Home /News /gandhinagar /

Gandhinagar: સ્વામિનારાયણ મંદિર ખાતે શિવ મહિમા કથાનું આયોજન; આ સમયે થશે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા

Gandhinagar: સ્વામિનારાયણ મંદિર ખાતે શિવ મહિમા કથાનું આયોજન; આ સમયે થશે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા

તા. 18 થી 22 ઓગસ્ટ સુધી કથા અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ગાંધીનગરના સેકટર 2 માં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં “ સિદ્ધેશ્વર મહાદેવ, રામ પરિવાર,સૂર્યનારાયણ દેવ,ગાયત્રી માતા, હનુમાનજી, ગણપતીજી સહિત  આદિક દેવોનીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

    Abhishek Barad, Gandhinagar: પવિત્ર શ્રાવણ માસ શરૂ છે ત્યારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અનેક મંદિરોમાં મોટા ઉત્સવ અને કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ત્યારે ગાંધીનગરના સેકટર 2 માં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં “ સિદ્ધેશ્વર મહાદેવ, રામ પરિવાર,સૂર્યનારાયણ દેવ,ગાયત્રી માતા,હનુમાનજી, ગણપતીજી સહિત આદિક દેવોનીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

    અમદાવાદ નરનારાયણદેવ તાબાનું સ્વામિનારાયણ મંદિર - ગાંધીનગર (સેકટર -૨) ના નીજ મંદિરમાં ઠાકોરજીની સાથે મહાદેવ સહિત પંચદેવની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે.પરંતું ગર્ભગૃહમાં સ્થાપિત કરાયેલા મહાદેવના માત્ર દર્શન જ કરી શકતા હતા તેઓની પૂજા કરવાનો ભક્તોને લાવો મળતો ન હતો.જેથી કરી ભક્તો દ્વારા મહારાજને આ અંગેની રજૂઆત કરાતામંદિરના પટાંગણમાંજ નૂતન શિવાલયના નિર્માણની આજ્ઞા મહારાજે આપી હતી.હવે મંદિરનું નિર્માણ થતા ત્યા અન્ય દેવી દેવતાઓની મુર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠ કરવામાં ભવ્ય મહોત્વનું આયોજન કરવામાં આવ્યું છે.



    જેમાં શ્રાવણ વદ-૯ ને તા. ૧૮-૮-૨૦૨૨ ગુરૂવાર થી શ્રાવણ વદ-૧૦ ને તા. ૨૨-૮-૨૦૨૨, સોમવાર પર્યંત રાત્રે ૮:૦૦ થી ૧૦:૩૦ કલાકે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મૂર્તિ પ્રતિષ્ઠા આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે.



    આ કાર્યક્રમની પોથીયાત્રા તા.૧૮ સાંજે ૫:૦૦ કલાકે, કથા પ્રારંભ રાત્રે ૮:૩૦ કલાકે, શિવ વિવાહ તા.૧૯, યજ્ઞ પ્રારંભ તા.૨૦, પ્રતિષ્ઠા વિધિ અને પ્રાસંગિક સભા અને સત્સંગ ડાયરો તા.૨૨ રહેશે. આ કથાના વકતા પદે સ્વામી રામકૃષ્ણદાસજી - કોટેશ્વર બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે તેમજ સભા સંચાલક સ્વામી નારાયણમુનિદાસજી - કોટા (રાજસ્થાન) કરશે.

    આ પણ વાંચો: પોતાના બાળકે પૂછેલા પ્રશ્નનનો જવાબ ન આપી શકતા દંપતીએ શહેરને સ્વચ્છ કરવાનું બીડું ઉપાડ્યું; આ હતી ઘટના



    યજ્ઞશાળાની વ્યવસ્થા સ્વામી દિવ્ય પ્રકાશદાસજી મહંત નારયણધાટ, સ્વામી દેવપ્રકાશદાસજી ઉનાવા, ભોજન પ્રસાદની વ્યવસ્થા સ્વામી ધર્મસ્વરૂપદાસજી ગાંધીનગર દ્વારા કરવામાં આવશે.આ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પ્રતિષ્ઠા યજ્ઞ, લઘુરૂદ્ર, શ્રીમદ્ ભાગવત અંતર્ગત શિવ મહીમાની કથા, શિવ વિવાહ, રાત્રી ભવ્ય ડાયરો આદિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે આચાર્ય મહારાજ તથા ધામોધામથી સંતો-મહંતો પધારશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Shri Swaminarayan Temple, Temples, ગાંધીનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन