Home /News /gandhinagar /ધોરણ 10 અને 12ની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ, ગાંધીનગર જિલ્લામાંથી 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ધોરણ 10 અને 12ની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ, ગાંધીનગર જિલ્લામાંથી 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બોર્ડની પરીક્ષા

Board Exam Countdown Start: ગાંધીનગર જિલ્લામાંથી પણ અંદાજિત 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં હાજરી આપશે. જયારે બોર્ડની પરીક્ષા દરમિયાન યોગ્ય બેઠક વ્યવસ્થા જળવાય તેમજ વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની હાલાકી ન વેઠવી પડે કે ગેરરીતી ન થાય તે માટે આગામી સપ્તાહમાં પરીક્ષા સમિતિની બેઠકમાં માસ્ટર પ્લાન તૈયાર કરી દેવાશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગુજરાત: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટેનુ કાઉન્ડ ડાઉન શરૂ થઇ ગયુ છે. આગામી મહિનામાં બોર્ડ પરીક્ષા લેવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાંથી પણ અંદાજિત 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં હાજરી આપશે. જયારે બોર્ડની પરીક્ષા દરમિયાન યોગ્ય બેઠક વ્યવસ્થા જળવાય તેમજ વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની હાલાકી ન વેઠવી પડે કે ગેરરીતી ન થાય તે માટે આગામી સપ્તાહમાં પરીક્ષા સમિતિની બેઠકમાં માસ્ટર પ્લાન તૈયાર કરી દેવાશે.

પરીક્ષા સંદર્ભે આખરી આયોજન


ગાંધીનગર જિલ્લામાં અંદાજિત 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. બોર્ડ પરીક્ષાના યોગ્ય આયોજન માટે આગામી સપ્તાહમાં પરીક્ષા સમિતિની બેઠક પણ યોજવામાં આવશે. બોર્ડની પરીક્ષાને અનુલક્ષી વિવિધ બ્લોકમાં બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો પર પારદર્શકતા જળવાઇ રહે તેમજ કોઇપણ પ્રકારની ગેરરીતી કે શાંતિ ભંગ ન થાય તે માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક બેઠક પણ યોજવામાં આવશે,  જેમાં પરીક્ષા સંદર્ભે આખરી આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો: સુરતમાં બે અસમાજિક તત્વો સામે છેડતીની ફરિયાદ, પોલીસે કરી બે લોકોની ધરપકડ

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષાલક્ષી ઉત્તેજના પ્રબળ


ગત વર્ષ દરમિયાન પણ કોરોનાની અસર વચ્ચે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ પુરતા સમય સુધી કાર્યરત ન હતુ જયારે વર્ષ 2020માં બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જયારે આ વર્ષે લાંબા સમયના અંતે સમગ્ર વર્ષ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પણ થયું છે. એટલે રાબેતા મુજબ જ પરીક્ષાઓ સંપન્ન થશે. બોર્ડની પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષાલક્ષી ઉત્તેજના પ્રબળ બની છે. વિદ્યાર્થીઓ આખરી દિવસોમાં ગળાડુબ તૈયારીમાં લાગી ગયા છે. આગામી માર્ચ મહીનામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા લેવાશે. બોર્ડ પરીક્ષાને અનુલક્ષી હાલ વિદ્યાર્થીઓ ગળાડુબ તૈયારીમાં છે.

આ પણ વાંચો: મને તમારાથી પ્રેમ કેમ છે, પ્રેમનો મૂળ કારણ શું છે? જાણો જયા કિશોરી પાસેથી

બોર્ડ પરીક્ષાને અનુલક્ષી બેઠક પણ યોજાઈ


પરીક્ષાનો સમય નજીક આવતા વિદ્યાર્થીઓમાં પરીક્ષાલક્ષી ઉત્તેજના પ્રબળ બનતી જાય છે. શાળા અને ટયુશનના વર્ગોમાં પણ પરીક્ષાની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. જયારે વિદ્યાર્થીઓની બોર્ડ કસોટીને અનુલક્ષી વાલીઓ પણ વિશેષ ઉત્સુક જોવા મળે છે. ત્યારે આગામી બોર્ડ પરીક્ષાના યોગ્ય આયોજના માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ શિક્ષણતંત્ર પણ તૈયારીમાં લાગી ગયુ છે. જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પુરતી તકેદારી સાથે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ખાતે વિવિધ જિલ્લાઓ માટે બોર્ડ પરીક્ષાને અનુલક્ષી એક બેઠક પણ યોજવામાં આવશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Board exam, Gandhinagar News, GSEB