Home /News /gandhinagar /

Gandhinagar: છ પ્રકારના ઇન્ટરવ્યૂ આપ્યા બાદ અમદાવાદનો વિદ્યાર્થી CM તરીકે પસંદગી પામ્યો

Gandhinagar: છ પ્રકારના ઇન્ટરવ્યૂ આપ્યા બાદ અમદાવાદનો વિદ્યાર્થી CM તરીકે પસંદગી પામ્યો

આ સત્રમાં ધારાસભ્ય તરીકે વિદ્યાર્થીઓ બેસી અને સંસદીય કામકાજ હાથ ધરશે.

અમદાવાદનો રોહન રાવલ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. છ પ્રકારના ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તેની સી.એમ તરીકે પસંદગી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)નું યુવા વિધાન પરિષદ આગામી તારીખ 21મી એ એક દિવસ માટે ગાંધીનગર (Gandhinagar) ખાતે મળશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય (Nimaben Acharya)ના વડપણ હેઠળ વિધાનસભા (Gujarat Assembly)માં એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. 21મી જુલાઈ એક દિવસના સત્રનું આયોજન કરીને નિમાબેન આચાર્ય ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. આ સત્રમાં ધારાસભ્ય તરીકે વિદ્યાર્થીઓ બેસી અને સંસદીય કામકાજ હાથ ધરશે. ડમી વિધાનસભા દરમિયાન પ્રશ્નોત્તરી સહિત બિલો પણ રજૂ કરવામાં આવશે.

નોંધવું જરૂરી છે કે અમદાવાદનો રોહન રાવલ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. છ પ્રકારના ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તેની સી.એમ તરીકે પસંદગી કરવામાં આવી છે. આદમી વિધાનસભામાં અમદાવાદના 63, રાજકોટના 39 ,ગાંધીનગરના 21, સુરતના 16, વડોદરાના 14, કચ્છના 10, અમરેલીના 7, ગોંડલના 5, જામનગરના 4, મહેસાણાનો 1, આણંદો 1, નડિયાદનો 1 વિદ્યાર્થી પસંદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- ભરબજારમાં પતિએ ધોકાના ફટકા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્કૂલ પોસ્ટ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની પસંદગી કરતા પૂર્વે વિદ્યાર્થીઓ સાથે ડિબેટ ડિસ્કશન અને કરંટ અફેર્સ ની ચકાસણી પણ કરવામાં આવી છે. અલગ-અલગ ઇન્ટરવ્યૂ બાદ મંત્રીમંડળ નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. વડોદરાની મિસરી શાહ વિધાનસભા અધ્યક્ષ તરીકે બેસે અમદાવાદના રોહન રાવલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવે ગાંધીનગરની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદના હર્ષ સાંગાણી કૃષિ મંત્રી તરીકે પસંદ થયા છે. જ્યારે રાજકોટના રાજન મારુ ગ્રામ વિકાસ મંત્રી તરીકે કારભાર સંભાળશે.

આ પણ વાંચો- અતિભારે વરસાદમાં પશુનું મરણ થયું હોય તો આ રીતે મેળવો સરકારી સહાય

સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી બિલ તેમજ સંકલ્પ અને બિલ સરકારી વિધાયકો પર કામકાજ કરશે મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો ગેલેરીમાં બેસીને સમગ્ર કાર્યવાહી નિહાળશે તેમ વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય જણાવ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gandhinagar News, Gandhinagar Sachivalaya, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन