ખેડૂતોને પણ આદર પૂર્વ વંદન
જેમણે કોરોના કારળમાં પણ અન્ન પેદા કર્યું
ગુજરાતનું સદભાગ્ય છે
ગુજરાતમે પંચાયત રાજમે પુરુષો કે તુલનાએ મહિલાઓનું પ્રભુત્વ છે
કોરોનાને ગામડા સુધી પહોંચતા ફીણ આવી જાયઃ પીએમ મોદી
સમરસતાના વિચારને બળ આપના ગામલોકોને ખુબ અભિનંદન
17:21 (IST)
પંચાયત મહાસંમેલનમાં PM મોદીનું સંબોધન
પંચાયતોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સૌથી વધુ ગુજરાતમાં છે
ગુજરાતના અનેક ગામડાઓમાં સહમતિથી કામ થાય છે
સમરસતાનું ઉદાહરણ ગુજરાતના ગામડાઓએ પુરૂ પાડ્યુ
17:2 (IST)
ગુજરાત માટે આજનો અવસર તહેવારથી ઓછો નથી: મુખ્યમંત્રી, ભૂપેન્દ્ર પટેલ
આજે શુક્રવાર, 11 માર્ચ 2022 (11 March, 2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. વડાપ્રધાન નરેન્ન્દ્ર મોદી (PM Modi in Gujarat) આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા છે. જે બાદ એરપોર્ટથી કમલમ સુધીનો ભવ્ય રોડ શો યોજાશે હતો. વડાપ્રધાન નરેન્ન્દ્ર મોદી સાંજે ચાર વાગે જીએમડીસી ગ્રાઉન્ડ પર મારૂ ગામ, મારૂ ગુજરાત કાર્યક્રમને લઈને સ્થાનિક સ્વરાજયના એક લાખ 38 હજારથી વધુ સભ્યોને સંબોધિત કરશે. આજે સાંજે ચાર વાગે અમિત શાહ પણ અમદાવાદમાં આવશે. સાંજે છ વાગે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક, નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત તમામ ટ્રસ્ટીઓ બેઠકમાં રહેશે હાજર. PM મોદીની મુલાકાતને લઈને આજનું વિધાનસભાનું સત્ર રદ કરાયું છે.
આ ઉપરાંત, આજથી ત્રણ દિવસ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની (RSS) અખિલ ભારતીય પ્રતિનિધી સભાની સૌથી મહત્વની બેઠક, પીરાણાના પ્રેરણાપીઠના નિષ્કલંકી નારાયણ તીર્થધામમાં આયોજીત કાર્યક્રમમાં મોહન ભાગવત (Mohan Bhagvat in Gujarat) સહિત સંઘ અને ભગીની સંસ્થાના પ્રધિનિધીઓ ભાગ લેશે. સંત પુનિતાચારીજીનાં આજે અંતિમસંસ્કાર થશે, 8 માર્ચના રોજ દત્ત ઉપાસક સંત પુનિતાચારીજી દત્તશરણ પામ્યા હતા. આજે તેમના આશ્રમ ખાતે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે.