આવતીકાલે મેયર હિતેશ મકવાણા દ્વારા કર્મચારીઓ તેમજ તેમના પરિજનોને ચેક અર્પણ કરવામા આવશે. જેમાં 5 જેટલા સ્વર્ગસ્થ કર્મચારીઓ પરિજનો ચેક સ્વીકારવા આ સમારોહમાં હાજર રહેશે. આ સન્માન સમારોહમાં કુલ 288 કોરોના વોરીયર્સની આ સન્માન માટે પસંદગી કરવામા આવી છે.
આવતીકાલે મેયર હિતેશ મકવાણા દ્વારા કર્મચારીઓ તેમજ તેમના પરિજનોને ચેક અર્પણ કરવામા આવશે. જેમાં 5 જેટલા સ્વર્ગસ્થ કર્મચારીઓ પરિજનો ચેક સ્વીકારવા આ સમારોહમાં હાજર રહેશે. આ સન્માન સમારોહમાં કુલ 288 કોરોના વોરીયર્સની આ સન્માન માટે પસંદગી કરવામા આવી છે.
કોરોના (Coronavirus)ની વૈશ્વિક મહામારી દરમિયાન પોતાના જીવને જોખમમાં મૂકીને ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation)ના કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા સેવા આપવામાં આવી હતી. મહામારીની વચ્ચે પણ કોરોના વોરિયર્સ (Corona Warriors) બનીને અદા કરેલી ફરજને ધ્યાનમાં રાખી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આવી સેવા આપનાર કર્મચારીઓ તથા અધિકારીઓનું સન્માન (Honor of Corona Warriors) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગરના પ્રથમસેવક મેયર (Gandhinagar Mayor) હિતેષભાઈ મકવાણાના હસ્તે મહાનગરપાલિકાના કર્મચારીઓને ચેક વિતરણનો કાર્યક્રમ આવતીકાલે મહાનગરપાલિકા કચેરી ખાતે રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં મેયર ડે. મેયર, ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનરના હસ્તે કોરોના વોરિયર્સ સમાન કર્મચારીઓને પુરસ્કૃત કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 288 કોરોના વોરિયર્સને રૂપિયા 22 લાખ 35 હજારના પુરસ્કાર ચેક વિતરણ કરવામાં આવશે. જેમાં 5 સ્વર્ગસ્થ કર્મચારીઓના પરિજનોને પણ આ ચેક અર્પણ કરવામાં આવશે. આ સન્માન સમારોહમાં કોર્પેોરેશનના દરેક વર્ગના કર્મચારીને સમાવવાનો પ્રયાસ કરાયો છે.
આ મુદ્દે ન્યુઝ 18 ગુજરાતી એ મેયર હિતેશ મકવાણા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારે સન્માન કરવા પાછળનો તેમનો હેતુ કપરા કાળમાં પણ ફરજ નિષ્ઠા નહી ચૂકનારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનો છે. તેમજ જે પરિજનોએ તેમના સ્વજનો ગુમાવ્યાછે તે પરિજનોને આર્થિક મદદ કરી કોર્પોરશનના એ સ્વર્ગસ્થ કર્મચારીઓ કે જે કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા, તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો છે.
આવતીકાલે મેયર હિતેશ મકવાણા દ્વારા કર્મચારીઓ તેમજ તેમના પરિજનોને ચેક અર્પણ કરવામા આવશે. જેમાં 5 જેટલા સ્વર્ગસ્થ કર્મચારીઓ પરિજનો ચેક સ્વીકારવા આ સમારોહમાં હાજર રહેશે. આ સન્માન સમારોહમાં કુલ 288 કોરોના વોરીયર્સની આ સન્માન માટે પસંદગી કરવામા આવી છે. આવતીકાલે કોર્પોરેશનના પ્રાંગણમાં આ સમારોહ યોજાશે.