વિરાટ કોહલી સાથે મુકાબલો થાય તો કોણ જીતશે? સૂર્યકુમાર યાદવે આપ્યો મજેદાર જવાબ

સૂર્યકુમાર યાદવે વિરાટને પોતાનાથી અલગ રાખ્યો હતો. (AP)

સૂર્યકુમાર પોતાનો જવાબ આપવામાં સાચો હતો. આઇપીએલ 2020ની 48મી રોમાંચક મેચમાં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 5 વિકેટે પરાજય આપ્યો હતો. તે મેચમાં યાદવે 43 બોલમાં 79 રનની અણનમ ઇનિંગ રમી હતી.

  સૂર્યકુમાર યાદવ અત્યારે ટીમ ઈન્ડિયાના સૌથી ચર્ચિત બેટ્સમેનમાંથી એક છે. તે છેલ્લી કેટલીક મેચોમાં શાનદાર ઇનિંગ્સ રમી રહ્યો છે. હાલમાં જ તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 મેચમાં જોરદાર સદી ફટકારી હતી. ત્યારે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેના અને વિરાટ કોહલી વચ્ચે મુકાબલો થાય તો કોણ જીતે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. આ સવાલનો તેણે મજેદાર જવાબ આપ્યો હતો.

  Espn Cricinfo પર બંનેમાંથી કોણ જીતશે તે સવાલનો જવાબ આપતી વખતે સૂર્યકુમાર યાદવે પહેલા થોડો સમય વિચાર્યું હતું અને ત્યારબાદ કહ્યું કે, "હું" જીતીશ. આટલું કહ્યા બાદ તે જોરજોરથી હસી પડ્યો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડ અને ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વચ્ચે ટક્કરમાં બુમારહ તેને ભારે પડશે.

  સૂર્યકુમારનું તાજેતરનું પ્રદર્શન અદભૂત

  સૂર્યકુમાર પોતાનો જવાબ આપવામાં સાચો હતો. આઇપીએલ 2020ની 48મી રોમાંચક મેચમાં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 5 વિકેટે પરાજય આપ્યો હતો. તે મેચમાં યાદવે 43 બોલમાં 79 રનની અણનમ ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 14 બોલમાં 9 રન બનાવી આઉટ થયો હતો. આ મેચ મુંબઈ ઈન્ડિયન્સે જીતી હતી. મુંબઇ ઇન્ડિયન્સે 2019 અને 2020માં બેક ટુ બેક બે આઇપીએલ ફાઇનલ જીતી હતી. આ પહેલા તેમણે 2013 અને 2015માં આ ખિતાબ જીત્યો હતો.

  46ની એવરેજ અને 187.43ની સ્ટ્રાઇક રેટથી 1164 રન બનાવ્યા

  સૂર્યકુમાર યાદવે આ વર્ષે ટી-20 ઈન્ટરનેશનલમાં 31 મેચ રમી છે. આ દરમિયાન તેણે 46ની એવરેજ અને 187.43ની સ્ટ્રાઇક રેટથી 1164 રન બનાવ્યા છે. આ સાથે તે ટી-20 ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં 1000 રન ફટકારનારો ભારતનો પ્રથમ અને આંતરરાષ્ટ્રીય સ્તરે બીજો ખેલાડી બની ગયો છે. તેણે આ વર્ષે 2 સદી ફટકારી હતી. પ્રથમ મેચ જુલાઈમાં ઇંગ્લેન્ડ સામે હતી, જ્યારે બીજી મેચ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી -20 હતી.

  આ પણ વાંચો: મનસુખ માંડવીયાનું નિવેદન- રાહુલ ગાંધીને પૂછો કે દૂધ કોણ આપે તો એ કેશે કે ડેરી દૂધ આપે

  વિરાટ આગામી T20 વર્લ્ડ કપમાં નહીં હોય?

  અહીં નોંધનીય છે કે, તાજેતરમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ક્રિકેટ ટીમે સારો દેખાવ કર્યો નથી. ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી. ત્યારે એવું માનવામાં આવે છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, વિકેટકીપર દિનેશ કાર્તિક અને સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો. આગામી વર્લ્ડ કપમાં નવા ખેલાડીને સ્થાન આપવામાં આવશે.
  First published:

  Tags: Cricket News Gujarati, Suryakumar yadav, વિરાટ કોહલી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन