Home /News /gandhinagar /Gandhinagar: ઉષા અને નિધિએ ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં ડંકો વગાડ્યો; જીત્યા આટલા મેડલ

Gandhinagar: ઉષા અને નિધિએ ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં ડંકો વગાડ્યો; જીત્યા આટલા મેડલ

સરકારી

સરકારી પ્રાથમિક શાળા, બોરીજમાં બન્ને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે

અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ટેક્વોન્ડો ગર્લ્સ ચેમ્પિયનશીપ 2022 નું આયોજન ટેક્વોન્ડો ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી પ્રાથમિક શાળા, બોરીજની બે વિદ્યાર્થીની બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

    Abhishek Barad, Gandhinagar: તાજેતરમાં શાહીબાગ, અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ટેક્વોન્ડો ગર્લ્સ ચેમ્પિયનશીપ 2022 નું આયોજન ટેક્વોન્ડો ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી પ્રાથમિક શાળા, બોરીજની બે વિદ્યાર્થીની બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

    ગાંધીનગરની બાજુમાં આવેલ બોરીજ ગામની સરકારી શાળામાં ઉષા મકવાણા અને નિધિ રાજપૂત અભ્યાસ કરે છે. આ શાળાને "આપણું ફાઉન્ડેશન" વિશાલ ભાઈ પટેલ દ્વારા દત્તક લેવામાં આવી છે. તેમના દ્વારા શાળામાં અનેક કાર્ય કરવામાં આવે છે. આ અંતર્ગત સ્વરક્ષા માટે ટેકવોન્ડો શીખવવામાં આવે છે. ટેકવોન્ડો એસોસિએશન ગાંધીનગરના સેક્રેટરી મિલાપ ટાટારીઆ દ્વારા વિદ્યાર્થી ઓને શીખવવામાં છે. હાલમાં અમદાવાદ ખાતે યોજયેલ ગુજરાત સ્ટેટ ટેકવોન્ડો ગર્લ્સ ચેમ્પિયનશીપ 2022 માંબોરિજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    ગુજરાત સ્ટેટ ટેક્વોન્ડો ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા યોજાયેલ સ્પર્ધામાં 300 થી વધુ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ઉષા મકવાણા અને નિધિ રાજપૂતે વિવિધ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ્સ પ્રાપ્ત કરી ગાંધીનગર શહેરનું અને બોરિજ ગામનું નામ રોશન કર્યું હતું. બોરિજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ ઉષા મકવાણા 30 થી 35વેઇટ કેટેગરી રમીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો અને નિધિ રાજપૂતે 25 થી 30 વેઇટ કેટેગરીમાં રમીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો.

    આ પણ વાંચો: આ છે ગુજરાતના ગરબા ક્વિન; વર્ષ 1995થી અત્યાર સુધી જીતી ચૂક્યા છે અનેક ઈનામ

    આયોજકો દ્વારા સેક્રેટરી અને કોચ મિલાપ ટાટારિઆને બેસ્ટ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સંસ્થાનાં સિનિયર કૃનાલ વાઘેલા અને હેમાંગી મકવાણા દ્વારા સ્પર્ધાલક્ષી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણી, ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવે અને સેક્રેટરી મિલાપ ટાટારિઆએ બંન્ને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
    First published:

    Tags: Gandhinagar News, Girl child, India Sports, Medals, Winner

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन