ્વના તમામ નાગરિકો લાઈવ નિહાળી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીનું ચાર વેબસાઈટ પરથી વેબકાસ્ટીંગ કરાશે. વિદેશમાં વસતા ગાંધીનગરાઓ પણ યુ-ટયૂબ દ્વારા ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીનો આનંદ માણે છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Gandhinagar News, Navratri 2022, Navratri celebration

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन