Home /News /gandhinagar /ગાંધીનગર: ચ-6 રોડ પર સ્કૂલ વાન પલટી મારી, 10 બાળકો ઇજાગ્રસ્ત

ગાંધીનગર: ચ-6 રોડ પર સ્કૂલ વાન પલટી મારી, 10 બાળકો ઇજાગ્રસ્ત

આજે સવારે ગાંધીનગરના ચ-6 રોડ પર સ્કૂલ વાન પલટી મારી ગઇ હતી.

ગાંધીનગરના ચ-6 રોડ પર સ્કૂલ વાન પલટી મારી ગઇ હતી. 10 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
    ગાંધીનગરઃ ગાંધીનગર ખાતેથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે અહીં એક સ્કૂલ વન પલટી ખાઇ ગઇ હોવાની ઘટના બની છે. સવારે વાનચાલક બાળકોને લઇને સ્કૂલે મૂકવા જઇ રહ્યો હતો, ત્યારે અચાનક જ કાર પલટી મારી ગઇ હતી. ગાંધીનગરના ચ-6 રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 જેટલા બાળકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    ઇજાગ્રસ્ત બાળકોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

    આજે સવારે ગાંધીનગરના ચ-6 રોડ પર સ્કૂલ વાન પલટી મારી ગઇ હતી. આ વાનમાં બાળકો સવાર હતા. વાનમાં સ્કૂલે જઇ રહેલા 10 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થાય છે. અકસ્માતને પગલે 108ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે જ એક વિદ્યાર્થીને વધુ ઇજા પહોંચતા તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જોકે, હાલ અકસ્માત પાછળનું કારણ સામે આવ્યું નથી. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને બાળકોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના સમાચાર મળતાં જ વાલીઓ પણ દોડી આવ્યા હતા.

    આ પણ વાંચો: સૌરાષ્ટ્રનું અનોખું મતદાન મથક, અધિકારીઓ બોટ લઇને પહોંચ્યા!

    બાળકોને બચાવવા દોડી આવ્યા સ્થાનિક લોકો

    ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે સ્કૂલ વાન પલટી મારી જતાં રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ પલટી મારી ગયેલી વાનમાં સવાર બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પલટી મારી ગયેલી વાનને સીધી કરી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત ઘટનાની જાણ કરવામાં આવતાં પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને ઘાયલ બાળકોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં વાલીઓને પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બીજી બાજુ, પોલીસે અકસ્માતને લઇને વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gandhinagar News, Gujarat News, Road Accidnet

    विज्ञापन
    विज्ञापन