Home /News /gandhinagar /Gandhinagar: નાયી સમાજ દ્વારા લિમ્બચ માતાજી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાશે
Gandhinagar: નાયી સમાજ દ્વારા લિમ્બચ માતાજી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાશે
શ્રી લિમ્બચ માતાજીના મંદિરે અન્નકૂટ 07 નવેમ્બર તથા પાટોત્સવ 28 નવેમ્બરે ઉજવાશે
ગાંધીનગરના સેકટર- 13 ખાતે સ્થિત શ્રી લિમ્બચ માતાજીના મંદિરનો 22મો પાટોત્સવ તેમજ અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું છે. અન્નકૂટ તા.07 નવેમ્બર સોમવારના રોજ મા લિમ્બચને ધરાવવામાં આવશે અને અન્નકુટની મહાઆરતી સાંજના 7 કલાકે કરવામાં આવશે.
Abhishek Barad, Gandhinagar: વાળંદ- નાયી સમાજના શ્રી લિમ્બચ માતાજી કુળદેવી છે અને સૌ લોકો ખૂબ શ્રદ્ધાપૂર્વક માને છે. ગાંધીનગરના સેકટર- 13 ખાતેશ્રી લિમ્બચ માતાજીનું મંદિર આવેલું છે. વાળંદ- નાયી સમાજ સહિત દરેક જ્ઞાતિના લોકો મંદિરે દર્શનાર્થે આવે છે.
મંદિરના પ્રમુખ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગાંધીનગરના સેકટર- 13 ખાતે સ્થિત શ્રી લિમ્બચ માતાજીના મંદિરનો 22મો પાટોત્સવ તેમજ અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું છે. અન્નકૂટ તા.07 નવેમ્બર સોમવારના રોજ મા લિમ્બચને ધરાવવામાં આવશે અને અન્નકુટની મહાઆરતી સાંજના 7 કલાકે કરવામાં આવશે.
અન્નકુટનો પ્રસાદ તથા મહાઆરતીનો લાભ લેવા લિમ્બચ ધામ- સેક્ટર 13 ગાંધીનગર ખાતે સમાજના સૌ લોકોને સહપરિવાર પધારશો. શ્રી લિમ્બચ માતાજીનો 22 મો પાટોત્સવ પણ આવી રહ્યો છે. સમસ્ત જ્ઞાતિના કુળ દેવી જગત જનની જગદંબામાં લિમ્બચ માતાજીનો 22મો પાટોત્સવ સંવત 2079ના માગસર સુદ – 5 ને સોમવાર તા.28 નવેમ્બર 2022 ના દિવસે ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યય છે. આ અતિ પાવન પર્વ આદ્ય શક્તિ તથા પરમ કૃપાળુમાં લિમ્બચ ના અમિદૃષ્ટિ આશીર્વાદ મેળવવા સહ પરિવાર પધારવા આપ સૌને સહર્ષ આમંત્રણ પાઠવીએ છીએ.
કાર્યક્રમના આયોજન વિશે જણાવ્યું હતું કે નવચંડી હવનમાં યજમાન તરીકે બેસવા માટેના નામ નોંઘણી મહારાજ પાસે અથવા ઓફિસમાં વહેલા તે પહેલાના ધોરણે વહેલીતકે કરાવવી. પાટોત્સવની પત્રિકા તથા ભોજન પાસ જેને ન મળ્યા હોય તે ઓફિસમાંથી સવારના 9 થી 12 કલાક સુધીમા રૂબરૂ આવીને મેળવી લેવા. તેજસ્વી બાળકોના ઇનામી (ચોપડા ) લેવાના બાકી હોય તે શનિ રવિ સવારે 9 થી 12 કલાક સુધીમાં ઓફિસમાંથી મેળવી લેવા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રેરણા પ્રગતિ મંડળ- ગાંધીનગરના પ્રમુખ અ. મો. વાળંદ, ઉપપ્રમુખ રમેશભાઈ નાનુભાઈ પારેખ (કુહાવાળા) ટ્રસ્ટી, મંત્રી પ્રવિણચંદ્ર કનૈયાલાલ નાઈ, ગિરીશભાઈ કે. નાયી (પેથાપુર), બળવંતભાઈ. એમ. વાળંદ (સરઢવ), પંકજભાઈ કાન્તિલાલ નાઈ (પુર્ણિમા હોટલ વાળા પુધરા), મયુરભાઈ, ગોપાળભાઈ શર્મા તથા સમગ્ર પ્રેરણા પ્રગતિ મંડળ ના ટ્રસ્ટી, કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે.