Home /News /eye-catcher /આ યુટ્યૂબરે શરૂ કરી ઓનલાઇન Squid Game, હારનારને મળી આવી સજા
આ યુટ્યૂબરે શરૂ કરી ઓનલાઇન Squid Game, હારનારને મળી આવી સજા
Robએ પોતાના ગેમ શોના વિજેતા માટે 456 ડોલરનું ઇનામ રાખ્યું છે.
કેટલાય લોકો વર્ચ્યુઅલ સ્ક્વિડ ગેમ (Online Squid Game)માં ભાગ લઈ રહ્યા છે. લોકોને જુદા જુદા ટાસ્ક અપાઈ રહ્યા છે. લોકો પૈસા કમાવવાની લાલચમાં ગેમમાં ભાગ લઈ રહ્યા છે.
વોશિંગ્ટન. દક્ષિણ કોરિયન (South Korean) શો સ્ક્વિડ ગેમ (Squid Game) નેટફ્લિક્સ (Netflix) ઉપર રિલીઝ થયા બાદ આખી દુનિયામાં તહેલકો મચાવી ચૂકી છે. આ શો સોશ્યલ મીડિયા ઉપર મીમ્સથી લઈને હેલોવીન કલ્ચરમાં અને હવે Omegle ચેટ ઉપર પણ આવી ગયું છે. તાજેતરમાં જ મ્યુઝિશિયન અને કન્ટેન્ટ ક્રિએટર રોબ લેન્ડેસએ (Rob Landes) યુટ્યૂબ (YouTube) ઉપર એક વીડિયો શેર કરીને Omegle ઉપર સ્ક્વિડ ગેમનું ઓનલાઇન એડિશન શરૂ કર્યું છે.
વીડિયોમાં રોબ સ્ક્વિડ ગેમની જેમ ગુલાબી કપડા અને કાળા માસ્કમાં જોવા મળે છે. તેના માસ્ક ઉપર ચોરસ આકાર બનેલો છે. ઓમેગલ ઉપર તેમણે લોકો સાથે બદલાયેલા અવાજમાં વાતચીત કરી. નેટફ્લિક્સ શોમાં ગેમના વિજેતાએ 456 નંબર પહેર્યો હતો. માટે રોબે પણ પોતાના ગેમ શોના વિનર માટે 456 ડોલરનું ઈનામ રાખ્યું છે. ઓમેગલ ઉપર અમુક લોકો પોતાની મેચ તરીકે સ્ક્વિડ ગેમના ગુલાબી સૈનિકને જોઈને અચંબામાં મૂકાઈ ગયા.
ગેમનો પહેલો ટાસ્ક શું હતો?
કેટલાય લોકો વર્ચ્યુઅલ સ્ક્વિડ ગેમમાં ભાગ લેવા અને પૈસા જીતવા માટે તરત તૈયાર થઈ ગયા. રોબે પોતાના ગેમ શો માટે દર્શકોને સ્ક્વિડ ગેમની જેમ વીઆઈપી કહીને સંબોધન કર્યું. તેમણે દર્શકોને કમેન્ટ બોક્સમાં સંભવિત વિજેતા ઉપર પોતાનો દાવો લગાવવાનો પણ આગ્રહ કર્યો. પહેલી ગેમમાં સાત ખિલાડી સામેલ થયા, જેને એક મિનિટમાં 30 સિટ-અપ્સ અથવા પુશ-અપ્સ પૂરા કરવા માટે ટાસ્ક આપવામાં આવ્યો.
સ્ક્વિડ ગેમના વર્ચ્યુઅલ સંસ્કરણમાં ટાસ્ક પૂરું કરવામાં નિષ્ફળ જતા સજા તરીકે સ્પર્ધકોનો કોલ તરત ડિસકનેક્ટ કરવામાં આવ્યો. પહેલા રાઉન્ડમાં સ્પર્ધક પોતાની ફિટનેસનું પ્રદર્શન કરતા જોવા મળ્યા. જેવું જ ગેમનું ટાઇમર શરૂ થયું, રોબે પોતાના વાયલિન ઉપર સ્ક્વિડ ગેમનું મ્યુઝિક વગાડવાનું શરૂ કર્યું. સાતમાંથી છ પ્લેયર્સએ બીજા તબક્કા માટે ક્વોલિફાય કર્યું. હજુ શોનો બીજો ફેઝ આવવાનો બાકી છે.
સ્ક્વિડ ગેમના નિર્માતાઓએ સ્ક્વિડ નામથી ક્રિપ્ટોકરન્સી પણ લોન્ચ કરી છે. ક્રિપ્ટોકરન્સીના રેટ અને વેલ્યુએશન પર નજર રાખનારી વેબસાઇટ કોઇનમાર્કેટકેપ અનુસાર, સ્ક્વિડ ક્રિપ્ટોકરન્સીનો રેટ 100 કલાકથી પણ ઓછા સમયમાં 34,285 ટકા ઉછળ્યો છે. 26 ઓક્ટોબરે તેનો ભાવ 0.01236 ડોલર ઉપર હતો. 29 ઓક્ટોબરે તે 4.15 ડોલરે પહોંચ્યો હતો. કોઇનમાર્કેટકેપ પરની માહિતી મુજબ, 29 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય સમય અનુસાર 2.45 વાગ્યા સુધી સ્ક્વિડ ગેમનો માર્કેટ કેપ 3,350 લાખ ડોલર પહોંચી ચૂક્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર