Home /News /gandhinagar /Gandhinagar: મોબાઈલ લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે 5 હજાર પુસ્તકો; આવી રીતે મેળવી શકશો પુસ્તક

Gandhinagar: મોબાઈલ લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે 5 હજાર પુસ્તકો; આવી રીતે મેળવી શકશો પુસ્તક

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતના 5000 કરતા વધારે પુસ્તકો હાજર છે

ગાંધીનગર શહેરના નાગરિકોને ઘેર બેઠા વાંચવાની સુવિધા મળે તે સેવાના ભાગ રૂપે શહેરમાં ફરતા પુસ્તકાલયની સગવડ કરવામાં આવી છે. આ ફરતું પુસ્તકાલય દરેક સેકટરમાં દર 15 દિવસે આવે છે.

    Abhishek Barad, Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર શહેરના નાગરિકોને ઘેર બેઠા વાંચવાની સુવિધા મળે તે સેવાના ભાગ રૂપે શહેરમાં ફરતા પુસ્તકાલયની સગવડ કરવામાં આવી છે. આ ફરતું પુસ્તકાલય દરેક સેકટરમાં દર 15 દિવસે આવે છે.

    ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકો માટે ઘરે બેઠા વાંચવાની સુવિધા મળી રહે તેમ હેતુથી ફરતા પુસ્તકાલયની સગવડ કરવામાં આવી છે. આ પુસ્તકાલયમાં ફી નું ધોરણ પણ નહીવત છે એટલે કે સભ્ય ફી ના રૂા.10/- અને ડિપોઝીટ પેટે ફક્ત રૂા.40/- રાખવામાં આવ્યા છે.



    આથી ગાંધીનગર શહેરના સર્વ નાગરિકોને આ સેવાનો લાભ ઘેર આવેલ જ્ઞાનની ગંગાની સેવાનો લાભ મળે છે. આ પુસ્તકાલયમાં અંદાજે 5000 કરતા વધારે તમામ વિષયના, તમામ ઉંમરના લોકો માટેના પુસ્તકો હાજર છે. જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના પુસ્તકો મળી રહે છે.



    અહીંયાથી વાંચવા લીધેલ પુસ્તક 15 દિવસે પરત કરવાનું રહે છે, જો વાંચવાનું બાકી હોય તો ફરી રીન્યુ કરીને વધુ 15 દિવસ માટે લઈ શકાય છે. આ ફરતું પુસ્તકાલય ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પહેલા શરૂ થયેલું ત્યારબાદ બંધ હતું અને તેને ફરી પૂર્વ મેયર રીટાબેન પટેલે શરૂ કરાવ્યું હતું. જોકે અત્રે એ પણ ઉલ્લેખનીય છેકે આ મોબાઈલના યુગમાં શહેરીજનો ફરતા પુસ્તકાલયમાં ખૂબ ઓછો રસ દાખવે છે. અત્યારે માત્ર 258 જ મેમ્બર છે.



    ફરતા પુસ્તકાલયમાં નામ નોંધાવવા માટે 6358309672 પર સંપર્ક કરી શકાય છે. સમય : સવારે 8 થી 12 કલાક સુધી, સાંજે 4 થી 8 કલાક સુધી સેકટર દીઠ ફરે છે. ફરતા પૂસ્તકાલયમાં નામ નોંધાવવા માટે ફોર્મ સાથે આપવાના પૂરાવા તરીકે 2પાસપોર્ટ સાઈઝના ફોટા, રહેઠાણનો પુરાવો - (લાઈટબીલ/આધારકાર્ડ/રેશનકાર્ડ), આઈ.ડી.પ્રૂફની ઝેરોક્ષ આપવાના રહે છે. પખવાડીયા મુજબ ફરતા પુસ્તકાલયમાં દર સોમવારે રજા રહે છે.
    First published:

    Tags: Books

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन