Home /News /gandhinagar /

Gujarat New Industrial Park : ગુજરાતમાં વિકાસની ગાડી પૂરપાટ ઝડપે, 8 નવા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક આકાર પામશે

Gujarat New Industrial Park : ગુજરાતમાં વિકાસની ગાડી પૂરપાટ ઝડપે, 8 નવા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક આકાર પામશે

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આકાર પામનાર ઇન્ડસ્ટ્રીઝ પાર્ક આવતા દિવસોમાં નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમ માટે નવી ઉડાન પૂરી પાડશે

અમદાવાદ : ગુજરાતમાં વિકાસ (Development of Gujarat) ની ગાડી પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે, ડબલ એન્જિનની સરકારના સપોર્ટ સાથે આઠ નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક (Gujarat New Industrial Park) આકાર લેવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આકાર પામનાર ઇન્ડસ્ટ્રીઝ પાર્ક આવતા દિવસોમાં નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમ માટે નવી ઉડાન પૂરી પાડશે, તેમ જીઆઇડીસીના એમ ડી એમ થનારસને ન્યુઝ ૧૮ ગુજરાતી સાથેની એકેસકલુઝીવ વાત ચીત દરમિયાન જણાવ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા નવા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપતી યોજનાઓ આકાર પામી છે. ઉમરગામ થી અંબાજીના ટ્રાયબલ બેલ્ટમાં વિકાસના દ્વાર ખોલશે. આ ટ્રાયબલ પાર્કમા ખાસ કરીને વિસરાતી વાનગી પરંપરાગત ચીજવસ્તુઓનુ ઉત્પાદન કરવામા આવશે. આ સિવાય ખાસ એગ્રો પ્રોસેસિંગ પાર્ક આકાર લેશે.

સૌરાષ્ટ્ર કચ્છના વિકાસમાં ખાસ કરીને ભાવનગર, જામનગર, ભદ્રેશ્વર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્કનુ નિર્માણ થશે. આગામી દિવસોમાં મરીન ફૂડ પ્રોસેસિંગ પાર્ક નિર્માણ થનાર છે જે જખૌ, પોરબંદર, નવસારી, વેરાવળ અને વલસાડ વચ્ચે આકાર પામશે.

આ સિવાય 2000 એકરમા બલ્ક ડ્રગ પાર્કમા એનટીબાયોટીકસ જંબુસર ખાતે આકાર પામશે, જેનો ડીપીઆર બહાર પાડવાના આવશે. ટ્રાઇબલ વિસ્તારમાં એગ્રો પાર્ક બનાવનારને ઇન્ફાસ્ટ્રક્ચર માટે પાંચ કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે, આ સિવાય ભારત સરકારના પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ હજાર કરોડ ડ્રગ્સ પાર્કને આપવામાં આવશે.

આ પણ વાંચોઃ-ગીર-સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું, સુત્રાપાડા અને કોડીનારમાં 10 ઇંચ કરતા વધારે વરસાદ

રાજ્યમાં નવસારીના વાંસદા ખાતે ટેક્ષટાઈલ પાર્ક માટે 1150 એકર સંપાદન કરવામા આવી રહી છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા 500 કરોડ જ્યારે રાજ્ય સરકાર દ્વારા 200 કરોડના લાભ આપવાની યોજના તૈયાર થઈ ચૂકી છે.

આ પણ વાંચોમેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : વંથલીમાં 1 કલાકમાં 6 ઈંચ વરસાદ, રાજકોટમાં તોફાની બેટીંગ

હાલ તો આ ઇન્ડસ્ટ્રીયલ એશ્તાબ્લિશ માટે જીઆઇડીસી દ્વારા વિવિધ જગ્યાએ જમીનોની શોધખોળ પૂર જોશમા ચાલુ છે.
Published by:kiran mehta
First published:

Tags: Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन