ડિસેમ્બર 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી ત્રણ બેચનું આયોજન કરવામાં આવ્યું છે
GEER ફાઉન્ડેશન દ્વારા 4-દિવસીય પક્ષી નિરીક્ષણ પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમ કરવામાં આવશે. તાલીમાર્થીઓને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે પક્ષી દર્શન કરાવવામાં આવે છે તેમજ એક દિવસ પક્ષી દર્શન માટે અન્યત્ર જગ્યાએ ખાસ કરીને જળપ્લાવિત વિસ્તારની મુલાકાતે પણ લઈ જવામાં આવે છે.
Abhishek Barad, Gandhinagar: ગાંધીનગરમાં ગીર ફાઉન્ડેશન દ્વારા પક્ષી પરિસ્થિતિકીય સંરક્ષણ તથા 4-દિવસીય પક્ષી નિરીક્ષણ પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં લોકોને પક્ષી દર્શનની સાથોસાથ પર્યાવરણ સંરક્ષણ અને પારિસ્થિતિકીનું પણ વિશેષ જ્ઞાન આપવામાં આવશે.
“ગીર” ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2006-07 થી પ્રતિ વર્ષ પક્ષી પરિસ્થિતિકીય સંરક્ષણ તથા પક્ષી નિરીક્ષણ પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમનું આયોજન શિયાળાની ઋતુ દરમિયાન યોજવામાં આવે છે. આ કાર્યક્રમ થકી લોકોને પક્ષી દર્શનની સાથોસાથ પર્યાવરણ સંરક્ષણ અને પારિસ્થિતિનું પણ વિષેશ જ્ઞાન આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 2000થી વધુ લોકો લાભ લઈ ચૂક્યા છે. વર્ષ 2022-23 માટે પણ આ કાર્યક્રમનું આયોજન માહે ડિસેમ્બર 2022થી ફેબ્રુઆરી 2023 સુધી ત્રણ બેચ માટે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દર માસના ચાર રવિવાર એમ ચાર દિવસનો હોય છે જેમાં 6 વર્ષે ઉપરનાં કોઈપણ વ્યક્તિઓ ભાગ લઈ શકે છે. દિવસ દરમિયાન સવારના 07:00 કલાકથી બપોરના 12:00 વાગ્યા સુધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જેમાં 10:30 વાગ્યા સુધી ફિલ્ડ વિઝિટ કે જેમાં પ્રત્યેક્ષ પક્ષીઓને ઓળખવા તેમજ તેના વિષે વિવિધ માહિતી આપવામાં અવે અને ત્યાર બાદ પક્ષી સાથે સંકળાયેલ વિવિધ પારિસ્થિતિકીય બાબતોનું તજજ્ઞ દ્વારા જ્ઞાન આપવામાં આવે છે.
તાલીમાર્થીઓને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે પક્ષી દર્શન કરાવવામાં આવે છે તેમજ એક દિવસ પક્ષી દર્શન માટે અન્યત્ર જગ્યાએ ખાસ કરીને જળપ્લાવિત વિસ્તારની મુલાકાતે પણ લઈ જવામાં આવે છે.આ શિયાળા દરમિયાન GEER ફાઉન્ડેશન ડિસેમ્બર-2022 થી ફેબ્રુઆરી-2023 સુધી 4-દિવસીય પક્ષી નિરીક્ષણ તાલીમ સાથે પક્ષી ઇકોલોજી અને સંરક્ષણ (ATPBEC) પર પ્રશંસા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અનોખા કાર્યક્રમના તાલીમાર્થી તરીકે ભાગ લેવામાં રસ હોય, તો આ ત્રણ બેચમાંથી કોઈપણ બેચ સાથે નોંધણી કરી શકો છો. બેચ-1 : 04, 11, 18, 25 ડિસેમ્બર 2022, બેચ-2 : 08, 15, 22, 29 જાન્યુઆરી 2023, બેચ-3 : 05, 12, 19, 26 ફેબ્રુઆરી 2023.આ કાર્યક્રમમાં ભાગ લેનાર વ્યક્તિને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યે પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
નોંધણી અને વધુ વિગતો માટે સંપર્ક: GEER ફાઉન્ડેશન, ગાંધીનગર ફોન: (O) 079-23977328, નોંધણી લિંક: https://sites.google.com/view/geer-ee કોઈપણ પ્રશ્નો માટે: 7573020420 અથવા 7573020421