Home /News /gandhinagar /Gandhinagar: આવી રીતે સેક્ટર 24 અને ઈન્દ્રોડાની 4 સરકારી પ્રાથમિક શાળા બની ચાઈલ્ડ ફ્રેન્ડલી;જુઓ વીડિયો

Gandhinagar: આવી રીતે સેક્ટર 24 અને ઈન્દ્રોડાની 4 સરકારી પ્રાથમિક શાળા બની ચાઈલ્ડ ફ્રેન્ડલી;જુઓ વીડિયો

ઉદગમ

ઉદગમ દ્વારા 24 વર્ષથી સતત સેવાકીય કાર્યો કરવામાં આવે છે, 25માં વર્ષની ભવ્ય ઉજવણી

ગાંધીનગર શહેરની 4 પ્રાથમિક શાળોને સાયબેજ CSRની મદદથી શૈક્ષિણક રીતે ચાઈલ્ડ ફ્રેન્ડલી બનાવામાં આવી છે. આ શાળોમાં બાળકો માટે પાણી પીવા નવા વોટર સ્ટેશન અને નવા અદ્યતન સ્વછતા સંકુલ બનાવામાં આવ્યા છે.લગભગ 4000 બાળકોને આ સુવિધાનો લાભ મળી રહ્યો છે.

વધુ જુઓ ...
    Abhishek Barad, Gandhinagar: ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ છેલ્લા 24 વર્ષથી ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે કાર્યરત છે. ઉદગમ દ્વારા મહિલા સશક્તિકરણ, બાળવિકાસ, શિક્ષણ, સ્વચ્છતા, આરોગ્ય, સ્કિલ ડેવેલોપમેન્ટ, ફાઇનાન્સિલ લીટ્રસી, કળા અને સંસ્કૃતિ જેવા અનેક ક્ષેત્રે કાર્ય રહી છે. ઉદગમ દ્વારા કોવિડ સમયનો સદુપયોગ કરીને ગાંધીનગર શહેરની 4 પ્રાથમિક શાળોને સાયબેજ CSRની મદદથી શૈક્ષિણક રીતે ચાઈલ્ડ ફ્રેન્ડલી બનાવામાં આવી છે. આ શાળોમાં બાળકો માટે પાણી પીવા નવા વોટર સ્ટેશન અને નવા અદ્યતન સ્વછતા સંકુલ બનાવામાં આવ્યા છે.

    ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ 25માં વર્ષમાં પ્રવેશ વખતે વિશેષ રીતે અનેક સેવાકીય કાર્યો કરી રહ્યું છે. ઉદગમ દ્વારા ગાંધીનગરની સેકટર 24 માં આવેલી શાાળા નં-1, શાળા નં-2, ઇન્દ્રોડા પ્રાથમિક શાળા નં 1 અને 2 આમ કુલ 4 શાળામાં સેનિટેેેશન બ્લોક, પીવાનું ચોખ્ખું પાણી, સ્માર્ટ કલાસ, ઓરડામાં અભ્યાસ લક્ષી ચિત્રો- માહીતી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ 4 શાળામાં અંદાજે 1000 કરતા વધારે વિદ્યાર્થીઓને આ સુવિધાઓનો લાભ મળે છે.

    આ ટ્રસ્ટની સ્થાપના 1997માં ડો. મયુર જોષી દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવી હતી. ઉદગમ દ્વારા વર્ષ 2010થી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સમાજમાં પોતાની મેહનત થકી સિદ્ધિ હાસંલ કરનાર છેવાડાની બેહનોને ઉદગમ વુમન્સ એચીવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતી. અત્યાર સુધીમાં ભારતભર માંથી 450થી વધુ નારીઓને સન્માનિત કરવામાં આવેલ છે.ભારતીય શાસ્ત્રીય સંગીત એ વિશ્વમાં અજોડ અને અદ્વિત્ય છે. ઉદગમ દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન માટે ગાંધીનગરમાં ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલ અને ઉદગમ સુરોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના વિશ્વ પ્રસિદ્ધ કલાકારો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવે છે.

    આ પણ વાંચો:  શું તમે હાથ બનાવટની ડોલ્સ જોઈ છે? આ સંસ્થાની ડોલ્સ દુનિયાભરમાં પ્રસિદ્ધ

    શિક્ષણ એ વિકાસનું અમૂલ્ય અંગ છે, તેથી ભારતના વિકાસ માટે વંચિત સમુદાયના બાળકોને ભારતના સારા નાગરિક બનાવા માટે ઉદગમની સ્થાપનાથી વંચિત બાળકોને સારું શિક્ષણ આપવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી પ્રાથમિક શાળાના બાળકોને સારું શિક્ષણ મળે તે હેતુથી તેઓને સમગ શૈક્ષિણક વર્ષ દરમ્યાન ઉપયોગમાં આવે તેવી શૈક્ષિણક સામગ્રી જેવી કે નોટબુક, પેન, પેન્સિલ, કંપાસ, કલરબોક્સ, ચિત્રપોથી જેવી વસ્તુઓ 4000 થી વધુ બાળકોને પુરી પાડવામાં આવે છે. સાથોસાથ આ બાળકોને શૈક્ષણિક વર્ષ દરમયાન વિવિધ પ્રવુતિઓ પણ કરવામાં આવે છે.



    શાળા અને કોલેજની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવે છે. છોકરીઓને શારીરિક અને માનસિક સમસ્યાઓનું પણ નિરાકરણ કરવામાં આવે છે. ઉદગમ ટ્રસ્ટ સ્વચ્છતા માટે વિશેષ કાર્યક્રમો કરે છે. હાલમાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને વેસ્ટ માંથી બેસ્ટ આર્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
    First published:

    Tags: Gandhinagar News, Government School, School students, Students

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन