Home /News /gandhinagar /Gujarat Election 2022: ચૂંટણી આયોગ દ્વારા દરેક પોલિંગ સ્ટેશન પર સીસીટીવી લગાવવામા આવશે

Gujarat Election 2022: ચૂંટણી આયોગ દ્વારા દરેક પોલિંગ સ્ટેશન પર સીસીટીવી લગાવવામા આવશે

ગુજરાત વિધાનસભાની તસવીર

Gujarat Election 2022: રાજ્યની 182 વિધાનસભા ક્ષેત્રમાં કુલ 51, 782 પોલીંગ સ્ટેશન બનાવાશે, ચૂંટણી અધિકારીએ કહ્યું કે ,આગમી ચૂંટણીમાં હવે મોડેલ પોલીંગ સ્ટેશન રાખવામાં આવશે.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે ચૂંટણી લક્ષી મુદ્દાઓની માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં લગભદ 4.83 કરોડ મતદાતાઓ છે, જેના માટે 182 વિધાનસભા ક્ષેત્રમાં 51, 782 પોલિંગ સ્ટેશન બનાવામાં આવશે. આ સાથે આગમી ચૂંટણીમાં હવે મોડેલ પોલિંગ સ્ટેશન રાખવામાં આવશે. જેની દરેક કલેક્ટને જાણ કરવામાં આવી છે. જેથી પોતાના ઘરેથી દૂર રહેતા લોકો પણ પોતાના વિસ્તારમાં વોટ આપી શકે. વધુમાં જણાવ્યું કે હવે ચૂંટણી આયોગ દ્વારા દરેક પોલિંગ સ્ટેશન પર સીસીટીવી લગાવવામા આવશે. જેથી પોલિંગ સ્ટેશન પર થતી ઘટનાઓ પર નજર રાખી શકાય.

    ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે, 'રાજ્યમાં દિવ્યાંગની સંખ્યા કુલ 4,12,886 છે. જેથી તેમને પણ સમાજમાં સમાન અધિકાર મળવો જોઈએ. જો કોઈ વ્યકિત 40 ટકાથી વધારે દિવ્યાંગ છે તો તે ઘરે બેસીને પણ વોટ આપી શકે છે. જેના માટે એક PWD એપ પણ બનાવામાં આવી છે, જેના આધારે તે અમને આ સેવા માટે આગાઉથી જાણ કરી શકે છે.' ચૂંટણી પંચે રાજ્યના સિનિયર મતદારો માટે ગુજરાતીમાં આભાર માનતા કહ્યું કે, 'ચૂંટણીમાં સદાય મતદાર ધર્મ નિભાવતા વૃદ્ધ મતદારોનું અભિનંદન'

    રાજ્યની એક રાજકીય પાર્ટીએ કહ્યુ કે કોઈ નિવૃત અધિકારી ને પોલિંગ બૂથ પર મુકવામાં ન આવે જેનો ચૂંટણી પંચે સ્વીકાર કર્યો છે. જેના અનુસંધાને કોઈ નિવૃત ચૂંટણી અધિકારને પોલીંગ સ્ટેશન પર નહીં મુકવામાં આવે. એક પાર્ટીએ એવો પણ સુજાવ આવ્યો હતો કે, કોઈ ખાનગી જગ્યાએ પોલિંગ બૂથ ન ગોઠવામાં આવે. જેનો પણ ચૂંટણી પંચે સ્વીકાર કર્યો છે.

    આ પણ વાંચો: અમદાવાદમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ કેવી રીતે-કોના માટે કરતો કામ?

    હવે ચૂંટણી પંચ જે પણ વ્યક્તિ ચૂંટણી લડી રહ્યો છે. અને જો તેનો કોઈ અપરાધીક ઈતિહાસ હશે તો છાપામાં તેની ત્રણ વખત પ્રેસ નોટ આપવામાં આવશે. જેથી મત આપતા લોકોને તેની જાણ થઈ શકે કે તેમણે કોને મત આપવો જોઈએ. આનાથી પારદર્શી મતદાન થઈ શકે. આ માહિતીને વેબ સાઈટ પર પણ અપલોડ કરવામાં આવશે. તેના માટે પણ એક એપ બનાવામાં આવી છે, જેનુ નામ છે કેવાયસી એપ. આ એપમાં તમામ માહિતી આપવામાં આવશે.

    ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ કહ્યું કે, જે પણ કંપનના પાંચ હજારથી વધારે કર્મચારીઓ છે, અને તે પોતાના કર્મચાકરીઓને મટ આપવા માટે રજા આપે છે. તો તે કંપનીઓને ચૂંટણી પંચ વિનંતી કરે છે કે આ કર્મચારીઓનો સર્વ કરે કેસ કેટલા કર્મચારીઓએ મત નથી આપ્યાં અને મત ન આપવાનું કારણ શું હતું. તેના માટે પણ એમઓયુ કરવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં બીજા નોરતા પર વરસાદે પાણી ફેરવ્યું

    રાજ્યનાં બધા જ પોલિંગ હવે ગ્રાઉડ પર રાખવામાં આવશે, જેથી કોઈ પણ વ્યક્તિને કોઈ પરેશાની ના થઈ શકે. આ સાથે જ એક એવો પ્રયાસ કરવામા આવશે કે 182 વિધાનસભા ક્ષેત્રમાં થોટા પોલીંગ સ્ટેશન મહિલાઓ દ્વારા જ સંચાલીત કરવામાં આવશે. જેમાં સંપૂર્ણ સ્ટાફ મહિલાનો રાખવામાં આવશે.

    આખરે ચૂંટણી અધિકારીએ ગુજરાતના લોકોને વિનંતી કરી કે, સૌ મતદારોને મારી અરજ ,ચુકસો નહીં મતદાનની ફરજ.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gujarat Vidhan Sabha Chunav, ગુજરાત ચૂંટણી 2022, ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन