Home /News /eye-catcher /ઝેબ્રા મગરની વચ્ચે ફસાયો, ઝેબ્રા સામે હુમલો કરતા જોવા જેવા દ્રશ્યો સર્જાયા

ઝેબ્રા મગરની વચ્ચે ફસાયો, ઝેબ્રા સામે હુમલો કરતા જોવા જેવા દ્રશ્યો સર્જાયા

ઝેબ્રા સામે હુમલો

Crocodile and Zebra Fight: વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે મગરોએ (Crocodile) એક ઝેબ્રાને (Zebra) પાણીની અંદર ઘેરી લીધો છે. બિચારો ઝેબ્રા બંને વચ્ચે ખરાબ રીતે અટવાઈ ગયો છે અને પરેશાન થઈ રહ્યો છે.

Crocodile and Zebra Fight: પાણીના સૌથી ખતરનાક પ્રાણી મગરનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. આ શિકારીઓ ઘણીવાર તેમની ભૂખ સંતોષવા માટે નદીઓ અને તળાવોમાં અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. ક્યારેક માણસો પણ આ ખતરનાક શિકારીઓનો શિકાર બની જાય છે. એકવાર કોઈ તેમના ચુંગાલમાં ફસાઈ જાય, પછી તેના માટે છટકી જવું અશક્ય છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે જોયા પછી તમે ચોંકી જશો. કારણ કે આ વીડિયોમાં મગર પોતે જ અન્ય પ્રાણીનો શિકાર બની જાય છે. આ વિડિયો એટલો ખતરનાક છે કે, તે કોઈને પણ ગૂઝબમ્પ્સ અપાવી શકે છે.

આ પણ વાંચો: VIDEO: માંડ-માંડ બચ્યો રોહિત શર્મા! વિરાટ કોહલીએ પણ માંગવી પડી માંફી, જાણો શું છે સમગ્ર મામલો




વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે મગરોએ એક ઝેબ્રાને પાણીની અંદર ઘેરી લીધો છે. બિચારો ઝેબ્રા બંને વચ્ચે ખરાબ રીતે અટવાઈ ગયો છે અને પરેશાન થઈ રહ્યો છે. મગર તેના જડબા ખોલીને ઝેબ્રા પર હુમલો કરે છે, કે તરત જ ઝેબ્રા પણ ભડકી જાય છે અને મોં ખોલીને મગરના ઉપરના જડબાને મોં વડે જકડી લે છે. આ પછી, તે મગરના જડબાને ખરાબ રીતે નોંચવા લાગે છે.


આ વિડિયો જોવો ખૂબ જ ભયાનક છે. એકવાર માટે, બધાને એ જોઈને આશ્ચર્ય થાય છે કે, ઝેબ્રા પણ એટલો શક્તિશાળી હોઈ શકે છે કે, તેણે મગરને કમજોર બનાવી દીધો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ranthambore_tours નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે - શું ઝેબ્રા જીવતો પાણીમાંથી બહાર આવ્યો? બીજાએ લખ્યું - આશા છે કે મગર ઠીક થઈ જશે.
First published:

Tags: Crocodiles, Viral videos

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો