કાળાબજારીયાઓ સામે ગરીબોએ બતાવી અમીરાત! 5000 માસ્કનું નિશુલ્ક વિતરણ કર્યું

G
Updated: January 1, 1970, 5:30 AM IST
કાળાબજારીયાઓ સામે ગરીબોએ બતાવી અમીરાત! 5000 માસ્કનું નિશુલ્ક વિતરણ કર્યું
ચારેતરફ કાળાબજાર થઈ રહ્યા છે ત્યારે રોટલા અને ઓટલા માટે જાણીતા સૌરાષ્ટ્રમાંથી આવતા કેટલાક ગરીબોએ પોતાની અમિરાતના દર્શન કરાવ્યા. છે.

ચારેતરફ કાળાબજાર થઈ રહ્યા છે ત્યારે રોટલા અને ઓટલા માટે જાણીતા સૌરાષ્ટ્રમાંથી આવતા કેટલાક ગરીબોએ પોતાની અમિરાતના દર્શન કરાવ્યા. છે.

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : હાલ વિશ્વમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. ચીનથી ફેલાયેલા કોવિડ 19 વાયરસે જોતજોતામાં આખા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોનાને નાથવા માટે દેશના વડાપ્રધાન મોદીએ દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોનાના કહેર વચ્ચે અનેક તકસાધુઓ સક્રિય થઈ ગયા છે અને જીવનજરૂરી વસ્તુઓના લોકો પાસેથી વધારે પૈસા લઈ રહ્યા છે. ત્યારે રોટલા અને ઓટલા માટે જાણીતા સૌરાષ્ટ્રમાંથી આવતા કેટલાક ગરીબોએ પોતાની અમિરાતના દર્શન કરાવ્યા છે. ઝાલાવડ એટલે કે સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં ચાલતા રાંદલ ગ્રુપ મંડળના સભ્યો કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં લોકોની સેવા કરવાની તક જવા દેવા માંગતું નથી. વઢવાણમાં ચાલતા આ ગ્રુપના તમામ સભ્યો ગરીબ પરિવારમાંથી આવે છે. આ ગ્રુપના સભ્યો તેમની દેશભક્તિ અને સેવાને સલામ કરવાનું મન થઇ જાય તેવી સેવા કરી રહ્યા છે. આ પણ વાંચો : આ પણ વાંચો : કોરોનાથી રાજ્યમાં ત્રીજું મોત, ભાવનગરના 70 વર્ષીય વ્યક્તિનું મોત, રાજ્યમાં કુલ 43 પોઝિટિવ કેસ કોરાનાની બીમારીને લઇને લોકોમાં ભય જોવા મળે છે. આ બીમારી સામે રક્ષણ માટે માસ્ક અને સેનિટાઇઝરની બજારમાં ભારે અછત ઉભી થઇ છે. માસ્ક બજારમાં મળતા નથી. માસ્કની આછતને કારણે બજારમાં તેની કાળાબજારી થઈ રહી છે. સામાન્ય કિંમતે મળતા માસ્કની ત્રણ કે ચાર ગણી કિંમત વસૂલ કરવામાં આવી રહી છે. ત્યારે આ ગ્રુપે ગરીબ લોકોની સેવા કરવાનું ભગીરથ કાર્ય હાથમાં લીધું છે. એક સાવ ગરીબ દરજી કાળુભાઇએ આ સેવાયજ્ઞમાં આહુતિ આપી અને માસ્કનું મટિરિયલ આપો તો વિના મૂલ્યે 24 કલાકમાં માસ્ક બનાવી આપવાની તૈયારી બતાવી. જે બાદમાં મટિરિયલની વ્યવસ્થા કરવામાં આવી અને તમામ લોકો માસ્ક બનાવવા લાગી ગયા. માસ્ક બનતા ગયા તેમ તેમ ગ્રુપના સભ્યો તેનું મફતમાં વિતરણ કરતા ગયા. આ પણ વાંચો : લૉકડાઉન: રાજપીપળાના MSWના બે વિદ્યાર્થીનું ઉમદા કાર્ય, ગરીબોનાં પેટ ઠાર્યાં   ઉલ્લેખનીય છે કે દેશ જ્યારે વિકટ પરિસ્થિતિમાં મૂકાયો હોય છે ત્યારે સામાન્ય લોકો પણ સેવાયજ્ઞમાં લાગી જતા હોય છે. આ માસ્ક સેવા પૂંજની જ્યોતિ ઝાલાવાડમાં ચોમેર પ્રકાશી ઉઠી છે. હાલ રાંદલ ગ્રુપે પ્રથમ તબક્કે પાંચ હજાર માસ્કનું નિશુલ્ક વિતરણ કર્યું. ગ્રુપે હજુ વધારે માસ્કનું નિશુલ્પ વિતરણ કરવાનું નક્કી કર્યું છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर